અમદાવાદ સ્થિત અાઈ પાવર વર્લ્ડ વન્ડર ક્લબ લિમિટેડએ ભારતની મોટી રિલીજિઅન્સ ક્લબ છે. અા ક્લબ દ્વારા અાગામી 6 ફેબ્રુઅારી, 2018એ થાઈલેન્ડ ખાતે વિશ્વ રેકોર્ડ કોન્ફરન્સ તથા વિશ્વની સૌથી મોટી ધજા 2020 ફુટ લંબાઈ તથા સાડા દસ ફુટ ધરાવતી ધજાની પુજાનું અાયોજન કરવામાં અાવ્યુ છે. સાથે સાથે અાગામી 1 જુલાઈ 2018ના રોજ ઉમિયા ધામ મંદિર ન્યુજર્સીમા અાવો અમેરિકાના નેજા હેઠળ 10 વિશ્વ રેકોર્ડ નોંધાવનાર છે.
અમદાવાદ ખાતે અાઈ પાવર વર્લ્ડ વન્ડર ક્લબ લિમિટેડના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે અમારી ક્લબ ભારતની મોટી રિલીજિઅન્સ ક્લબ છે અને અાગામી દિવસોમાં વિશ્વની સૌથી મોટી રિલીજિઅન્સ ક્લબનો ખિતાબ જીતીશુ. અાઈ પાવર વર્લ્ડ વન્ડર ક્લબ લિમિટેડે અત્યાર સુધીમાં ભારત અને દુબઈ સહિત 19 વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરેલ છે. 8 વર્લ્ડ રેકોર્ડ પાઇપ લાઇનમાં છે.
અાઈ પાવર વર્લ્ડ વન્ડર ક્લબ લિમિટેડ દ્વારા થઈ રહેલી રિલીજિઅન્ટ પ્રવૃત્તિઓ બીરદાવવા રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ઔડાના પૂર્વ ચેરમેન અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સાબરમતીના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.