શહેરમાં પૂર્વના પીઆઇ વગરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં હોવાનો વીડિયો સત્ય ડે ન્યૂઝ દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. નરોડા જીઆઇડીસી વિસ્તારમાં દેશી દારૂના વેચાણના વીડિયોમાં બુટલેગરો PSI જે.જી કામળિયાનું નામ લે છે અને પોલીસ સાથે સેટીંગ હોવાનું કહે છે. આ વીડિયો બહાર આવતાંની સાથે જ PSI જે.જી. કામળિયા રજા પર ઉતરી ગયા છે અને વહીવટદાર રુદ્રદતસિંહ ભૂગર્ભ માં ઉતરી ગયા હતા.
DCP ઝોન 4 એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે ત્યારે તપાસમાં PSI કામળિયા, નરોડા પોલીસ સ્ટેશનનો વહીવટ સંભાળતા પોલીસકર્મી રૂદ્રદત્તસિંહ સહિતના કર્મચારીઓના નિવેદન લેવાશે. આ મામલે ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે દેશી દારૂના બે વીડિયો મારી પાસે પણ આવ્યા છે જે મામલે જી ડિવિઝન એસીપીને તપાસ સોંપી દીધી છે. વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદાર અધિકારી અને કર્મચારી ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.