કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. ત્યારે હવે અમદાવાદથી વડોદરા વચ્ચેના એક્સપ્રેસ હાઈવે પર ગતિ મર્યાદા નક્કી થઇ છે. વાહન ચાલક હાઇવે પર 120 કિ.મીથી વધુ સ્પીડમાં વાહન ચલાવી શકશે નહીં. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો મોટો દંડ વસૂલાશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે સુધારેલા નવા મોટર વ્હીક્લ એક્ટના આધારે નવા ટ્રાફિક નિયમોના દંડના અમલ સાથે ઓવર સ્પીડિંગ માટે પણ એક્સપ્રેસ હાઇવેથી લઇને ગ્રામીણ વિસ્તાર માટે અલગ-અલગ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સાથે જ કઇ વ્હિકલ કેટલી સ્પીડમાં દોડી શકશે તેની જાહેરાત પણ કરવામાં આવી છે.
સીએમ વિજય રૂપાણીએ પણ જણાવ્યું છેકે, હવે ઓવર સ્પીડીંગ ચલાવવામાં આવશે. આ માટે ભારે વાહનો, કાર, બાઇક, ટ્રેક્ટર અને થ્રી વ્હિલર માટે અલગ-અલગ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિયમ 16 સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવશે. 16 સપ્ટેમ્બર બાદ કોઇપણ ઓવર સ્પીડ વાહન કેમેરામાં કેદ થશે તો તેની સામે કડક પગલા લેવાશે.