જરાતી ફિલ્મ ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ 19મી એપ્રિલના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસની અંદર એક કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ચાહકોમાં આ ફિલ્મ ઘણી જ લોકપ્રિય છે. આ ફિલ્મ લવ-સ્ટોરી પર આધારિત છે, જેમાં શૌચાયલના કેર ટેકર તથા કામવાળી વચ્ચે પ્રેમના અંકુરો ફૂટે છે. આ ફિલ્મમાં મહેસાણી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી હતી કે Gujarati film #KarsandasPayAndUse Fri 23.13 lakhs, Sat 27.71 lakhs, Sun 45.17 lakhs, Mon 27.59 lakhs, Tue 30.41 lakhs. Total: ₹ 1.54 cr. આ ફિલ્મ ગુજરાત તથા મહારાષ્ટ્રના 144 સ્ક્રિન્સમાં રીલિઝ થઈ છે.
કવિ: SATYA DESK
વાપી દમણ રોડ ચલા રોડ પર આવેલ જેડી ડાન્સ ગ્રુપ તેમજ કરાટે તાલીમ વર્ગની મુલાકાતે આવેલ બૉલીવુડ ના નવરત્ન તેલ ની અમિતાભ જોડે અભિનય કરેલ એક્ટર અભિષેક ખન્ના અને કાસ્ટિંગ ડાઈરેક્ટર અમર ગુપ્તા વાપી ના મહેમાન બન્યા હતા કલાકાર અભિષેક ખન્નાએ યુવાનો બાળકો અને યુવતીઓ જોડે પોતાના બોલીવુડના જીવન આધારિત વાતો કરી હતી અને તેઓ તારક મેહતાના ઉલ્ટા ચશ્માં ના ટીવી સીરીઅલ માં મેહમાન કલાકાર તરીકે રોલ બજાવ્યો છે અન્ય જાહેરાતમાં પિયુ ઈન્ડિગો કલર , નવરત્ન તેલ ની જાહેરાતમાં અમિતાભ બચ્ચન જોડે અભિનય કરી ચુક્યા છે અને હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના જાહેરાતમાં પણ તેઓ પોતે એડ કરી રહ્યા છે…
ભારતીય વાયુસેનાના લાપતા થયેલા સુખોઈ વિમાનની 24 કલાક થઈ જવા હજુ સુધી કોઈ ભાળ મળી નથી. વાયુસેનાએ લાપતા વિમાનનને શોધવા સી-130 વિમાન અને હેલીકોપ્ટરને કામે લગાડ્યા છે, પરંતુ મોસમ ખરાબ હોવાના કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. ગઈકાલથી જ વાયુસેના અને સ્થાનીક તંત્ર દ્વારા વિમાનની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી દેવામાં આવી હતી.મંગળવારે આસામના તેજપુર એરપોર્ટ પરથી વિમાને સવારે 10.30 કલાકે ઉડાન ભરી હતી પરંતુ 11.10 બાદ તેનો રેડિયો અને રડાર સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાન તેજપુરથી 60 કિમી ઉત્તર-પશ્ચિમ દિશામાં ઉડાન ભરી રહ્યું હતું. જે ચીનની સીમાથી આશરે 250 કિમી દૂર છે.પ્લેનમાં 2 પાયલોટ સવાર હોવાનું કહેવામાં…
ચાઈનીઝ કંપની Xiaomi પોતાની ધમાકેદાર ફ્લેશ સેલ માટે જાણીતી છે. કંપનીએ મંગળવારે યોજેલ Xiaomi Redmi 4 સ્માર્ટફોનનાં પ્રથમ ફ્લેશ સેલમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. શ્યાઓમીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે, સેલમાં માત્ર 8 મિનિટમાં 2.5 લાખ Redmi 4 સ્માર્ટપોન વેચાઈ ગયા. ફોનનું આ વેચાણ એમેઝોન ઇન્ડિયા અને કંપનીની સત્તાવાર સાઈટ પર બપોરે 12 કલાકે યોજાયું હતું. સેલ શરૂ થતા જ એમેઝોન ર ગ્રાહકોનો ઘસારો એટલો વધી ગયો હતો કે થોડા સમયમાં જ સાઈટ ડાઉન થઈ ગઈ. જેના કારણે અનેક ગ્રાહકો ફોન ખરીદવાથી ચૂકી ગયા.કંપનીએ ભારતમાં રેડમી નોટ 4ના ત્રણ વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. પરંતુ ગઇકાલના સેરમાં તેના 2 વેરિઅન્ટ જ…
ટાટા મોટર્સ ઘરેલુ સ્તર પર મેનેજમેન્ટ સ્તર પર 1,500 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે. કંપનીએ રિસ્ટ્રક્ચરીંગ અંતર્ગત આ નિર્ણય કર્યો છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તથા સીઈઓ ગુએન્ટેર બટ્સચેકે કહ્યું કે કુલ 13,000 મેનેજર છે જેમાંથી 10થી 12 ટકા એટલે કે 1,500 સુધીના કર્મચારીઓને છૂટા કર્યા છે. કંપની નાણાંકીય પરિણામની જાહેરાત બાદ આ વાત કરી હતી.ટાટા મોટર્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરસી રામકૃષ્ણને જણાવ્યું કે, અમે કર્મચારીઓની ભૂમિકા અને જરૂરતનું ખૂબ ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. આ નિર્મય સુધી પહોંચવામાં અમને 6-9 મહિનાનો સમય લાગ્યો છે. અમે છટણીના સમયે પરફોર્મન્સ અને નેતૃત્વ ક્ષમતા જેવી ખૂબિઓને ધ્યાનમાં રાખી છે.ટાટા મોટર્સના અધિકારી દાવો કરે છે કે,…
ગોધરાના બી.એન. ચેમ્બરમાં આવેલ ગ્લોબલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સીનો સંચાલક અસંખ્ય લોકો સાથે લાખોની ઠગાઈ કરી ફરાર થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ટુર્સના સંચાલકે સાઉદીયામાં હજ ‘ઉમરાહ અને હાજીઓની સેવા માટે મોકલવાના નામે લોકો પાસેથી લાખોની રકમ ખંખેરી લીઘી હતી. ગોધરાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બી.એન.ચેમ્બર્સમાં ઓફિસ ભાડે રાખી ભેજાબાજ છેલ્લા દોઢ મહિનાથી નેટવર્ક ચલાવતો હતો. લોકોને લોભામણી સસ્તા દરની ટુર્સની લાલચ આપી ફસાવતો હતો. ભોગ બનનાર મોટાભાગના લુણાવાડા ‘ કાલોલ બાલાસિનોર અન શહેરા’ના હોવાનું સામે આવ્યું છે. હાલ ભોગ બનનારા તમામ લોકો એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી રહ્યા છે. ત્યારે હજુ આ ગઠિયાના…
મુંબઈ,તા. ૨૩ : ડોલર સામે રૂપિયામાં આજે સાત સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. તેમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના ભાગમાં ભારતીય સેનાએ હુમલો કરીને અનેક કેમ્પોને ફૂંકી મારવામાં આવ્યા બાદ તેની અસર રૂપિયા ઉપર પણ થઇ હતી. રૂપિયો આજે ૬૪.૮૯ની સપાટીએ રહ્યો હતો. ત્રીજી એપ્રિલના દિવસે છેલ્લે આ સપાટી જોવા મળી હતી. રૂપિયામાં અગાઉના સેશનની સરખામણીમાં ૦.૫૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રૂપિયો આજે ડોલર સામે ૬૪.૬૫ની સપાટીએ ખુલ્લો હતો ત્યારબાદ ૬૪.૮૯ની સપાટીએ પહોંચી ગયો હતો. એશિયામાં ભૌગોલિક સ્થિતિ ચિંતાજનક બનેલી છે. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં પાંચ ટકાનો સુધારો થઇ ચુક્યો છે. વિદેશી…
ઓલમ્પિક ટાસ્ક ફોર્સે ટોકિયોમાં ૨૦૨૦માં રમાનાર ઓલમ્પિક ગેમ્સની તૈયારીઓ માટે એક સર્વ સત્તાધીશ સંચાલન સમિતિ બનાવવાની ભલામણ કરી છે. એટલુ જ નહીં ટાસ્ક ફોર્સે ભારતીય કોચોની સેલેરી પરથી મહત્તમ મર્યાદા હટાવવાની પણ ભલામણ કરી છે. આગામી ૩ ઓલમ્પિક રમતોનુ આયોજન કરવા માટે આ ટાસ્કફોર્સની રચના ભારતીય રમત ગમત મંત્રાલયે કરી છે. આ સભ્યોની આ ટાસ્કફોર્સે રમત ગમત મંત્રી વિજય ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૦ની ઓલમ્પિક સમીટની તૈયારીઓને લઈને ચર્ચા કરાઈ હતી. જે દરમિયાન ટાસ્કફોર્સે એક સંચાલન સમિતિનું નિર્માણ કરવાની ભલામણ કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પર્ફોમન્સ ડાયરેક્ટરની પણ નિમણૂંક કરવાની ભલામણ કરાઈ છે. આ ઉપરાંત…
વી દિલ્હી: જીએસટી લાગુ થયા બાદ કેબલ અને ડીટીએચ સેવાઓ સસ્તી થઇ જશે. સ્માર્ટફોન, મેડિકલ ઉપકરણ, આયુર્વેદિક અને હોમ્યોપથિક (આયુષ) દવાઓ અને સિમેન્ટના ભાવ પણ ઘટશે. નાણામંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં આ વાત કહી હતી. તેના અનુસાર હાલ કેબલ અને ડીટીએચ પર 15 ટકા સર્વિસ ટેક્સ સાથે રાજ્યોનો એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ પણ લાગે છે. તે 10-30 ટકા સુધી છે. જીએસટીમાં માત્ર એક ટેક્સ 18 ટકાના દરે લાગશે.સિનેમા ટિકિટ પર હાલ સર્વિસ ટેક્સ સાથે એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ લાગે છે. મંત્રાલયના અનુસાર એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ રાજ્યોમાં 100 ટકા જેટલો છે, પણ જીએસટીમાં માત્ર 28 ટકા લાગશે. જેના કારણે દર્શકોને ઘણો ફાયદો થશે તેમજ ટેક્સના નામે તેમની…
મુંબઈ. શીના બોરા મર્ડર કેસની તપાસ કરી રહેલા મુંબઈ પોલીસના એક ઈન્સ્પેક્ટરની પત્નીની આજે સવારે ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા બાદ તેનો દીકરો અને પરિવારનો સભ્ય લાપતા છે. ઉપરાંત મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે પહોંચીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.મુંબઈના સાંતાક્રુઝ વેસ્ટમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર ગણેશ્વર ગાનોરની પત્ની દીપાલીનું તેના જ ઘરમાંથી શબ મળી આવ્યું છે. ઘટના બાદ તેનો દીકરો લાપતા છે. ઉપરાંત પરિવારનો એક સભ્ય પણ ગુમ છે. તેથી હત્યામાં પરિવારના જ કોઈ વ્યક્તિની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ ગણેશ્વર સ્તબ્ધ છે.મુંબઈ પોલીસના ઈન્સ્પેક્ટર ગણેશ્વર ગાનાર…