અમદાવાદ AMCની બજેટ બેઠકમાં મ્યુનિ. કમિશનરની સૂચક ગેરહાજરી, બીજા દિવસની શરૂઆતથી 1 વાગ્યા સુધી કમિશનર મુકેશ કુમાર ગેરહાજર રહ્યા હતા. ત્યારે વિપક્ષ દ્વારા કમિશનરની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવાયો છે.
AMCની બજેટ બેઠકમાં રૂ.6990 કરોડના બજેટની ચર્ચા થવાની હતી તે સમયે કમિશનરની ગેરહાજરી દુઃખદ બાબત- વિપક્ષ. શહેરના બજેટની ચર્ચાથી વધુ કોઈ અગત્યનું કામ ન હોઈ શકે- વિપક્ષ.
જો કે સમગ્ર બાબતે મેયર ગૌતમ શાહે કમિશનર ટૂંક સમયમાં આવશે એમ કહી બચાવ કર્યો હતો.