અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં 60 કલાક નો કરફ્યુ લગાવવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં આજે સત્ય ડે ન્યૂઝ ની ટીમ દ્વારા અમદાવાદ શહેરની એક વાસ્તવિકતા બહાર લાવી છે જેમાં અમદાવાદ શહેરમાં કરફ્યુ હોવા છતાં પણ હવેલી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં જમાલપુર સ્મશાન ની સામે ફુલબજાર ની પાછળના ભાગમાં કમલેશ ઉર્ફે ભૂરાનો દેશી દારૂનો અડ્ડો બિન્દાસ ધમધમી રહ્યો છે.
ત્યારે એવું લાગી રહ્યું છે કે હવેલી પોલીસ સ્ટેશનના આંખે પાટા બાંધી દેવામાં આવ્યા હોય શકે છે. કારણકે સ્થાનિક પોલીસ ની રહેમનજર હેઠળ આ દારૂનો અડ્ડો ચાલતો હોય તેવું જ લાગે કારણકે કરફ્યુમાં દારૂ ક્યાંથી આવ્યો અને કેમનો આવ્યો તે પણ એક સવાલ છે.હવેલી પોલીસ સ્ટેશન ના પી.આઈ. પરમાર આ વાત થી અજાણ હોય તેવું બને જ નહીં. સત્ય ડે ની ટીમ દ્વારા સ્થાનિક લોકોને પૂછતાં જણાવવામાં આવેલ કે આ કમલેશ ઉર્ફે ભૂરાનો દારૂનો અડ્ડો પી.આઈ. પરમાર વતી મહિલા પી.એસ.આઈ. રાજપુત ની રહેમરાહે ચાલી રહ્યો છે જેથી હવેલી પોલીસ દ્વારા કોઈજ પગલાં લેવામાં આવતા નથી.સત્ય ડે ની ટીમ દ્વારા જ્યારે સ્ટિંગ કરવા ગયા ત્યારે ત્યાં કમલેશ ઉર્ફે ભૂરાના માણસો દ્વારા સત્ય ડે ની ટીમ નો મોબાઈલ પણ ઝુંટવી લીધો હતો પરંતુ સત્ય ડે ન્યૂઝ ની ટીમ દ્વારા સ્ટિંગ કરવાની માસ્ટરી હોવાથી વિડિઓ ઉતારવામાં સફળતા મળી હતી અને હવેલી પોલીસ ની પોલ ખોલવામાં સફળતા મળી હતી. ત્યારે એક વસ્તુ સાબિત થાય છે કે આ બુટલેગર ને પોલીસ કમિશ્નર નો પણ ડર લાગતો નથી કારણકે સ્થાનિક પોલીસ મસમોટું ભરણ લઈ રહી છે એટલે જ તો કરફ્યુ ના દિવસે પણ અમદાવાદ શહેરમાં દારૂ મળવો તે નવાઈ ની વાત નથી.