રાજ્યમાં અંગદઝાડતી ગરમી પડી રહી છે.જેને લઇ દિવસને –દિવસે પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે,આ વખતે એપ્રિલ મહિનાથી ગરમીએ પોતાના રૌદ્ઘ સ્વરૂપ દેખાડવા શરૂઆત કરી હતી આ વખતે ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.ઘગધગતી ગરમીમાં રોગચાળાના કેસોમાં પણ ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે.જેમાં પાણીજન્ય રોગો ઝડા-ઉલટી કમળા સહિતના કેસોમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે.ગત મહિના કરતા આ મહિને ફરી રોગચાળાએ માથું ઉચક્યું છે.અમદાવાદ શહેરના દાણીલીમડા.ગોમતીપુર ,કુબેર નગર સહિતના વિસ્તારોમાં પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે જેને લઇ આ વિસ્તારોનું પાણી દૂષિત હોવાનું સામે આવ્યુ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદા બેન,LG હોસ્પિટલમાં રોગચાળાને લઇ દર્દીઓનો ભારે ઉભરાવો જોવા મળી રહ્યો છે.જેને લઇ સવારથી હોસ્પિટલદર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
Friday, May 3