અમદાવાદ મ્યુનિ.ની AMCમુખ્ય કચેરી સહિતની અન્ય કચેરીઓમાં સિકયુરીટી ગાર્ડ ઉપરાંત બાઉન્સરના સુરક્ષાના હેતુથી કરવામાં આવતા ઉપયોગ ઉપર અંકુશ મુકવા મ્યુનિ.કમિશનરે નિર્ણય કર્યો છે.હવેથી સિકયુરીટી ગાર્ડ કે બાઉન્સર રાખવા પહેલા આ અંગેનું વ્યાજબી કારણ બતાવી કમિશનરની મંજુરી લેવી પડશે.
મ્યુનિ કમિશનરે કરેલા આદેશ પ્રમાણે AMCના તમામ વિભાગ અને ખાતાઓને સિક્યુરિટી ગાર્ડ્સ, ગનમેન, બાઉન્સરની જરૂરિયાત હોય તો તેવા વિભાગના અધિકારીઓએ જાત તપાસ કરવાની રહેશે. જેમાં જરૂરિયાતનું વ્યાજબી કારણ દર્શાવીને મ્યુનિ.કમિશનરની મંજૂરી મેળવીને મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસમાં સિક્યુરિટી વિભાગને મંજૂરી મોકલી આપવાની રહેશે. ત્યારબાદ સેન્ટ્રલ ઓફિસના સિક્યુરિટી વિભાગ દ્વારા જે-તે વિભાગને મંજૂરી મુજબની સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સરની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે.
કમિશનરએ મ્યુનિ.ના તમામ વિભાગના ઉપરી અધિકારીઓને હવે પછી જે તે વિભાગને સિકયુરીટી ગાર્ડ, ગનમેન કે સશકત સિકયુરીટી ગાર્ડ એટલે કે બાઉન્સરની જરુર હોય તો તેમણે આ અંગે પહેલા કયા કારણથી જરૃર છે એ કારણ દર્શાવી મ્યુનિ.કમિશનરની મંજુરી મેળવ્યા બાદ મેળવવામાં આવેલી મંજુરીની જાણ સેન્ટ્રલ ઓફિસને કરવાની રહેશે ત્યારબાદ જ સિકયુરીટી વ્યવસ્થા ગોઠવવામાં આવશે એવો આદેશ કર્યો છે.