Surat: તાપી મા લોકોતિપૂર્ણ અને નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે પોલીસ અને પેરામિલેટરી સજજ.
2024 ની ચૂંટણીને લઇ તાપીના સોનગઢમાં લોકો નિર્ભય બની શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે આજરોજ સીઆઈએસએફ અને સોનગઢ પોલીસ એ સંયુક્ત રીતે નગર મા ફુટ માર્ચ કાઢી હતી.
2024 ની ચૂંટણી ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે.
તેમ તેમ પ્રશાસન તંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને સાથે જ લોકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે અનેક પ્રકારના કાર્યક્રમમાં હાથ ધરવામાં આવી રહ્યા છે.લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ અને શેરીએ શેરીએ પ્રશાસન તંત્ર જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યું છે.
આજરોજ તાપી જિલ્લામાં આવેલા સોનગઢ નગરમાં સોનગઢ પોલીસના પ્રયત્નથી સોનગઢ પોલીસ વિભાગ અને CISFના જવાનો એ સંયુક્ત રીતે ફૂટ માર્ચ કાઢી હતી.જે સોનગઢના મુખ્ય માર્ગ પર થઈને નગરમાં ફરી હતી નગરજનો ભયમુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે લોકશાહીનો આ મહાપર્વ ઉજવી શકે અને મતદાન કરી શકે તે માટે પ્રશાસન તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો ખરેખર પ્રશંસાને પાત્ર ગણાવી શકાય.