પોલીસ અધિકારીઓ ના અપમાન અને તેઓ ને નીચા દેખાડવાની પરંપરા કેટલાય સમય થી ચાલી આવે છે, ત્યારેદેશના સિનિયર આઇપીએસ અધિકારીપી.સી.ઠાકુરને સરકારે અપમાનિત કરીને નિવૃત્ત કર્યા હોય તેનો ગુજરાતનો જ નહિ દેશનો મોટો બનાવ કહી શકાય, તા.૩૧ ડિસેમ્બર- ૧૬ના રોજ નિવૃત્ત થયેલા પી.સી.ઠાકુર પાસેથી સરકારી સમય સાંજના ૬.૦૦ વાગ્યે પૂરો થાય એ પહેલા જ સવારે ૧૦.૦૦ તેમની સરકારી ગાડી પાછી લઇ લેવામાં આવી હતી.લો એન્ડ ઓર્ડરના એડીજીપી તીર્થરાજની સૂચનાથધી નિવૃત્તના અંતિમ દિવસે પી.સી.ઠાકુરને અપમાનિત કરાયા હોવાની ચર્ચા છે,એક સમયે અંન્ડરવલ્ડ ના દાઉદ ઇબ્રાહિમને પકડનાર આઇપીએસ ઠાકુરને આઇપીએસ અધિકારીઓની આંતરિક જૂનબંધીનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે.આઇપીએસ અધિકારીી નિવૃત્ત થાય તો ૧૫ દિવસ સુધી બંગલો કે ગાડી પરત લેવાતી નથી. પણ પી.સી.ઠાકુરના કિસ્સામાં તેમને ગુજરાતના પોલીસ વડા બનતા અટકાવી દેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. સિનિયર હોવા છતાં સરકારે તેમને પોલીસ વડા તરીકે પોસ્ટીંગ નહીં આપી હાસિયા માં ધકેલી રાખ્યા હતા. ડી.જી.વણઝારની ચીમકીને કારણે પી.પી.પાન્ડેયને ઇન્ચાર્જ ડીજી બનાવી રખાયા છે પણ રેગ્યુલર ડીજી તરીકે ઠાકુરને બેસવા દેવાયા નહિ .પાંન્ડેય પણ જાન્યુઆરી મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે. જાન્યુઆરીમાં તેઓ નિવૃત્ત થાય પછી ગીથા જોહરી,પ્રમોદ કુમાર સિનિયોરીટીમાં છે. રાજયમાં ગુનોખોરી વધી રહી છે ત્યારે ગુજરાતના પોલીસ વડા ઇન્ચાર્જ પોલીસ વડા હોય તે ગંભીર બાબત છે. આઇપીએસ અધિકારીઓની બે લોબી ચાલી રહી છે. પેાલીસ વડા અને એસીબી ગુજરાતનો ચાર્જ એક જ આઇપીએસ પાસે હોય તેવો પણ પહેલો કિસ્સો છે.પી.સી.ઠાકર કેન્દ્રમાંથી ગુજરાતમાં પરત આવ્યા બાદ તેમને ડીજીનું પોસ્ટીગ અપાયુ નહતું. તેમને પોસ્ટીંગ નહિ આપવા માટે એક આઇપીએસની લોબીએ સરકાર પર ભારે દબાણ કર્યુ હોવાનું કહેવાય છે, આ વાત ને લઇ પોલીસખાતા માં આ મેટર ચર્ચાનો વિષય બની છે. ગુજરાત પોલીસ માં ચાલતા પોલીટીક્સ ને લઈ અધિકારીઓ નું મોરલ તૂટી રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યું છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.