અમદાવાદમાં ચોરી, લૂંટ હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં ધૂસકેને -ભૂસકે વધારો થઇ રહ્યો છે. ગુનેગારો બેફામ બની શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં લઇ પોલીસનો પણ ડર રાખ્યા વગર ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે થોડાક દિવસ આગાઉ અમદાવાદના ઓઢવ ખાતે આવેલી પી એમ આંગડિયા પેઢીને કેટલાક લુંટારાઓએ શિકાર બનાવ્યો હતો 4 જેટલા શખ્સોએ ધોળા દિવસે બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાં ઘૂસી કર્મચારીઓને ડરાવી ધમકી 53 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી જે લૂંટનો ભેદ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો છે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે અલગ-અલગ ટીમ બનાવી લૂંટારાઓને ઝડપી પાડવાની કવાયત હાથધરી હતી લૂંટારાઓએ લૂંટ માટે એક સ્પેલન્ડર બાઇકની પણ ચોરી કરી હતી અને લૂંટ કરી રાજ્સ્થાન નાસી છુટ્યા હતા.
અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘના સૂચનો અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ઇન્સપેકટર દર્શનસિંહ બારડના માર્ગદર્શન મુજબ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતીમના અધારે ક્રાઇમબ્રાન્ચની એક ટીમ લૂંટારાઓને ઝડપી પાડવા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઝાલૌર ખાતે ગઇ હતી અને જયાં વોચ કરી લૂંટારાઓને ઝડપી પાડ્યો હતો. લૂંટની ઘટનાને અંજામ આપનાર તમામને અમદાવાદ લાવવામાં આવ્યુ હતુ જેમાં આરોપી (1) કેસરસિંહ વિજયસિંહ ભાયલ જે મુળ બાડમેરનો રહેવાસી છે (2) તેજસિંગ નાથુંસિંગ ભાયલ જે બાડેમરના રહેવાસી છે (3) ઇશ્વરસિંગ લાલસિંગ ચૌહાણ જે મુળ ઝાલૌર રહેવાસી છે (4) પ્રવિણસિંહ જબરસિંહ પરમાર જે મળુ જીનપુર રાજસ્થાનના રહેવાસી છે પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન 5 નંગ જેની કિંમત 75 હજાર થાય છે રોકડ રૂપિયા 19,32,850 પિસ્ટલ 1 પિસ્ટલ ગન જેની કિંમત 10 હજાર જીવતા કારતુસ નંગ 4 જેની કિં 400 રૂપિયા એક ચોરેલી બાઇક જેની કિં 30 હજાર મળી કુલ 20,48 ,250 મુદ્દામાલ કબ્જો કર્યો હતો હજુ પણ લૂંટમાં સામેલ ત્રણ આરોપીઓ ફરાર છે જેને શોધવા કવાયત હાથધરી છે.