સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા શુભમ નામની 20 વર્ષ જૂની બિલ્ડીંગ ના આઠમાં માળે એક ફ્લેટ ના ડ્રૉઇગરૂમ નો સ્લેપ તૂટી પડતા ભારે દોડધામ મચી ગઈ હતી.
આ ઘટનામાં 3 વ્યક્તિઓ ને ઇજા પહોંચી હતી.આઠમા માળ ના ફ્લેટ ન.801 ના ડ્રોઈગ રૂમ નો સ્લેપ તૂટી પડતા તેના વજન થી નીચેના સાત અને છઠ્ઠા માળના સ્લેપ પણ તૂટી પડ્યા હતા સદનસીબે આ ઘટનામાં મોટી જાન હાનિ થતાં અટકી હતી ત્રણ ઈજાગ્રસ્તો માં કલાવતી બેન જીતેન્દ્ર ભાઈ શાહ તેમજ એક વષીય પ્રિયલ તથા પ્રિયંકા નામક યુવતીનો સમાવેશ થાય છે.ભૂકંપ ની ઘટના વખતે પણ આ બિલ્ડીંગ માં નુકસાન થયું હતું અને તિરાડો પડી ગઈ હતી.
દરમ્યાન સ્લેપ તૂટી પાડવાની ઘટના ને પગલે બિલ્ડીંગ માં વસતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને બધાજ લોકો પોતાના ફ્લેટ છોડીને બહાર દોડી આવ્યા હતા જયારે ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે બહાર કાઢ્યા હતા.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.