હાલ સમગ્ર શહેરમાં એમડી માફિયાઓ બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે અને નાના નાના બાળકો સહિત યુવક યુવતિઓનવા નશાના રવાડે ચડાવી રહ્યા છે..તયારે શહેરના દાણીલીમડા વિસ્તારમાં કુખ્યાત ડ્રગ્સ માફિયા ઝીશાન મેમણ ઉર્ફે દત્તા પાવલેને સ્થાનિક લોકોએ ઢોર માર માર્યો હતો.જેમાં દત્તાને ગંભીર ઈજાઓ પોહચી હતી અને તેણે આઉટડોર સારવાર પણ લીધી છે અને આ સમગ્ર બનાવ અંગે દાણીલીમડા પોલીસે હાલ દત્તાની ફરિયાદ નોંધી છે પરંતુ મહ્ત્વની બાબત એ છે કે દત્તા ઘણા સમયથી દાણીલીમડા શાહઆલમ અને કાંકરિયા વિસ્તારમાં બિન્દાસ્ત ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હોવા છતાં પોલીસ કે તપાસ એજન્સી તેને ઝડપી પાડવાના બદલે છાવરી રહી છે…
ઝીશાન મેમન ઉર્ફે દત્તા પાવલેને સ્થાનિક લોકોએ મેથીપાક આપ્યો..
દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી..
સૂત્રોના જણાવ્યા મુજબ..દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઝારા ફ્લેટની સામે આવેલી સોસાયટીમાં રહેતો ઝીશાન મેમણ ઉર્ફે દત્તા પાવલે ઘણા સમયથી એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.દત્તા તેની સોસાયટીની બહાર જ પોતાની કાર આઈ 20માં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે.. આ અંગે ઘણી વાર સોસાયટીના લોકો દ્વારા દાણીલીમડા પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હોવા છતાં દત્તા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેને લઈને પણ સ્થાનિકોમાં રોષ અને ગુસ્સો છે.. જેમાં ગઈકાલે સોસાયટીમાં રહેતા એક યુવકને દત્તા જોર જબરજસ્તીથી એમડી ડ્રગ્સ ખાવા અને વેચવા દબાણ કરી રહ્યો હતો..જેની જાણ યુવકના ઘરે અને સ્થાનિક રહીશોને થતા તમામ લોકો એકત્ર થઇ ગયા હતા અને દત્તા પાવલેને આવું ના કરવા જણાવવામાં આવ્યું હતું પણ દત્તા એમડી ડ્રગ્સના નશામાં હતો અને તેના સાગરીતો સાથે લોકો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા જેમાં સ્થાનિક લોકોએ ભેગા મળીને દત્તા પાવલે અને તેના માણસોને ઢોર માર મારી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો પણ દત્તા એટલો નશામાં હતો કે તે સ્થાનિક લોકોને રોફ મારી બુમાબુમ કરતા જણાવ્યું હતું કે દાણીલીમડાનો નવો દાદા હું છું.કહી લોકો દત્તા પાછળ દોડ્યા હતા પણ દત્તા અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા..આઆ બનાવમાં દત્તાને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને હાથમાં 4 ટાકા આવ્યા છે અને દત્તાએ દાણીલીમડા પોલીસ મથકમાં 3 થી 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પણ મહત્વની બાબત એ છે કે દત્તા પાવલે દાણીલીમડા વિસ્તારમાં બીનદાસ્ત રીતે નાના બાળકોને જોર જબરજસ્તીથી એમડી ડ્રગ્સનું વેચાણ કરાવતો હોવા છતાં પોલીસ તેને કેમ છાવરી રહી છે તે પોલીસ પર મોટો સવાલ છે..