છેલ્લા કેટલાક સમયથી અચાનક જ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી તેજ ગતી અને ઉતાવળથી સાવધાનીની કમીના કારણે અકસ્માત બની રહ્યા છે. અાજે સવારે અમદાવાદના ગોતા બ્રિજ પાસે ખાનગી શાળાની સ્કૂલવાનને અકસ્માત નડ્યો છે. સ્કૂલવાન બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે પાછળથી આવતી કારે સ્કૂલવાનનને ટક્કર મારી હતી. જેમાં સ્કૂલ વાનના બાળકોને સામાન્ય ઈજા થઈ છે.
અકસ્માત સમયે સ્કૂલવાનમાં 10થી વધુ બાળકો સવાર હતા. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાને પણ ઈજા થઈ છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે.સ્કૂલવાનમાં સવાર બાળકોના પરિવારને તાત્કાલીક જાણ કરી બાળકો સોંપવામાં અાવ્યા હતા.