અમદાવાદઃ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ચરમસીમાએ પહોંચી ગયો છે. બીજી તરફ સોશિયલ મીડિયાનો દુરઉપયોગ પણ એટલો જ વધી ગયો છે. છાસવારે યુવતીઓ સોશિયલ મીડિયાનો ભોગ બની હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગરમાંથી સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત ઓકટોબર મહિનામાં તેના ઈન્સ્ટાગ્રામ આઇડી પર એક ફ્રેન્ડ રિકવેસ્ત આવી હતી. જે ફ્રેન્ડ રીકવેસ્ટ તેને સ્વીકારી હતી.
જે બાદમાં આ આઇડીધારક વારંવાર મેસેજ કરીને યુવતીને વાત કરવા માટે જણાવતો હતો. યુવતીએ તેની સાથે વાત નહિ કરીને અનફોલો કર્યો હતી. જોકે, આમ કરતા આરોપીએ યુવતીને તેના ફોટો મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી. અને બીભત્સ, ગંદી ભાષામાં યુવતીને મેસેજ કરવા લાગ્યો હતો.
જોકે આમ છતાં યુવતીએ તેની સાથે વાતચીત ના કરતા અંતે આરોપીએ યુવતી અને તેની પિતરાઈ બહેનના ફોટો લઇને મોર્ફ કરીને પોર્ન સાઇટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પોર્ન સાઇટ પરથી ફોટો લઇને તેને મોર્ફ કરીને યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મોકલવા લાગ્યો હતો.
જે અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બાદમાં ફરિયાદ કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.