( વેસ્ટર્ન રેલવે કમિટી)નાં સુરત
ખાતેનાં મેમ્બર અને સુરતનાં વતની તેમજ સુરત શહેર કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ હબીબ વોરાએ માજી કેન્દ્રિય મંત્રી શ્રી તુષાર ચૌધરીની બોગસ સહી કરી VIP કોટામાં રેલવેમાં ટિકિટો બુક કરાવવાનું કૌભાંડ લાંબા સમયથી આચરેલું. પરંતુ હાલમાં જ તેમણે VIP કોટામાં 5-6 વ્યક્તિઓની ટિકિટ બુક કરવા માજી કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરીની ભલામણપત્ર પોતાની બોગસ સહીથી આપેલો. ભલામણપત્ર પર સહી જોતાં સુરતનાં RMO ( રેલવે મેનેજમેન્ટ ઓફિસર)ને શંકા જતાં તેમણે તુષાર ચૌધરીની ઓરીજનલ સહી સાથે ભલામણપત્ર પર સહીની ખરાઈ કરતા એ સહી બોગસ જણાઈ આવતા RMOએ કાયદાકીય પગલાં ભરવાની હિલચાલ કરતા હબીબ વોરાએ RMO સમક્ષ કાકલૂદી અને વિનવણી કરી સમગ્ર મામલા ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરેલ છે.