રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંગદઝાડતી ગરમીને પગલે બપોરની સુમારે રસ્તાઓ સૂમસામ ભાસતા જોવા મળી રહ્યા છે. આ વખતની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આગ ઝરતી ગરમીને લઇ નદીઓ તળાવો પણ સુકકી ભઠ્ઠ જોવા મળી રહી છે. એક તરફ રાજ્યમાં અગનગોળા વરસાવતી ગરમીને લઇ ઠેર-ઠેર પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે.
કેટલાક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે તો બીજી તરફ શહેરમાં કેટલાક વિસ્તારોમાં લાખો લીટર પાણીનો વેડફાળ ભરઉનાળે જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ અધિકારીઓની ઉદાસીનતા અને ઇચ્છાશક્તિના અભાવે અમદાવાદના દાણીલીમડામાં આવેલા પરિક્ષિતલાલ નગર ખાતે પાણીના બોરમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ છે.
જેને લઇ ત્યાંથી પસાર રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. એક તરફ તંત્ર દ્રારા પાણી બચાવો પાણીનો વેડફાટ થતુ અટકાવો સહિતની સુફિયાણી સલાહો શહેરીજનોને આપતા હોય છે. અને બીજી તરફ તંત્ર બેદરકારીને પગલે લાખો લીટર પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ભરઉનાળે લાખો લિટર પાણીનો વેડફાટ#Ahmedabad #danilimda #GujaratiNews pic.twitter.com/CBPwTNnNpQ
— SatyaDay (@satyadaypost) June 3, 2022
આ અંગે વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકો દ્રારા કોર્પોરેશન કચેરી રજૂઆત કરવામાં આવી છતા આંખ આડા કાન જેવી સ્થિતિનું ઘાટ સર્જાયું છે.હવે જોવાનું એ રહ્યો કે તંત્ર પાણીનો બગાડ અટકાવવા કોઇ પગલું લેશે પછી અધિકારીઓની આ બાબાતને ઘોળીને પી જશે એતો સમય બતવાશે