મણિનગરના લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ
પોલીસે દરોડો પાડી રોકડ-મોબાઈલ મળી રૂ.૭ર,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે દરોડાે પાડી જુગાર રમતી આઠ મહિલાની રોકડ-મોબાઈલ મળી રૂ.૭ર,૩૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
મણિનગર પોલીસને બાતમી મળી હતી કે ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મી ભવન બંગલામાં કેટલીક મહિલાઓ જુગાર રમી રહી છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જઈ તપાસ કરી તો બંગલાના પહેલા માળે દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતાં એક મહિલાએ ખોલ્યો હતો. પોલીસે ઓળખ આપી દરોડો પાડતાં બેડરૂમમાં પ૦થી ૭૦ વર્ષની મહિલાઓ પૈસા-પાનાંથી હાર-જીતનો જુગાર રમતી હતી.
ઝડપાયેલામાં મીનાબહેન લક્ષ્મીચંદ વાધવા (ઉંં.વ.૭૦), કિરણબહેન સંજયભાઈ વાધવા (ઉં.વ.પ૦) બંને (રહે. લક્ષ્મી ભવન, મણિનગર), મીનાબહેન લીલારામ મેઘાણી (ઉંં.વ.પર, રહે. અંબાજી મંદિર અંદર, ઠક્કરનગર), તુલસીબહેન ગોપાલદાસ તણવાણી (ઉંં.વ.પ૪, રહે. ગણપિત ગલી, દક્ષિણી, મણિનગર), તારાબહેન ભગવાનદાસ ભાગનાણી (ઉંં.વ.પ૦, રહે. હિન્દુસ્તાન, ચાર માળિયા, વટવા), માયાબહેન જેઠાનંદ ચાવલા (ઉંં.વ.પ૮, રહે. જી-વોર્ડ, કુબેરનગર), વિદ્યાબહેન ભેરૂમલા નેનવાણી (ઉંં.વ.૭૦, રહે. અંજલી કોર્નર ફ્લેટ, રમણનગર, મણિનગર) અને કૌશલ્યાબહેન રાજેશભાઇ જંજાણી (ઉંં.વ.૬૦, રહે. બગીચા ગલી, ઠક્કરનગર)ની રૂ.રપ હજારની રોકડ અને રૂ.૪૭,૩૦૦ના છ મોબાઈલ મળી કુલ રૂ.૭ર,૩૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.