અમદાવાદમાં ડિઝલ ચોરીનો કારો કારોબાર ચાલી રહ્યો છે, પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરીને વાહન ચાલકોને સસ્તામાં આપવાનું વ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે. દાણીલીમડા પોલીસે સુએઝ ફાર્મ કચરાના ઢગલા પાસે કોર્પોરેશનના ડમ્પરમાં સંતાડેલા ડિઝલના ૪૦૦ લિટરના ૧૬ કેરબા સાથે બે આરોપીઓને પકડી પાડીને ડિઝલ ચોરીનો પદાર્ફાશ કયો છે.
આ કેસની વિગત એવી છ કે દાણીલીમડા પોલીસે ચોકકસ બાતમી આધારે દાણીલીમડા સુએઝ ફાર્મ કચરાના ઢગલા ખાતે વોચ ગોઠવી હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.તડવીના જણાવ્યા મુજબ પો. કો. એઝાઝહુ સે ન સાબીરભાઇ ‘થા પો. કો. ખુ માનસિહ બળદેવભાઇ કચરાના ડમ્પરાંમાં ચોરી કરેલા ડીઝલના બેરલ સંતાડવામાં આવતા હોવાની માહિતી આધારે બાતમીદારો દ્વારા ખાનગી રાહે વિડિયો રેકોડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કચરના ડમ્પરમાં કચરાના ઢગલામાં ચોરી કરેલા ડીઝલના કેરબા સંતાડેલા હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં દાણીલીમડા ખાતે બેરલ માર્કેટ પાસે આશીયાના ડુપ્લેક્ષમાં રહેતા રીઝવાન એહમદ જમાલુદ્દીન અંસારી તથા દાણીલીમડા બોમ્બે હોટલ પાસે રહીમનગર ખાતે રહેતા મોહંમદ ફુરકાન મોહમદ રમઝાન શાનો સમાવેશ થાય છે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોધીને સ્થળ પરથી ડિઝલ ચોરીને પ્લાસ્ટીકના ૧૬ કેરબામાંથી કુલ ૪૦૦ લિટર ચોરીનું ડિઝલ સાથે વાહનો સહિત કુલ ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.