અમદાવાદ: કોરોના સામે લડવા માટે સરકારે કોરોના વેક્સીન અભિયાન શરું કર્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે પરંતુ સરકારે તેને ડામવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. પહેલાં જીએમડીસી મેદાનમમાં ડ્રાઇવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગની સફળતાથી પ્રેરાઈને અમદાવાદમાં અમેરિકાની પેઠે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશનનો શુભારંભ થયો
આજે શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં AMC દ્વારા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. આ વેક્સિનેશન 45 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિ માટે કરવામાં આવ્યું છે. વહેલીસવારથી આજે કતાર શરૂ થઈ હતી.
વેક્સીનેશનનો ડ્રાઇવ થ્રુ કાર્યક્રમમાં વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક ચૂક રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને લઈને થોડી ગફલત સર્જાઈ હતી. અહીંયા અલગ અલગ પ્રકારની લાઇનમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
આ રસીકરણ માટે જુદા જુદા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અહીંયા આવનાર વ્યક્તિએ અગાઉથી કોવીન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. તેમના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા સ્પોટ પર જ થઈ શકશે ફક્ત ઉંમરના આધારનો પુરાવો આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવાનું રહેશે.
અહીયાં આવનાર દરેક વ્યક્તિનું રજિસ્ટ્રેશન ડેસ્ક પર પહેલાં રજિસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારબાદ તેમને રસી આપવામાં આવે છે. જોકે, કોઈ વિષમ સ્થિતિ સર્જાય તો ડોમની પાસે એમ્બ્યુલન્સમાં સારવાર માટે પણ સુવિધા કરવામાં આવી છે.
આજે અમદાવાદીઓઓએ વહેલીસવારથી ઉત્સાહભેર મોટી સંખ્યામાં વેક્સીન લઈ અને લોકોને પણ વેક્સીન લેવા માટે અપીલ કરી છે. અમદાવાદમાં આ કાર્યક્રમ કાયમી ધોરણ યોજાશે. જેમાં આગામી સમયમાં અનુભવોને આધારે પડતી અગવડોને દૂર કરવામાં આવશે.