SMCમાં ચાર્જ સંભાળતા જ નિરલિપ્ત રાયનો અમદાવાદના દારૂના અડ્ડા પર સપાટો…
સાબરમતી પોલિસ સ્ટેશનની હદમાં SMCની રેડ
સાબરમતી કાળી ગામ ના કુખ્યાત બુટલેગર અજય છારા ને ત્યાં કરવામાં આવી રેડ
અંદાજે 10 પેટી વિદેશી દારૂ નો મુદામાલ કબજે
અજય છારા પર અનેક વાર દારૂ ના ગુના દાખલ છે..
અમદાવાદ: ગત બે દિવસ અગાઉ રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર થયા હતા.. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિરલિપ્ત રાયની એન્ટ્રી થતા જ શહેરના દારૂના બુટલેગરોમા ફફડાટ ફેલાઈ ગયો હતો.નિરલિપ્ત રાયના SMC માં ચાર્જ સંભાળતાની સાથે આજે સાબરમતી વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતો.સાબરમતીના બુટલેગર અજય છારાના દારૂના અદ્દડા પરથી SMC એ 10 પેટી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરમતી વિસ્તારમાં આવેલા અજય છારાના ત્યાં અગાઉ પણ તપાસ એજન્સીઓએ દ્વારા રેડ કરવામાં આવી હતી અને અનેક વાર વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી સાબરમતી પીઆઇની આ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામા આવી નથી..બીજી બાજુ સાબરમતી વિસ્તારમાં આવેલા જુગાર માફિયા બાબુ દાઢી પણ ખુલ્લે આમ જુગારના અડ્ડા ચાલવી રહ્યો છે પણ સાબરમતી પોલીસ દ્વારા તેના પર પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને સાબરમતી પોલીસ મથકના વહીવટદાર હિતેન્દ્રસિંહ ચાવડાના ચાર હાથ છે..
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ..સાબરમતીના કાળી ગામમાં આવેલા અજય છારાના દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની એક ટિમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.અજયના અડ્ડા પરથી પોલીસને 10 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો…જ્યારે આ અગાઉ પણ SMC દ્વારા અવાર નવાર અજય છારાના ત્યાં અગાઉ પણ અનેક વાર રેડ કરતા તેના ત્યાંથી વિદેશી દ્વારૂનો જથ્થો મળી આવ્યા બાદ પણ સાબરમતી પોલીસ દ્વારા છૂટો દોર આપવામાં આવ્યો છે જેથી અજયના દારૂના અડ્ડા પર રેડ કર્યા બાદ ફરી થોડાક દિવસો બાદ ફરી ધમધમી ઉઠે છે…
બીજો મહત્વનો સવાલ એ છે કે સાબરમતી વિસ્તારમાં બાબુ દાઢી અજય છારા જેવા અનેક દારૂ જુગારના બુટલેગરો બિનદાસ પોતનો ધંધો ચલાવી રહ્યા છે અને સાબરમતી પોલીસ મથકનો સ્ટાફ આવા બુટલેગરો છાવરી રહી છે.હવે SMC માં સિંઘમ અધિકારી તરીકેની ઓઢખ ધરાવતા નિરલિપ્ત રાય દ્વારા સાબરમતીમાં આવેલા અજય છારાના દારૂના અડ્ડા પર રેડ કરતા તેના ત્યાંથી દારુનો જથ્થો મળી આવતા હવે સુ સાબરમતી પીઆઇ પર પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પહેલાની જેમ સાબરમતી વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા ચાલુ રહેશે?