વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મીઓનું કોપ ઓફ ધ મન્થ એવોર્ડથી સન્માનિત કરી તેઓનું મોરલ વધારવાની કામગીરી શરૂ થઈ છે પરિણામે પોલીસકર્મીઓમાં ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે આ વખતે કારેલીબાગના બે પોલીસકર્મીઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે.
કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર ગજસિંહ અને અનાર્મ લોકરક્ષક પ્રદિપકુમાર પ્રવિણભાઇની સારી કામગીરીને લઈ તેઓ એવોર્ડ માટે હક્કદાર બન્યા છે.
કારેલીબાગ પોલીસ સ્ટેશન અને જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર ગુનામાં સંકલનમાં રહીને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ પણ જપ્ત કરવાની બન્ને પોલીસકર્મીઓની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘના હસ્તે કોપ ઓફ ધ મન્થના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.