રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીનાં કડક અમલની જવાબદારી પોલીસ વિભાગની છે પરંતુ ખુદ પોલીસકર્મીઓ જ દારૂ પી અને ધમાલ કરતા હોય ત્યાં પોલીસ સામાન્ય માણસ પાસે દારૂબંધીનો કેવી રીતે અમલ કરાવી શકે ? જેને કારણે ઠેરઠેર દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણ મોડી રાત્રે ચાલુ નોકરી ઉપર દારૂ પીધેલી હાલતમાં વાહન લઈ ચા પીવા નીકળ્યા હતા.એક પાન પાર્લર પાસે ઉભા રહી લોકોની સાથે દારૂ પીધેલી હાલતમાં બોલાચાલી કરતા લોકોએ પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહને બરાબર નો મેથીપાક ચખાડ્યો હતો.જેથી તેઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સુનિલસિંહ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમની સામે સોલા પોલીસે ફક્ત ને ફક્ત દારૂ પીધેલાનો ગુનો નોંધ્યો હતો.જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ને મારમારનાર ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરીને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ કોન્સ્ટેબલ સુનિલસિંહ ની છાપ એક દારૂડિયા પોલીસ કર્મીની ધરાવે છે કારણકે અગાઉ પણ વર્ષ 2018 માં દારૂ પીધેલાના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.
આ દરમ્યાન લોકો પોલીસ કોન્સ્ટેબલને માર મારતા હતા ત્યારે અન્ય લોકોએ માનવતા દાખવીને પોલીસ ને જાણ કરી હતી.ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલત માં હોવાથી ડોક્ટરે પોલીસ ને જાણ કરી હતી અને તેની સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી PSI એમ.જી.પટેલે ફરિયાદ નોંધી હતી.બીજી તરફ PSI પટેલ ઉપર પણ સવાલો ઉભા થવા પામ્યા છે કારણકે જે કોન્સ્ટેબલ ને દારૂના નશામાં કોઈજ પ્રકાર નું ભાન ન હતું અને તેને મારમારનાર લોકોના નામ સાથે ની ફરિયાદ PSI દ્વારા લખવામાં આવી હતી.જેથી સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે PSI પટેલ દ્વારા આજુબાજુમાં પૂછી તમામ લોકોના નામ લખી લીધા ? જેથી પોલીસ પોતાના જ કર્મચારીની વિગતવાર ફરિયાદ લીધી જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ઉપર ફક્ત ને ફક્ત દારૂ પીધેલાનો જ ગુનો નોંધ્યો.