અમદાવાદમાં એરપોર્ટે વિસ્તારના કુખ્યાત ગણાતા રાજુ ગેંડીના બે વોન્ટેડ પુત્રો રવિ ગેંડી અને વીકી ગેંડી ઝડપાઇ ગયા છે.
વિજિલન્સ સ્કોડ દ્વારા ગઈકાલે મોડી રાત્રે અડાલજ પાસેથી રવિ ગેંડી અને વિકી ગેંડીની ધરપકડ કરવામાં આવી છે.
જોકે,એરપોર્ટ પોલીસ હદ વિસ્તારમાં દારૂના ધંધા કરનારા બેફામ ધંધો કરી રહયા છે અને બુટલેગર રાજુ ગેંડીનું આ વિસ્તારમાં ભારે વર્ચસ્વ છે અહીં સ્થાનિક પોલીસનું કઈ ઉપજતુ નથી.
આ બધા વચ્ચે રાજુ ના બે પુત્રો રવિ અને વિક્કીને વિજિલન્સ સ્કોડ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે.
અમદાવાદમાં દારૂબંધીનો કોઈ અમલ થતો નથી અને જુગારના અડ્ડાનું નેટવર્ક ધમધમે છે પણ નવા સીપીની એન્ટ્રી બાદ બુટલેગરો અને ભ્રષ્ટ પોલીસવાળામાં ફફડાટ જરૂર જોવા મળી રહ્યો છે.
સત્યડે ન્યૂઝના અહેવાલ બાદ કેટલાક વિસ્તારમાં રેડ પડયાના અહેવાલો છે. જુદા જુદા વિસ્તારમાં તપાસ થાય તો બુટલેગર અને વહીવટદારની સાંઠગાંઠ ખુલ્લી પડવાની શક્યતા છે. અમદાવાદમાં નવા સીપી ચાર્જ લીધા પછી સમગ્ર લોકલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના ધંધા ઉપર કેટલીક જગ્યાએ રેડ પડી છે.
શું અત્યાર સુધી અમદાવાદના સમગ્ર લોકલ પોલીસ સ્ટેશન નાં અધિકારી સૂઈ રહ્યા હતા ? કે પછી એમની રહેમ રહે ચલી રહ્યા હતા દારૂના ધંધા ?
સત્યડેમાં ઉપરા ઉપરી અહેવાલો આવ્યા બાદ ત્રણેક દિવસ દરમિયાન અમદાવાદના ઘણા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ ની રેડ પડી રહી છે.
વહીવટદારો અને બુટલેગરો વચ્ચે ચાલતા વહીવટનો મામલે પણ જો તપાસ થાયતો કેટલાય વર્ષોના કાળા કારોબારના કાળા કરતૂતો બહાર આવે તેમ છે.