અમદાવાદ : બીજેપી નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ પહેલા શાર્પ શૂટરે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.
ગુજરાતમાં મોટા કાંડને અંજામ આપવા માટે શાર્પ શૂટર આવ્યો હોવા અંગે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે ટીમ અમદાવાદની રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલ ખાતે દરોડા કરવા માટે પહોંચી હતી.
આ દરમિયાન આ ફાયરિંગ થયું હતું. આ મામલે રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે ગોરધન ઝડફિયાએ કહ્યું, હતું કે ‘અગાઉ મારી રેકી થઈ હતી’