વડોદરા મહાનગરપાલિકાના મેયર ભરત ડાંગર સામેની અરજી હાઈકોર્ટે આજે ફગાવી દીધી છે, હાઈકોર્ટે જણાવ્યુ છે કે, રીવોલ્વરનું લાયસન્સ બેંકના ડાયરેકટર પદની ચૂંટણી ફોર્મમાં ન બતાવવું તે કોઈ ગુન્હો બનતો નથી. વડોદરાના રાજકારણ માં આ મુદ્દો ભારે ગરમાયો હતો દરમ્યાન નામદાર હાઈકોર્ટ ના ચુકાદા થી મેયર ના સમર્થકોમાં આનંદ ની લાગણી છવાઈ હતી.
કવિ: SATYA DESK
લેનોવોએ મંગળવારે ભારતમાં પોતાનો ફેબ 2 સ્માર્ટફોન 11,999 રૂપિયામાં લોન્ચ કર્યો. લેનોવો ફેબ 2 એક્સક્લૂસિવ રીતે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર શુક્રવારથી મળશે. હાલમાં જ કંપનીએ ફેબ 2 પ્લસ સ્માર્ટપોન 14,999 રૂપિયામાં લોન્ચ કર્યા હતા. હાલમાં કંપનીએ ટેંગો સપોર્ટની સાથે આનાવાર ફેબ 2 પ્રોને ભારતમાં લોન્ચ કરવા સંબંધિત કંઈ જણાવ્યું નથી. યાદ રહે કે લેનોબો ફેબ 2 હેન્ડસેટ ફેબ 2 પ્લસનું નબળું વેરિન્ટ છે. ફેબ 2માં ઓછા રિઝોલ્યૂશનવાળી સ્ક્રીન અને કેમેરા છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ નથી. સ્પેસિફિકેશન ની વાત કરીએ તો લેનોવો ફેબ 2માં 6.4 ઈંચનું એચડી (720×1280 પિક્સલ) ડિસ્પ્લે છે. તેમાં 1.3 ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર મીડિયાટેક એમટી8735 પ્રોસેસરની સાથે 3…
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે પત્રકાર પરિષદ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતાઓ સાથેની મંત્રણા અને પાસનીચાર માગણીઓ અંગે નિવેદન કર્યાં હતાં. તેમણે દાવો કર્યો કે પાસ દ્વારા અન્ય રાજ્યોમાં 49 ટકાથી વધુ અનામત છે તેના પુરાવા રજૂ કરાયા નથી. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે નીતિન પટેલને જવાબ આપતાં કહ્યું છે કે, ગુજરાત સરકાર જયારે કહેશે ત્યારે તમામ દસ્તાવેજો સાથે અમારા 11 સભ્યોની ટીમ સાથે એક વ્યક્તિને મોકલીશું. કઈ રીતે પાટીદાર સમાજ ને અનામત મળે તેની ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. હાર્દિકે તેના ફેસબુક પેજ પર લખ્યું છે કે, આજે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેસ…
અત્યાર સુધી હળવા કાયદાને કારણે પીનારા- ખરીદનારા-વેચનારાને છટકબારી મળી જતી હતી, પરંતુ હવે દારૂ પીનારા સામે સરકારે લાલ આંખ કરી છે. આગામી વિધાનસભાના બજેટ સત્રમાં વિધેયક બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. નવા કાયદામાં ગેરકાયદે દારૂ વેચનારાઓને એકથી 10 વર્ષ સુધીની સજા અને રૂપિયા પાંચ લાખના દંડની જોગવાઇ કરવામાં આવશે. એટલું જ નહીં, ગેરકાયદે દારૂ વેચાતો હોય તે વિસ્તારના પોલીસ અધિકારીને તત્કાલ ફરજ મુક્તિની જોગવાઇ પણ આ કાયદામાં હશે. સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે, આ કાયદા હેઠળ ગેરકાયદે દારૂ વેચાતો હોય તે વિસ્તારના ધારાસભ્ય અને ડીએસપીને પણ નોટીસની જોગવાઇ હશે. આ કાયદામાં દારૂ પીનાર પહેલીવાર પકડાય તો એક સપ્તાહની…
સતત અફવાઓ અને અટકળોના દોર પછી છેવટે ચેન્નાઈ સ્થિત એપોલો હોસ્પીટલના તબીબો દ્વારા તામીલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા જયરામનનું રાત્રે સાડા અગ્યારે નિધન થયું હતું.આજે સાંજે સાડા ચાર વાગ્યે જયલલિતાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમ્માના પાર્થિવ દેહનો ચેન્નાઈના રાજાજી હોલ ખાતે જનતાના દર્શન માટે રાખવામાં આવ્યો છે.અંતિમ સંસ્કારમાં દેશના વડાપ્રધાન સહીત પ્રણવ મુખર્જી, રાહુલ ગાંધી સહીત ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી રેહશે હાજર.જયલલિતાના નિધન બાદ બંને ગૃહ મંત્રાલયની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.તેમજ તમિલનાડુની તમામ શાળા તેમજ ઓફિસો ૩ દિવસ સુધી રેહશે સ્થગિત. જયલલિતાના નિધન બાદ તેમના નજીક ગણાતા પન્નીર સેલ્વેમ રાત્રે ૧:૩૦ કલાકે ૩૧ પ્રધાન સાથે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ ના હસ્તક્ષે…
આગામી જૂન મહિના સુધીમાં હાલમાં નવા ચલણમાં આવેલી રૂ. ૨૦૦૦ ની નોટ પણ બંધ કરી દેવામાં આવે તેવી અટકળો ઉઠવા પામી છે. સરકાર દ્વારા રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટ બંધ કરાતા કાળાનાણા ના જમાખોરો પ્રતિબંધિત નોટને ઉચ્ચ મુલ્ય વર્ગ ની નોટમાં પરિવર્તિત કરીને નાણા સફેદ કરવાનો પ્રયાસ કરી શકે છે. તે વાત ને ધ્યાને રાખી રૂ. ૨૦૦૦ ની નોટ બહાર પાડવાનો નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાય છે. કહેવાય છે કે સરકારે બજારમાં રૂ. ૨૦૦૦ ની નોટ બજારમાં ઉતારી કાળા બજારિયાઓ માટે જાળ બિછાવી હોવાનું પણ જોરશોર થી ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાત ના 10 જેટલા આઈપીએસ કન્યાના અધિકારીઓની બદલીનો ગંજીઓ ચીપાયો છે જેમાં વલસાડના એસપી પ્રેમવીર સિંગને અમદાવાદ સેન્ટ્રલ જેલ સુપ્રિટેન્ડન્ટ તરીકે બદલી કરાયા છે જયારે તે જગ્યાએ ફરજ બજાવતા સુનીલજોષી ને વલસાડ એસપી તરીકે નિમણુંક કરવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રો એ જણાવ્યું છે.
શ્રી નિરાજકુમાર બાળગુજર પોલીસ અધિક્ષક સા. શ્રી પાલનપુર-બનાસકાંઠાનાઓની તથા શ્રી અક્ષયરાજ મકવાણા મદદનીશ પોલીસ અધિક્ષક સા.શ્રી દિયોદર,વિભાગ દિયોદરનાઓ જિલ્લામાં દારૂ જુગારની પ્રવુતિ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સૂચના કરતા દિયોદર પો.સ્ટે।ના પો.સ.ઈ.શ્રી આર.બી.વાધીયા તથા અ.પો.કો.બાબરજી વસસંગજી બ.નં.1378 તથા અ.પો.કો.ચિરાગસિંહ વાઘસિંહ બ.નં.1649 તથા આ.પો.કો.સુરેશભાઈ જવભાઈ બ.નં.685 વિ.સ્ટાફના માણસો દિયોદર પો.સ્ટે। ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે થરા તરફથી દિયોદર તરફ એક રીક્ષા દેશી દારૂ ભરી આવનાર છે. જે હકીકત આધારે રેસ્ટ હાઉસ ત્રણ રસ્તા દિયોદર નકાબધી કરી પિઆગો રીક્ષા નંબર જી.જે. 8 એ.ટી. 1246 માંથી દેશી દારૂ લિટર 50 કી.રૂ.1000/- નો રાખી દારૂની હેરાફેરી કરી પીઆગો રીક્ષા નંબર જી.જે.…
સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા શુભમ નામની 20 વર્ષ જૂની બિલ્ડીંગ ના આઠમાં માળે એક ફ્લેટ ના ડ્રૉઇગરૂમ નો સ્લેપ તૂટી પડતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 વ્યક્તિઓ ને ઇજા પહોંચી હતી.આઠમા માળ ના ફ્લેટ ન.801 ના ડ્રોઈગ રૂમ નો સ્લેપ તૂટી પડતા તેના વજન થી નીચેના સાત અને છઠ્ઠા માળના સ્લેપ પણ તૂટી પડ્યા હતા સદનસીબે આ ઘટનામાં મોટી જાન હાનિ થતાં અટકી હતી ત્રણ ઈજાગ્રસ્તો માં કલાવતી બેન જીતેન્દ્ર ભાઈ શાહ તેમજ એક વષીય પ્રિયલ તથા પ્રિયંકા નામક યુવતીનો સમાવેશ થાય છે.ભૂકંપ ની ઘટના વખતે પણ આ બિલ્ડીંગ માં નુકસાન થયું હતું અને તિરાડો…