અમદાવાદમાં એક બિલ્ડિંગની લિફ્ટ ધરાશાયી થતાં સાત મજૂરોના મોત થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે નવી બનેલી બિલ્ડીંગમાં સાતમા માળેથી લિફ્ટ પડી હતી, જેની લપેટમાં આ કામદારો આવી ગયા હતા.
આ અકસ્માત સાડા નવ વાગ્યાની આસપાસ થયો હતો. બિલ્ડિંગના નવમા માળે કામ ચાલી રહ્યું હતું અને કામદારો લિફ્ટ દ્વારા સામાન ઉપરના માળે લઈ જઈ રહ્યા હતા. દરમિયાન સાતમા માળે પહોંચતા જ લિફ્ટ તૂટી પડી હતી. આ દરમિયાન 8 મજૂરો લિફ્ટમાં હતા.
મૃતક કામદારોના નામ…
સંજયભાઈ બાબુભાઈ નાયક
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
મુકેશ ભરતભાઈ નાયક
રાજમલ સુરેશભાઈ ખરાડી
પંકજભાઈ શંકરભાઈ ખરાડી
મુકેશ ભરતભાઈ નાયક