ગુજરાતમાં નશાખોરીનો પ્રમાણ ખૂબ જ હદે વધી રહ્યો છે. ગુજરાતના યુવાધનને હવે એમડી ડ્રગ્સ, ગંજાા ચરસ, કોકઇન સાથે નશાનાલ રવાડે ચડ્યા છે ત્યારે નશાખોરીના પ્રમાણ વધુ એક પર્દાથોનો ઉમેરો થયો છે હવે નશીલા પર્દાથમાં કફ સીરપનું સમાવેશ થઇ ચૂક્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મેડિકલો પર કફ સીરપનું વેચાણ ધૂમ રીતે વધી રહ્યો છે અમદાવાદ પોલીસે ગેરકાયદેસર રીતે થતા કફસીરપ વેચાણ સામે અમદાવાદપલીસે લાલઆંખ કરી ગેરકાયદેસર કફસીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં ગાયકવાડ પોલીસે 28 હજારની કિંમતનો કફસિરપની 28હજાર નંગ કબ્જો કર્યા છે જયાં જમાલપુર, કારંજ શાહઆલમ,કાલુપુર જેવા વિસ્તારો હવે નશાનો એપી સેન્ટર બનતો જઇ રહ્યો છે જેમાં નાના બાળકો પણ હવે નાશાના રવાડે ચડી નશાના અજગરી ભરડામાં વીંટળાઇ રહ્યા છે.
અમદાવાદ ગેરકાયદેસર વેચાતી કફસિરપને વેચાણ સામે જુદી-જુદી એજન્સીઓ દ્રારા દરોડા પાડવામાં આવે છે જણાવી દઇએ કે કફસીરપ દવા તેમજ નશા તરીકે પણ કામ કરે છે ઉધરસ સમયે જો તેને મર્યાદા પીએ તો દવાનું કામ કરે છે અને જો પૂરેપુરી ગટગટાવી જઇએ તો નશાનો કામ કરે છે અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી થોડેક દૂર આવેલા સોદાગરની પોળના એક મકાનમાં ફૈઝાન ઉર્ફે બાબુ કાળીયો 28,000ની કફ સિરપ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે ગેરકાયદેસર કફસિરપના જથ્થો રાખવા બાબતે ગુનોં નોંધી તપાસ હાથધરી છે
થોડાક દિવસ આગાઉ જુહાપુરાના એક બંધ ઘરમાંથી બાતમીના અધારે અમદાવાદ એસ ઓ જી એ 450થી વધુ ગેરકાયદેસર કફ સિરપની બોટલ સાથે 4 લોકોને ઝડપી પાડ્યા હતા નશા કાળા કરોબાર સામે જુદી-જુદી એજન્સીઓ એકશનમોડમાં જોવા મળી રહી છે.