અરવલ્લી બાયડ તાલુકા પંચાયતની વેબસાઈટમાં છબરડો સામે અાવ્યો છે. વેબસાઈટ અપડેટ કરવામાં ન આવતા ઓનલાઇન માહિતી ખોટી મળે છે. સરકારી કચેરી દ્વારા જ ડિજિટલ ઇન્ડિયાના ધજાગરા ઉડ્યા છે.
સરકારી વેબસાઈટો કેટલી અપડેટ થાય છે તે અા વાત પરથી સમજી શકાય છે. સરકારી કામકાજથી અામ પણ તમામ પરિચિત છે. ત્યારે જ્યારે તમામ જગ્યાએ સરકાર ડિજિટલ ઇન્ડિયાના બણગા ફુકે છે ત્યારે જોવાનું અેટલું જ કે કેટલી વાતો સાચી છે.