અમદાવાદ શહેર માં દારૂનું વેચાણ કરવું એ કોઈ નવી બાબત નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ ના જુહાપુરા માં બરફ ની ફેક્ટરી પાસે ખુલ્લે આમ દારૂ નો અડ્ડો ચલાવવા માં નસીમબાનું નું નામ આખી ગુજરાત પોલીસ માં મોખરે છે. હાલ ગુજરાત માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માં બરફ ની ફેક્ટરી આવેલ છે. ત્યાંજ વેજલપુર પોલીસ દ્વારા ચેક પોસ્ટ બનાવવા માં આવેલ છે જ્યાં આ નસીમબાનું ઉર્ફે આપા ના નામથી મોખરે બુટલેગર નું ઘર આવેલું છે. અને ત્યાંજ આ દારૂ નો અડ્ડો ચાલુ હોવા છતાં પણ વેજલપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. હોય એ.સી.પી. હોય કે ડી.સી.પી. હોય તેમના દ્વારા કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવતા તારીખ 15 જુલાઈ ના રોજ ગાંધીનગર થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નસીમબાનું ઉર્ફે આપા ના ઘર માં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ ના અધિકારી અને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા કારણકે ઘર ના રસોડામાં એક ગુપ્ત ખાનું બનાવી ને છુપાડવામાં આવેલો 344 નંગ દારૂ અને બિયર નો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. અને 1 આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. છેક ગાંધીનગર થી સ્ટેટ મોનીટરીંગ સેલ નો દરોડો પડતા જ સ્થાનિક પોલીસ સ્ટેશન માં ગભરાહટ નો માહોલ ઉભો થઇ જવા પામ્યો હતો. પરંતુ નસીમબાનું નામની બુટલેગર ને તો પોલીસ નો ડર જ નથી અને સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા પડવા છતાં પણ ધંધો ચાલુ જ રાખ્યો હતો. અને નવા પોલીસ કમિશનર ને ચેલેન્જ આપી હતી કે હું ધંધો બંધ તો નહીં જ કરું તેવામાં આજ રોજ પી.સી.બી દ્વારા નસીમબાનું ના ઘર માં દરોડો પાડતા વિદેશી દારૂ અને બિયર નો 2.34 લાખ નો જથ્થો પકડી પાડવામાં આવતા સ્થાનિક વેજલપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. વધુમાં જે નસીમબાનું ધંધો કરી રહી છે તે અગાઉના કેસ માં પણ હજુ પકડાઈ નથી અને વેજલપુર ની હદ માં જ ધંધો ચાલુ જ રાખવામાં આવ્યો ત્યારે સ્થાનિક જનતા કહી રહી છે કે પોલીસ ને આંખે પાટા બાંધવામાં આવ્યા છે કે શું તો નસીમબાનું ને પકડતા નથી અને હવે ત્યાંથી દારૂ લેવા વાળા ને પણ ગભરાહટ એ થઈ ગઈ છે. કેમ કે જે નસીમબાનું દારૂનો ધંધો ચલાવે છે તેને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે દારૂ પીવાના રસિયાઓ માં ભય નો માહોલ ફેલાઈ ગયો છે.
Sunday, May 19