શાહરુખના પઠાણ મુવીનો વિરોધ ચાલુ છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર લેક નજીક આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કરી શાહરુખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરો ફાડી નાખતા હવે આ ફિલ્મના રિલીઝ થવા ઉપર દિવાલ ઉઠ્યા છે.
જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી અપાતા હવે ફિલ્મ રિલીઝ થશે તો બબાલ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કર્યો ત્યારે
મોલમાં હાજર લોકો ગભરાઈ ગયા હતા.
આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ફિલ્મની રિલીઝના વિરોધમાં પ્રદર્શન કરી રહેલાઓ 5-6ની અટકાયત કરી પૂછતાછ કરી હોવાનું કહેવાય છે.
જોકે,પઠાણ ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને રાજ્યના અન્ય સ્થળોએ પણ વિરોધ થઈ શકે તેમ હોય પોલીસ દોડતી થઈ ગઈ છે.
જોકે,આ મામલે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
નોંધનીય છે કે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન, દિપીકા પાદૂકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ દેશભરમાં રિલીઝ થવાની છે પણ તેનો દેશભરમાં વિરોધ શરૂ થયો છે.