દેશના જાહેર સેવક તરીકે પોતાની કામગીરીમાં નિષ્ઠા દાખવવા અને પારદર્શીતા લાવવા પ્રયત્નશીલ બની તંત્રના વિકાસ માટે ગરિમાપૂર્ણ કાર્યાે કરવાના બદલે કેટલીક જગ્યાએ પોલીસ વિભાગ સહિત સરકારી ખાતાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે અમદાવાદમાં રઘુ દેસાઈ નામના પૂર્વ કોન્સ્ટેબલ કે જે સોહરાબૂદીન એન કાઉન્ટર કેસમાં સરકારની સામે પડી સાક્ષી બન્યા હતા તેઓના પુત્ર કિશન દેસાઈ આજકાલ ભારે ચર્ચામાં આવી ગયા છે,પૂર્વ કોન્સ્ટેબલ રઘુ દેસાઈના પુત્ર કિશન દેસાઈ ઉપર આઈ.પી.એસ.અધિકારીના આર્શિવાદ હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે અને ક્રાઇમબ્રાન્ચના નામે કિશન દેસાઈ વહીવટ કરતા હોવાની બૂમ ઉઠવા પામી છે અગાઉ રાજકોટમાં પોલીસ વિભાગ ઉઘરાણી મામલે બદનામ થયા બાદ હવે અમદાવાદમાં પણ આવાજ ઉઘરાણીના મામલે સવાલો ઉભા કરી દીધા છે.
જોયણક ગામમાં રહેતા રઘુ દેસાઈ અને તેમનો દીકરો અનેક બેનામી સંપતિઓના માલિક હોવાની વાતો ભારે ચર્ચામાં આવી છે અને આટલી બધી સંપત્તિ કેવી રીતે મેળવી તે વાત તપાસનો વિષય બની છે.