અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે વહેલી સવારમાં મંદબુદ્ધિની એક ગર્ભવતી મહિલાને ટોઇલેટમાં જ ડિલિવરી થઈ જવાને કારણે તેનું બાળક કમોડમાં ફસાઈ જવા પામ્યું હતું.
આજે રાષ્ટ્રીય ફાયર સર્વિસના દિવસે જ ફાયરબ્રિગેડના જવાનોએ નવજાત બાળકનો જીવ બચાવ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે વહેલી સવારે મંદબુદ્ધિની એક ગર્ભવતી મહિલાને ટોઇલેટમાં જ ડિલિવરી થઈ જતાં બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. તાજું જન્મેલું બાળક ટોઇલેટના કમોડમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરાની ઇમર્જન્સી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને બાળકની પરિસ્થિતિ જોતાં મણિનગર ઈમર્જન્સી રેસ્ક્યૂ ટીમને પણ બોલાવવામાં આવી હતી.
મહિલાની ડિલીવરી ટોઇલેટમાં થતા કમોડમાં ફસાઈ ગયું બાળક જવાનોએ 25 મિનીટ રેસ્ક્યુ કરીને નવજાતને બચાવ્યું pic.twitter.com/j6b4nFm5uW
— SatyaDay (@satyadaypost) April 14, 2022
વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બાળકનું મોઢું કમોડમાં ફસાઈ ગયું હતું અને બાળકને બચાવવા માટે તાત્કાલિક તેને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બાળકને કોઇ ઇજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સૌથી પહેલા ટોઇલેટમાં આજુબાજુમાં રહેલી ટાઇલ્સને તોડવાની શરૂ કરી હતી. આજુબાજુમાં રહેલી ટાઈલ્સને તોડીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું.
નવજાત જન્મેલું બાળક ટોઇલેટના કમોડમાં ફસાઈ જવાને કારણે ફાયરબ્રિગેડની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ નવરંગપુરાની ઇમર્જન્સી રેસ્ક્યૂ ટીમ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી હતી. બાળકની પરિસ્થિતિ જોતાં સાથે સાથે મણિનગર ઈમર્જન્સી રેસ્ક્યૂ ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.