શહેરમાં અવાર-નવાર હિટ એન્ડ રનની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેમાં મોટા ભાગે ભારે વાહનો હંમેશા નાની ગાડીઓ કચડી અકસ્માત કરતા હોય છે.શહેરના રસ્તાઓ પર બેફામ વાહન હંકારનાર ડમ્પરચાલકની વધુ એક બેદરકારી સામે આવતા યુવતીએ જીવ ગુમાવ્યો છે.અમદાવાદના એસ જી હાઇવે પર સવારના સુમારે પૂરઝડપે એકટિવા ચાલવતી યુવતી ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ .
બનાવની વિગત એવી છે કે ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નિકિતા પંચાલ નામની યુવતી એસ જી હાઇવે પર ઝાયડસ હોસ્પિટલ તરફથી પૂરઝડપે એકટિવા લઇને પસાર થઇ રહી જો કે વિદ્યાર્થીનીએ એકટિવાના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ ચાલી રહેલા માટીના ડમ્પર સાથે ધડાકભેર અથડાઇ હતી જેને લઇ એકટિવા ચાલક યુવતીનો ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું હેલ્મેટ પહેર્યુ હતુ છતા ટક્કર એટલે ભયાનક હતી કે હેલ્મેટના બે ફાડિયા થઇ ગયા હતા અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો મૃતદેહને પી એમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કઇ રીતે અકસ્માત થયો હતો તે અંગે વધુ તપાસ હાથધરી છે.