સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સી બાદ હવે ટેક્સ ચોરીના મામલામાં રીયલ મેડ્રિડના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ ફસતો નજરે પડી રહ્યો છે. સ્પેનની સ્ટેક્સ ઓથોરીટીનું માનવુ છે કે, ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૮.૮૫ મિલીયન ડોલરની ટેક્સ ચોરી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રોનાલ્ડો પર આ ટેક્સ ચોરીનો આરોપ વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન થયેલ આવક મામલે છે. ઈન્કમટેક્સ વિભાગનું માનવુ છે કે આ સમય દરમિયાન રોનાલ્ડોએ પોતાની આવકનો યોગ્ય હિસાબ રજુ કર્યો નથી. જોકે, આ મામલે હજી સુધી ઈન્કમટેક્સ વિભાગે રોનાલ્ડોને કોઈ નોટિસ ફટકારી નથી. ઈન્કમટેક્સ વિભાગ અત્યારે રોનાલ્ડો સાથે કઈ રીતે મજબૂત કેસ બનાવી શકાય તે અંગે ચર્ચા કરી રહ્યુ છે. કારણકે…
કવિ: SATYA DESK
ગતરોજ ભાજપપ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં હાલના ૨૮૨ સભ્યના સંખ્યાબળને અતિક્રમીને વધુ બેઠક હસ્તગત કરશે. ભાજપ સામે વિસ્તૃત મોરચો રચીને ટક્કર લેવાનો સખત પ્રયાસ કરતા વિરોધપક્ષોનો કોઈ પણ ગજ વાગશે નહીં, પડકારને પક્ષ પહોંચી વળશે. તેમણે ગુજરાતની ચૂંટણીમાં પણ વિજય રૂપાણી મુખ્ય પ્રધાનપદના પક્ષના ઉમેદવાર હશે, એવો સંકેત આપ્યો હતો. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં હરીફ પક્ષોનો પછડાટ આપીને ઝળહળતો વિજય ચૂંટણીઓમાં મળ્યો એ બાદ આત્મવિશ્વાસથી છલકાતા શાહે જણાવ્યું હતું કે ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ કરીને ભારે સફળતા મેળવી હતી. એટલું જ નહીં, પશ્ચિમ બંગાળ, તેલંગણાના, ઓડિશા અને કેરળ જેવા રાજયોમાં પણ ભાજપના દેખાવમાં સુધારો થયો…
બોલીવુડ અભિનેતા આમિર ખાનની ફિલ્મ દંગલ ચીનમાં રીલીઝ થતાની સાથે જ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી કે હવે આ બાહુબલી-૨ને પાછળ છોડી દેશે. થોડો સમય લાગ્યો પરંતુ ચીનમાં મળેલ જબરદસ્ત રીસ્પોન્સ બાદ દંગલે પ્રભાસની ફિલ્મ બાહુબલી-૨ને પછાડી દીધી છે. નવા બોક્સ ઓફિસ આંકડા મુજબ, ભારતમા દંગલની કમાણી (તમામ વર્ઝન) મળીને ૭૧૮ કરોડ હતી. જ્યારે બાહુબલીના તમામ વર્ઝનની કમાણી ૧૨૫૩ કરોડની છે. જ્યારે દંગલનું ઓવરસીઝ કલેક્શન ૧૦૨૫ કરોડ છે તો બાહુબલી-૨નું ૨૭૭ કરોડ. જ્યારે બાહુબલી-૨ની વર્લ્ડવાઈડ કમાણી ૧૫૩૦ કરોડ પહોંચી છે. જોકે, આ મામલે દંગલે બાહુબલી-૨ને પછડાટ આપી છે. ચીનમાં રીલીઝ થયા બાદ દંગલની વર્લ્ડવાઈડ કમાણીનો આંકડો વધ્યો અને તે…
મુંબઇ : સામાન્ય ટિકીટ કંડક્ટરથી દક્ષિણમાં ભગવાન તરીકે પૂજાતા અભિનેતા સુધીની સફર કરનારા સુપરસ્ટાર રજનીકાંત ટૂંક સમયમાં રાજકારણની સફર શરૂ કરે એવી શક્યતા છે. રજનીકાંત રાજકારણમાં પ્રવેશે એ અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો થઇ રહી હતી પરંતુ હવે રજનીકાંતના ભાઇએ આપેલા એક નિવેદનને પગલે આ અટકળોને વેગ મળ્યો છે. રજનીકાંત જુલાઇ મહિનાના અંત સુધીમાં પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી શકે એવું નિવેદન રજનીકાંતના ભાઇ સત્યનારાયણ રાવ ગાયકવાડે આપ્યું છે. થોડા સમય પહેલા જ રજનીકાંતે પોતાના ચાહકોને સંબોધ્યા હતા ત્યારબાદ તેમના ભાઇએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. ચાહકોને સંબોધતા વખતે સીધી રીતે તો રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવા અંગે કોઇ વાત કરી નહોતી.…
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં કથિત જાસૂસીના કેસમાં મોતની સજા મેળવેલ ભારતીય નાગરિક કૂલભૂષણ જાધવને જલ્દી ફાંસી આપવા માટેની માંગણી કરતી ત્યાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે જો જાધવ પોતાની ફાંસીની સજા બદલવામાં નિષ્ફળ રહે છે તો તેનો સજાનો અમલ જલ્દીથી જલ્દી થવો જોઇએ. સુપ્રીમ કોર્ટના વકીલ મુજમિલ અલીએ વિપક્ષના નેતા અને પૂર્વ સીનેટ અધ્યક્ષ ફારૂક નાઇક તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સંઘીય સરકારને એવું સુનિશ્વિત કરવાના નિર્દેશ આપવાની માંગણી કરવામાં આવી છે કે જો જાધવ તરફથી કોઇ અપીલ ઘણા સમયથી પડી છે તો એની પર જેશના કાયદાના અનુરૂપ જલ્દી કોઇ…
સ્કીલ ડેવલપમેન્ટ સમયની માંગ છે, દેશના ઝડપી વિકાસ માટે આધુનિક શિક્ષણની આવશ્યકતા છે ત્યારે સમયની માંગ મુજબના અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓ સરકારના શૈક્ષણિક કાર્યમાં પુરક બની રહી છે અને તેમાં વિવિધ દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે, એમ કેમીકલ અને ફર્ટિલાઇઝર, રોડ અને ટ્રાન્સપોર્ટ, હાઇવે એન્ડ શિપિંગ વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ કૌશિક હરીયા એજ્યુકેશન ફાઉન્ડેશન-વાપી દ્વારા સાયન્સ કૉલેજ ખાતે નવનિર્મિત પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંસ્થામાં આવનાર વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવશે. જે તેમના ભવિષ્ય નિર્માણમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તેમણે સરકારશ્રીની શૈક્ષણિક યોજનાઓ અંગે…
વડોદરા શહેરમાં આજે એક સાથે પાંચ હજાર લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ અગાઉ આ રેકોર્ડ મેક્સિકોના નામે હતો. જેમાં એકસાથે 1700 લોકો સ્વચ્છતા માટે જોડાયા હતા. આમ આજે વડોદરા શહેરમાં એકસાથે 5 હજાર લોકોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ સ્વચ્છતા અભિયાનમાં 5 હજાર અને 58 લોકો જોડાયા હતા. આ કાર્યક્રમનું વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આમ વડોદરાવાસીઓએ ગીનીસ બુકમાં અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ દેશભરના લોકો આ…
લંડન : કમ્પયુટરની એક વૈશ્વિક ગડબડનાં કારણે બ્રિટિશ એરવેઝની હીથ્રો એપોર્ટ ખાતેથી ઉપડતી શનિવારની તમામ ઉડ્યનો રદ્દ કરવી પડી હતી. જેનાં કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિટિશ ધ્વજવાહન વિમાન સેવાએ સિસ્ટમમાં આવેલી વૈશ્વિક ગડબડ માટે માફી માંગી અને કહ્યું કે તે જેટલું શક્ય બને આ ગોટાળાને દુર કરવાનાં પ્રયાસો કરી રહી છે. હીથ્રો એરપોર્ટે કહ્યું કે તે બ્રિટિશ એરવેઝની સાથે મળીને આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેટલી ઉડ્યનો રદ્દ થઇ અને અન્ય કેટલી પ્રભાવિત થઇ તે અંગે હજી સુધી કોઇ માહિતી નથી મળી. જો કે હીથ્રો ગેટવિક અને બેલફાસ્ટમાં એરલાઇન્સનાં યાત્રીઓએ સમસ્યાનો ઉલ્લેખ કર્યો…
ભારતમાં ઝીકા વાયરસે દસ્તક દીધી છે, દુનિયાના ઘણા ભાગોમાં તબાહી મચાવ્યા બાદ ભારતમાં હવે ઝીકા વાયરસે પગ પેસારો કર્યો છે., અમદાવાદમાં પહેલીવાર ખતરનાક ગણાતા ઝીકા વાઇરસે દેખા દીધી છે. અમદાવાદમાં નોંઘાયેલા ત્રણ કેસ ઝીકા વાયરસના હોવાનું ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખાતરી કરવામાં આવી છે. જેમાં જાન્યુઆરી મહિનામાં થયેલા ગર્ભવતી મહિલાના રિપોર્ટનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત તો એ છે કે, આ ત્રણેય કેસ અમદાવાદના બાપુનગર વિસ્તારના જ છે., મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર-ગવર્મેન્ટે જણાવ્યા અનુસાર, સૌ પ્રથમ બી.જે. મેડિકલ કોલેજમાં થયેલા RT-PCR ટેસ્ટમાં આ ત્રણેય કેસ ઝીકા વાયરસના હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 32મી વખત ‘મનની વાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે. ‘મનની વાત’ના આ સંસ્કરણમાં પીએમ મોદીએ દેશના દરેક લોકોને દેશવાસીઓને રમઝાનની શુભકામનાઓ આપી. રમઝાનનો પવિત્ર મહીનો શાંતિ, એક્તાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે. અમે સવા સો કરોડ દેશવાસીઓ એ વાતનો ગર્વ કરી શકીએ છીએ કે દુનિયાના દરેક સંપ્રદાય ભારતમાં હાજર છે. દરેક પ્રકારની વિચારધારા, દરેક પ્રકારની પૂજા પદ્ધતિ, દરેક પ્રકારની પરંપરા, અમે લોકોએ એક સાથે જીવવાની કળા આત્મસાત કરી છે. હું ખૂબ ખુશ છું કે આપણી યુવા પેઢી દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામો માટે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. આજે વીર સવારકરની જન્મજયંતિ છે્. હું દેશની…