અમદાવાદઃ ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન હોલ્ડર એસોસીએશનએ અલ્ટીમેટમ પાઠવ્યું છે. રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોની પડતર માગણીઓ અને યોગ્ય વળતર તેમજ કમિશનની સરકાર માં તેમજ પુરવઠા વિભાગમાં અનાર-નવાર રજૂઆતો બાદ પણ સાનુકૂળ ઉકેલ ન આવતા ૨૮મી મેથી અચોકકસ મુદત માટે જાહેર વિતરણ વ્યવસ્થાથી તેઓ અળગા રહેશે. રાજ્યભરના રેશન દુકાનદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને સામુહિક રાજીનામા આપવા સુધીની ચીમકી આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી અને પુરવઠા વિભાગના અગ્રસચિવને એસોસિએસને પત્ર પાઠવી ચીમકી આપી છે. એસોસિએસનના પમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ વિવિધ વિભાગોને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે આ મુદ્દે જણાવ્યું કે ગુજરાતમાં લગભગ…
કવિ: SATYA DESK
વડોદરા: રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, ત્યારે વડોદરાના સયાજીગંજ કાલાઘોડા બ્રિજ પાસે સોમવારે લાગેલા શંકરસિંહ વાઘેલા ની તસવીર સાથે બાપુની સરકારના હોર્ડિંગ્સ લાગતાં રાજકીય મોરચે ઉત્તેજના વ્યાપી છે. હોર્ડિંગ્સ કોને લગાવ્યા તે મુદ્દે ભાજપ-કોંગ્રેસ છાવણીમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા-બાપુ એક તરફ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કરવા કેન્દ્રિય મોવડી મંડળ સમક્ષ માગણી કરી રહ્યા છે. પરંતુ મોવડી મંડળ તરફથી આ અંગે કોઇ જ પ્રત્યુત્તર નહીં મળતાં બાપુની છાવણીમાં નારાજગી વ્યાપી છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વચ્ચે ચાલતી જૂથબંધીને કારણે પણ ગુજરાત કોંગ્રેસમાં…
વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી એરલાઈન્સ અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સની એક ‘ગંભીર ભૂલ’ને કારણે ફ્રેન્ચ બોલતી એક મહિલા પેરિસને બદલે સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગઈ હતી ! આ મહિલાએ આ ભૂલને કારણે વિરુદ્ધ દિશામાં આશરે ૪,૮૦૦ કિલોમીટરથી વધુનો વિમાન પ્રવાસ કરી નાખ્યો હતો. વિમાની કંપનીએ છેલ્લી ઘડીએ ગેટ ચેન્જની જાણ ન કરતાં મહિલા ખોટા વિમાનમાં બેસી ગઇ હતી, જેને કારણે આમ બન્યું હતું. એરરલાઈન્સે મહિલાની માફી માગી અને તેને થયેલી હેરાનગતિપેટે વળતરની ચુકવણી કરી હતી. અંગ્રેજી ન બોલી શકતી લુસી નામની આ મહિલા ૨૪ એપ્રિલે નેવાર્કથી પેરિસ જવા વિમાનમાં બેઠી હતી. ‘નેવાર્ક ટુ ચાર્લ્સ દ ગોલ’ તેમ મહિલાના બોર્ડિંગ પાસ પર લખેલું…
( વેસ્ટર્ન રેલવે કમિટી)નાં સુરત ખાતેનાં મેમ્બર અને સુરતનાં વતની તેમજ સુરત શહેર કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ હબીબ વોરાએ માજી કેન્દ્રિય મંત્રી શ્રી તુષાર ચૌધરીની બોગસ સહી કરી VIP કોટામાં રેલવેમાં ટિકિટો બુક કરાવવાનું કૌભાંડ લાંબા સમયથી આચરેલું. પરંતુ હાલમાં જ તેમણે VIP કોટામાં 5-6 વ્યક્તિઓની ટિકિટ બુક કરવા માજી કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરીની ભલામણપત્ર પોતાની બોગસ સહીથી આપેલો. ભલામણપત્ર પર સહી જોતાં સુરતનાં RMO ( રેલવે મેનેજમેન્ટ ઓફિસર)ને શંકા જતાં તેમણે તુષાર ચૌધરીની ઓરીજનલ સહી સાથે ભલામણપત્ર પર સહીની ખરાઈ કરતા એ સહી બોગસ જણાઈ આવતા RMOએ કાયદાકીય પગલાં ભરવાની હિલચાલ કરતા હબીબ વોરાએ RMO સમક્ષ કાકલૂદી અને…
GST નો કાયદો પસાર કરવા માટે આગામી તા. ૯ મેના રોજ ગુજરાત વિધાનસભાની એક દિવસની બેઠક બોલાવવામાં આવી હોવાનું રાજ્યના સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગુજરાતના સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંગેનો કાયદો (GST), રાજયમાં તા.૦૧.૦૭.૨૦૧૭થી અમલમાં લાવવા માટે ગુજરાત વિધાનસભામાં આ અંગેનું વિધેયક પસાર કરવાનું જરૂરી છે. જેના અંતર્ગત આગામી તા. ૯ મી મે ૨૦૧૭ ના રોજ ગુજરાત વિધાનસભાની એક દિવસની બેઠક મળશે. પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું સભાગૃહ જે તા.૩૧મી માર્ચના રોજ અધ્યક્ષે અચોક્કસ મુદત માટે મુલત્વી રાખ્યું છે, તેની એક દિવસની બેઠક આગામી તા.૯મી મે-૨૦૧૭ના રોજ બોલાવવા…
વડોદરાઃ હાલોલના જનરલ મોટર્સ કંપનીના કાર પ્લાન્ટને અખાત્રીજના દિવસે એટલે કે ૨૮મી એપ્રિલના રોજ આખરે તાળાં વાગી ગયા હતાં અને પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ પ્લાન્ટમાં ૧૦ લાખ કાર બની છે. અંતિમ દિવસે કર્મચારીઓએ ૬૨ કાર બનાવી હતી. બપોરના ૩-૨૦ કલાકે પ્લાન્ટમાં છેલ્લી કાર બની હતી. પ્લાન્ટમાં કામ કરતા ૫૫૦ જેટલા કાયમી કર્મચારીઓ અને અન્ય હંગામી કર્મચારીઓમાંથી કેટલાક અંતિમ દિવસે ભાવુક બનીને રડી પડ્યા હતા. પ્લાન્ટમાં કામ કરતા ૫૫૦ કર્મચારીઓને કંપનીએ મહારાષ્ટ્રના તાલેગાવ પ્લાન્ટમાં ટ્રાન્સફરના ઓર્ડર આપ્યા હતા. કામદાર સંગઠનના રચિત સોનાની જણાવ્યા પ્રમાણે, એક પણ કર્મચારીએ ટ્રાન્સફરનો ઓર્ડર સ્વીકાર્યો ન હતો. જેના પગલે કંપનીએ એમને…
અમદાવાદ એરપોર્ટ પર કતાર એરલાઈન્સે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શરમ રાખ્યા વિમાન તેમના પુત્ર જૈમિન પટેલને વધારે પડતું દારૂનું સેવન કરેલ હોવાથી ફ્લાઈટમાં ન જવા દઈ પરત મોકલી દીધોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યની ભાજપ સરકારે દારૂબંધીનો કડક અમલ કાગળ ઉપર કર્યોના દાવાઓની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પુત્ર જૈમિન નીતિન પટેલ પત્નિ ઝલક જૈમિન પટેલ અને પુત્રી વૈશ્વી જૈમિન પટેલ આજરોજ વહેલી સવારે ૪.૦૦ વાગ્યાની કતાર એરલાઈન્સની ફ્લાઈટમાં ગ્રીસ જવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો. જૈમિન પટેલે ખુબ દારૂ પીધેલ હોવાથી ચાલી શકાય તેમ ન હોઈ તેઓ વ્હીલચેર ઉપર બેસીને બોર્ડીંગ અને ઈમિગ્રેશન ચેક કરી લીધેલ હતું. ત્યાર…
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પારો ૪૪.૫ સુધી પહોંચી ગયો હતો. બીજી બાજુ અમદાવાદમાં પણ પારો ૪૩.૩ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં પારો ૪૩થી ઉપર પહોંચતા ઓરેન્જર એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી હતી. ગરમીનું મોજુ અકબંધ રહેવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આજે ગાંધીનગર ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૪ સુધી પહોંચ્યો હતો. બપોરના ગાળામાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે રવિવાર હોવાના કારણે લોકો ઘરથી બહાર નિકળ્યા ન હતા. હિટ સ્ટ્રોકના કારણે તાજેતરમાં જ અનેક લોકોને અસર થઇ હતી. અમદાવાદ શહેર માટે હિટવેવ એક્શન પ્લાનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને અમલી…
ગુજરાત રાજય ઇન્કમ ટેક્ષ વિભાગમાં તાજેતરમાં ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીનો ઘાણવો નિકળ્યો છે. ગુજરાત રાજય આવકવેરાના ચીફ કમિશ્નર શ્રી પી.સી.મોદીએ ગુજરાત રાજયમાં અલગ જગ્યાએ ફરજ બજાવતા રપ૦ અધિકારીઓની બદલી કરી છે. ચીફ કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષ શ્રી પી.સી.મોદી અમદાવાદે રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-મહેસાણા-કચ્છ સહિતના વિસ્તારોમાં ડે. ડાયરેકટર, એડીશ્નલ કમિશ્નર, આસી. કમિશ્નર સહિત આ આઇટીઓ અધિકારીઓની બદલી કરતા હુકમો કર્યા છે. આવકવેરામાં સૌથી અગત્યની ગણાતી ઇન્વેસ્ટીગેશન વીંગમાં રાજકોટ વર્તુળમાં ડે.ડાયરેકટર તરીકે ફરજ બજાવતા વૈભવ અગ્રવાલની અમદાવાદ અને શ્રી સાયમન્સની કેરેલા ખાતે બદલી થઇ છે. તો મહત્વની બ્રાન્ચમાં અમદાવાદથી શ્રી મનીષ અજુડીયા અને અનન્યા મેડમની વીંગમાં નિમણુંક થઇ છે. જયારે સેન્ટ્રલ વિભાગમાં ફરજ બજાવતા હેમાંશુ ચૌહાણની અમદાવાદની…
રાજકોટ, તા. ૩ :. ભારતની વિવિધ બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ બેંકોને ચૂનો લગાડી દેશના લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરી નાસી છૂટેલા ભારતીય ઉદ્યોગપતિ લંડનમાં ધરપકડ થયા બાદ ફકત ૩ કલાકમાં જામીન પર છૂટી જતા દેશના લોકોનો ઉહાપોહ ધ્યાને લઈ કેન્દ્ર સરકારે વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે અથાગ પ્રયત્નના ભાગરૂપે સીબીઆઈ અને ઈડીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક ટીમનું ગઠન કરી તેનુ નેતૃત્વ મૂળ ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના હાલ સીબીઆઈમાં ડેપ્યુટેશન પર એડી. ડાયરેકટર તરીકે ફરજ બજાવતા રાકેશ આસ્થાનાની પસંદગી કરતા સર્વત્ર તેમની જ ચર્ચા ચાલે છે. બહુ ઓછા લોકોને એવા વાતની જાણ હશે કે રાકેશ આસ્થાના શરૂઆતની કારકિર્દી દરમિયાન…