ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ થયાની ઘટના બની છે. એક શાર્પ શૂટરે બંને ટીમ પર ફાયરિંગ કર્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોઈ મોટી હસ્તીની હત્યા માટે શાર્પ શૂટર અમદાવાદમાં આવ્યો હતો. સીમા પારથી સોપારી લેવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી, આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે.
ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ થયાની ઘટના બની છે. એક શાર્પ શૂટરે બંને ટીમ પર ફાયરિંગ કર્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોઈ મોટી હસ્તીની હત્યા માટે શાર્પ શૂટર અમદાવાદમાં આવ્યો હતો. સીમા પારથી સોપારી લેવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી,આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે. જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થયો છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે શાર્પશૂટરે ફાયરિંગ કર્યું, તે ગુજરાતના કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હતો. તેને રિલીફ રોડ પર પકડવા જતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું.
ડીઆઈજી હિમાંશુ શુક્લ, એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કેકે. પટેલ અને ડીવાયએસપી બીપી રોજીયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે કોઈ અધિકારીને ઇજા થઈ ન હતી. આ ઘટનામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કહેવાઈ રહ્યું છે કે, પાકિસ્તાન તરફથી રાજકીય નેતાને મારવાની સોપારી મળી હોવાનું કહેવાય છે.