અંદમાનમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે મોટી સંખ્યા માં લોકો ફસાઈ ગયા છે આશરે 800 ટૂરિસ્ટ ફસાઈ ગયા છે. જેમાંથી 350થી વધુ ગુજરાતીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને બચાવવા માટે નેવીએ ચાર જહાજને અંદમાન નિકોબારના હેવલોક આઈલેન્ડ માટે રવાના કરી દીધા છે. હેવલોક આઇલેન્ડ પર 700થી 800 જેટલા પ્રવાસીઓ ફસાયા છે, જેમાં 50 ટકા કરતાં વધુ ગુજરાતીઓ છે. 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે પરિણામે પોર્ટ બ્લેરથી શીપ આવતા નથી. અહીં હોટલોના ભાડા 1200થી 2600 ચાલે છે પરંતુ અત્યારે પરિસ્થિતિનો લાભ લઇ હોટલોવાળા 12 હજારથી 15 હજાર ખંખેરી રહ્યા છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ સમસ્યા છે. નેટ બંધ…
કવિ: SATYA DESK
હાલ માં નોટબંધી ને લઈને સમગ્ર દેશ માં અરાજકતા નો માહોલ છે ત્યારે આવક વેરા વિભાગે હૈદ્રાબાદના બિઝનેસમેન બી લક્ષ્મણ રાવના ઘરે દરોડા પાડ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. લક્ષ્મણ રાવે ઇનકમ ડેક્લેરેશન સ્કિમ હેઠળ 9800 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી. આઈડીસી હેઠળ મોટી આવક જાહેર કર્યા બાદ પ્રથમ હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ રહેતા આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. લક્ષ્મણ રાવના રહેઠાણ ઉપરાંત તેના સગા-સંબંધીઓ તથા મિત્રોના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, લક્ષ્મણ રાવ ચાર જેટલી કંપનીમાં ડાયરેક્ટર છે. આ ચારેય કંપનીએ પોતાની બેલેન્સ શીટ રજીસ્ટ્રાર કંપની સમક્ષ જમા કરાવી નથી.…
આર.બી.આઈ. વ્યાજદર ઘટાડશે તો થોડી રાહત થઇ શકશે તે મુજબની લોકોની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે. અને મળતા અહેવાલો પ્રમાણે આર.બી.આઈ. હાલના તબક્કે વ્યાજદરમાં ઘટાડો નહિ કરે. બલ્કે વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ મુજબના બહાર આવેલા અહેવાલોને લઈને સબંધિત વર્તુળોમાં નારાજગી પ્રસરી ગઈ છે. સત્તાવાર જાહેરાત બાદ મોંઘવારીમાં વધારો થવાની શક્યતા ઉભી થઇ શકે છે.
ભાજપના નેતાના પુત્રે એક દલિત યુવતીને ભગાડી જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીના પરિવારજનોએ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ ને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ હતી. અને સામી ચૂંટણીઓએ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભાજપ પ્રમુખ જયંતિ પટેલના પુત્ર બંટીએ ગામની દલિત યુવતીને ભગાડી જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતીના પરિવારજનોએ કરતાં આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
તામિલનાડુમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને તેને રીલેટેડ સર્વિસ કંપનીઓ પણ આવેલી છે અને જેની સંખ્યા ૬૦૦ છે અને તેમાં ૪ લાખ જેટલો સ્ટાફ પણ કામ કરે છે. આ બધુ જ બંધ રહેતા રાજયને મોટુ નુકસાન થયુ હતુ. રિટેઇલ્સ દુકાનો પણ બંધ રહેતા ૧૦૦ થી ર૦૦ કરોડનું નુકસાન થવા પામ્યુ છે. તામિલનાડુના મુખ્યમંત્રી જે.જયલલિતાનું અવસાન થતા ગઇકાલે સમગ્ર તામિલનાડુ બંધ રહ્યુ હતુ જેને કારણે રાજયને રૂ.૧પ૦૦ કરોડનું નુકસાન થયુ હોવાનુ માનવામાં આવે છે. રાજયમાં ૭ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જયલલિતાના માનમાં ઓટોમેટીવ પ્રોડકશન, આઇટી ઓફિસો, રિટેઇલ એસ્ટાબ્લીસમેન્ટ પણ સજ્જડ બંધ રહ્યા હતા. તામિલનાડુમાં ડઝનબંધ ઓટોમેટીવ ફેકટરીઓ આવેલી છે જે…
note સરકાર દ્વારા રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટ ચલણમાંથી નાબૂદ કરવાની જાહેરાત બાદ અબજોપતિ પાસે રહેલી કરોડો રૂપિયાની નોટો વ્હાઈટ કરવા માટે કેટલીક બેન્કોએ દલાલની ભૂમિકા ભજવીને પોતાની ઔકાત બતાવી દીધી છે. અને વહેતી ગંગામાં હાથ ધોઈને મોકાનો ફાયદો ઉઠાવવા માટે કેટલીક બેન્કોના ભ્રષ્ટ અધિકારીઓ જ ફૂટી જતા કરોડો રૂપિયા રાતોરાત વ્હાઈટ થઇ ગયા હોવાની શંકા માર્કેટમાં ઉડી રહી છે. કારણકે પૈસાથી બધુજ ખરીદી શકાતું હોવાથી કેટલીક બેન્કોના અધિકારીઓનું ઈમાન પણ કરોડપતિ લોકોએ મોટા કમીશન આપીને ખરીદી લેવાનું ધીરે-ધીરે સપાટી ઉપર આવી રહ્યું છે. આવી ૧૦ જેટલી શંકાસ્પદ કામગીરી કરતી બેન્કોનું લીસ્ટ ઇડી પાસે પહોચી ગયું છે. અને તપાસ…
દેશના ક્રૂડ ઉત્પાદક સંગઠન ઓપેકે આવતા મહિનાથી ક્રૂડ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે આવતા થોડા સમય માં પેટ્રોલ અને ડીઝલના ભાવ 6 થી 8 ટકા વધી શકે છે. હાલમાં મુંબઇમાં પેટ્રોલ 72.46 રૂપિયે લિટર અને ડીઝલ 60.17 રૂપિયે લિટર છે, જે પેટ્રોલ 75 રૂપિયે લિટર અને ડીઝલ 60.17 રૂપિયે લિટર થઇ શકે છે. માર્ચ, 2017 સુધીમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 50-55 ડૉલર પ્રતિ બેરલ હશે. ક્રૂડ 60 ડૉલર સુધી ગયું તો પેટ્રોલ 80 અને ડીઝલ 68 રૂપિયા સુધી જઇ શકે છે. નોટબંધીથી આર્થિક ગતિવિધિઓ સુસ્ત થઇ ગઇ છે, જેથી પેટ્રોલિયમનો વપરાશ પણ ઘટશે પરંતુ કરન્સી સંકટ ખતમ થયા બાદ…
આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને દયાને રાખીને 200 જેટલા નાયબ મામલતદારને મામલતદારનું પ્રમોશન આપવા માટે સરકારને વિશેસ છૂટ આપવામાં આવી છે. સામી ચૂંટણીઓ એ આ પ્રકારના પ્રમોશન ના નિર્ણય ને લઈને સબન્ધીતોમાં આનંદ ની લાગણી જોવા મળી છે.