Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

hundai santro

હ્યુન્ડાઇએ ભારતમાં તેમની નવી સેંટ્રો લોંચ કરી છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત રૂ. 389, 900 નક્કી કરી છે. આ નવી કાર આધુનિક સ્ટાઇલિશ ટોલબોય ડિઝાઇન, પ્રીમિયમ કેબીન, નવી ટેક્નોલોજી,સારી સુરક્ષા અને સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવી છે. આ કાર ખાસ કરીને ફેમેલી ખરીદદારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ નવી કાર 7 કલરના વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે.

Read More
5g

૨૦૧૯ સુધીમાં ઘણા દેશોમાં 5G સર્વિસ શરુ થઈ જશે. ભારત પણ મેક ઈન ઈન્ડિયા ડિજિટલ ઈંડિયાને વધુ આગળ વધારવા માટે 5G એટલે કે ફિફથ જનરેશન ટેકનોલોજી લાવવાની તૈયારીમાં લાગ્યું છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટની સેવા આવવાથી જીવન પૂર્ણતઃ બદલાઈ જશે. 5G ન માત્ર ઈન્ટરનેટ સ્પીડને વધારી દેશે પરંતુ ટેકનોલોજીની દુનિયામાં પણ એક ક્રાંતી લઈ આવશે. 5Gના દોરમાં લાખો ડિવાઈસીસ એકબીજાના સંપર્કમાં રહેશે. તમારુ ડિવાઈઝ ઘર પર ઉપસ્થિત ડિવાઈઝ એટલે કે ફ્રિઝથી લઈને તમારા સિકયોરિટી સિસ્ટમ સુધી કનેકટેડ રહેશે. ભારતમાં 5G નેટવર્ક ૨૦૨૨ સુધી આવશે. સૌથી પહેલા તો એ જાણવું જરુરી છે કે 5G શું છે? 5Gને મોબાઈલ ઈન્ટરનેટને પાંચમી પેઢી કહી…

Read More
dth

એક ડીટીએચથી બે ટીવી ચલાવવા માટે પણ બે સેટ ટોપ બોક્સની જરૂર પડશે. કેમકે, એક સેટ ટોપ બોક્સથી એક ટીવીની ચેનલ્સ બદલી શકાય છે. આ માટે ‘એલએનબી આઉટ’ પોર્ટવાળું સેટ ટોપ બોક્સ જરૂર પડશે. બંને સેટ ટોપ બોક્સમાંથી એક એમપીઈજી-4 અને બીજો એમપીઈજી-2 હોવો જોઈએ. તેમાંથી એમપીઈજી-2 સેટ ટોપ બોક્સમાં એલએનબી ઈનની સાથે એલએનબી આઉટ બંને પોર્ટ આપવામાં આવ્યા હશે.

Read More
dava strip

આપણે કોઇ પણ દવાનું પત્તું(સ્ટ્રિપ) જોઇએ તો ખ્યાલ આવે છે કે બે દવાની વચ્ચે કાયમ જગ્યા રાખવામાં આવે છે. આ પાછળ ખાસ કારણ છે. તેમ કરવાથી દવાની સંપૂર્ણ માહિતી (તારીખ, તેના સંયોજનો, સમાપ્તિ વગેરે) છાપવાની જગ્યા મળે છે. દવાઓની ટીકડીઓ દૂર દૂર હોવાથી કેમિકલ રિએક્શન થવાની સંભાવના રહેતી નથી. દવાની સંખ્યા ગણવામાં મદદ મળે છે.

Read More
black money

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વિદેશમાં જમા કાળાં નાણાં વિરુદ્ધ હવે ઝડપથી કાર્યવાહી શરૂ થશે. ઇન્કમટેક્સ વિભાગે ભારતીયો દ્વારા વિદેશમાં જમા કરવામાં આવેલ કાળું નાણું અને ખરીદવામાં આવેલ પ્રોપર્ટીની વિગતો મેળવવા માટે કેટલાય લોકોને નોટિસો ફટકારી છે. નોટિસ બજાવીને તમામને આ માહિતી શેર કરવા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે એવી પણ ચેતવણી અપાઇ છે કે જો કોઇ ગરબડ બહાર આવશે તો નવા એન્ટી બ્લેક મની કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઇન્કમટેક્સ વિભાગ એવા લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે, જેમણે વિદેશમાં ખરીદેલી પ્રોપર્ટીની માહિતી સરકારને આપી નથી. આમાંના કેટલાકની ઓળખ પણ થઇ ચૂકી છે અને તેમને નોટિસ બજાવવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગે…

Read More
mol parking

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા અમદાવાદ પોલીસે હાઇકોર્ટના નિર્દેશ બાદ શરૂ કરેલી ઝુંબેશના ભાગરૂપે શોપિંગ મોલ અને મલ્ટિપ્લેક્સમા આવતા વાહન ચાલકોને મફત પાર્કિંગની સુવિધા આપવા દેશ આપ્યો હતો. જેને મોલ અને મલ્ટિપ્લેક્સના માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મોલ અને મલ્ટિપ્લેક્સમાં આવતા ગ્રાહકોને પ્રથમ કલાક મફત પાર્કિંગની સુવિધા આપવા આદેશ આપ્યો હતો. જોકે આ આદેશથી નારાજ કેટલાક મલ્ટિપ્લેક્સ માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે. ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે રાજ્ય સરકારે પાર્કિંગ માટે કોઈ પોલિસી બનાવી નથી તેના કારણે ગ્રાહકોને સાવ મફત પાર્કિંગની સુવિધા પૂરી પાડી શકાય નહીં.…

Read More
diwali fatakda

દેશભરમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર રોક લગાવવા માટે દાદ માગતી પિટિશન પર સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ જારી કરીને જણાવ્યું છે કે માત્ર લાઇસન્સવાળા દુકાનદારો જ ફટાકડા વેચે તે સુનિશ્ચિત કરવામાં આવે. સાથે-સાથે સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ફટાકડાનું ઓનલાઇન વેચાણ અદાલતના આદેશની અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) ગણવામાં આવશે એટલું જ નહીં, ઓછું પ્રદૂષણ અને ઉત્સર્જન કરતા ફટાકડાના વેચાણને મંજૂરી આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય…

Read More

મહારાષ્ટ્રના દહાણુ તાલુકાના કાંઠા વિસ્તાર ચીખલા દરિયા પાસે સોમવારના મોડી સાંજે દરિયા કિનારે એક સંકાસ્પદ બોટ દેખાઈ આવતા ગામ જનો એ પોલીસને જાણ કરતા ફાયરિંગ નો બનાવ બન્યો છે આંતકવાદી આવ્યા હોવાના સમાચાર થી મહારાષ્ટ્રની પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને મહારાષ્ટ્ર ને શીલ કરવાની તજવીજ હાથ ધરી છે ફાયરિંગ થી લોકો પણ ભયભીત થઈ રહ્યા છે અને લોકો ની ચર્ચા મુજબ હિન્દૂ ઓનો મોટો તહેવાર ગુજરાતમાં નવરાત્રી ના ગરબા રમતા સમયે કઈક મોટૉ અંજામ આપવાનું ચર્ચાઈ રહ્યું છે ઘટના બની જે હકીકત સત્ય છે કાતો આ ઘટના માં કોઈક મોકડ્રાઇલ છે કે સુ તેવા એનેક પ્રશ્નો પણ ચર્ચા માં…

Read More
bhcbhc

સુરત : બીટકોઈન કેસના મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડ અંગે એક્સક્લૂઝીવ રિપોર્ટ પ્રમાણે અનેક લોકોના નામ બહાર આવવાની સંભાવના જોવામાં આવી રહી છે. દિવ્યેશ દરજી સાથે સીધી રીતે આર્થિક કનેકશન ધરાવતા સુરતના અનેક લોકો અને બિલ્ડરો સાણસામાં આવી શકે એવી સંભાવના નકારી શકાતી નથી. બીટકોઈન કેસના મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજી સાથે સુરતના મહાખેપાની બિલ્ડરોએ કરોડો રૂપિયાનું કાળું નાણું દુબઈમાં સગેવગે કરી નાંખ્યું છે. દિવ્યેશ દરજી સાથે સાંઠગાંઠ ધરાવતા લોકોએ જે પ્રકારે દેશને આર્થિક ફટકો માર્યો છે તે જોતાં તપાસ કરી રહેલી પોલીસની પણ આંખો પહોળી થઈ જાય તેવું આ મહાકૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરતના અડાજણ વિસ્તાર અને…

Read More
DivyeshDarji

સુરત : ચકચાર જગાવી દેનારા બીટકોઈન કેસમાં એક પછી એક નવા ધડાકા થઈ રહ્યા છે. બીટકોઈન કાંડના મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજી અંગે ચોંકાવનારી વિગતો હાથ લાગી રહી છે. દિવ્યેશ દરજીના દુબઇની બેન્કોમાં અધધધ કહી શકાય તેટલા રૂપિયા અને માલ-મિલ્કતો હોવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે. દિવ્યેશ દરજીએ આચરેલા બીટકોઈન કાંડમાં પોલીસ હજુ સુધી રૂપિયાની સંપૂર્ણ રિકવરી કરી શકી નથી. તેવામાં આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી પ્રમાણે દરજીએ દુબઇની બેન્કોમાં અબજો રૂપિયાની કાળી કમાઈ છૂપાવી રાખી છે. ભારત દેશને આર્થિક ફટકો મારી દિવ્યેશ દરજીએ ગલ્ફના રાષ્ટ્રોની બેન્કોનું તરભાણું કર્યું હોવાની હકીકત સામે આવતાં ખુદ પોલીસ પણ ચોંકી જવા પામી છે.…

Read More