બોલીવૂડ અને સાઉથની અભિનેત્રી તમન્ના ભાટીયા હવે અભિનય થકી નામના મેળવી ચુકી છે. બોલીવૂડની સુપરહિટ ફિલ્મ ‘કવીન’ ની તમિલ રિમેક બની રહી છે. આ ફિલ્મમાં તમન્ના પણ કામ કરવાની છે. તમન્નાએ કહ્યું હતું કે કંગના રનોૈત અભિનીત આ ફિલ્મ મેં જોઇ ત્યારે જ મેં નક્કી કરી લીધુ હતું કે તમિલ રિમેક બનશે તો હું કામ કરીશ. તમન્ના કહે છે કવીન ફિલ્મ મારા માટે એટલે ખાસ છે કે તે મહિલા કેન્દ્રીત છે. એ ફિલ્મ ખુબ સફળ રહી હતી. કવીનની તમિલ રિમેકનું નિર્દેશન અભિનેત્રી રેવતી કરી રહી છે. રેવતી સાથે ફરી કામની તક મળવાને કારણે પણ તમન્ના ખુશ છે. ફિલ્મના સંવાદ લેખનનું…
કવિ: SATYA DESK
નોટબંધીના મુદ્દે કોંગ્રેસે આજે પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે નોટબંધી બાદ આયોજનના અભાવથી સર્જાયેલી અવ્યવસ્થાના લીધે રાજયના ૯૦ ટકા કર્મચારીઓ અને પેન્શનરો આજે પગારથી વંચિત રહ્યા હતા. નો કેશના પાટીયા વાંચીને કર્મચારીઓ અને પેન્શનરોને નિરાશા હાથ લાગી હતી. બેંકો પર લાંબી લાઈનો આજે પણ યથાવત રીતે જોવા મળી હતી. રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધીના નિર્ણયને આજે ૨૨ દિવસ જેટલો સમય થયા બાદ પ્રથમ વખત ગુજરાતના કર્મચારીઓ-પેન્શનરો નિયમ મુજબ પોતાના માસિક વેતન અને પેન્શન માટે જે તે બેંકો શાખામાં નાણા મેળવવા જતા તેઓને નાણા નથી નો કેશનો જવાબ બેંકના અધિકારીઓ…
નોટબંધી બાદ મિલકત તથા સોના ઉપર સરકારે નિયમો જાહેર કર્યા બાદ હવે સરકારે બેન્કોને પરિપત્ર મોકલીને ચોક્કસ નામાવલી પ્રમાણે બેન્કોના લોકરો ચેક કરવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નોટબંધી દરમ્યાન મોદી માત્રામાં સોનાની થયેલી ખરીદી બાદ બ્લેકને વ્હાઈટ કરવા કેટલાક મોટા માથાના વ્યવહારો શંકાસ્પદ જનતા સરકાર હવે કેટલાક લોકોના લોકર ચેક કરવા માંગે છે. જે માટે યાદી બની રહી છે. જેમાં નક્કી થયેલા નિયમો પ્રમાણે જો ઇન્કમટેક્ષ કે અન્ય એજન્સીઓએ બ્લેકમની સબંધિત કોઈના ત્યાં સર્ચ ઓપરેશન કર્યું હોય તો તે તેના આધારે સર્ચ વોરંટ સાથે તે વ્યક્તિના બેંક લોકરને ચેક કરી શકાશે અને તે જપ્ત પણ કરી શકશે.
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના વસનપુરા ગામે રેહતા સંદીપ રમેશ ભાઈ પટેલ નામના યુવાને સાવલી પોલીસ મથકના ફોજદર હિંમત આજર સસ્પેન્ડ થતાજ ગામમાં મીઠાઈ વહેચીને ફટાકડા ફોડી ઉત્સવ ઉજવ્યો હતો. વાત જાણે એમ છે કે સંદીપ પટેલ પોતે ખેતી સાથે રેતીનો ધંધો પણ કરતો હોઈ તા. ૧૭ મી સપ્ટેમ્બરે જાહેરમાં સંદીપને ગાડીમાં જવા જણાવ્યું હતું. સંદીપે કરેલા આક્ષેપ મુજબ પીએલ.આઈ હિંમત આજરા તેની પાસે રેતીનો ધંધો કરવો હોય તો હપ્તાની માંગણી કરી હતી. અને અગાઉ ત્રણ જેટલા ગૂનો નોધ્યા હતા. અને એન્કાઉન્ટર કરી નાખવાની ધમકી અંગે સંદીપે જિલ્લા પોલીસ વાળાને રજૂઆત કરી હતી. ત્યારબાદ કોઈ પગલા નહિ ભરતા સંદીપે આત્મ વિલોપનની…
ગુજરાત સહીત સમગ્ર દેશમાં જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા તે ઉના દલિત કાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક આરોપી શાંતિલાલ મેનપરા અને આ ઘટનામાં સામેલ એક પોલીસ કર્મી ના જમીન મંજૂર કરાયા છે. વિગતો મુજબ ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે કેટલાક ગૌરક્ષક માનતા વ્યક્તિઓએ મૃત ગાયોના ચામડા ઉતારવાનું કામ કરતા દલિતોને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થતા અને ત્યારબાદ મીડિયામાં અહેવાલો આવતા ભારે હોબાળો મચી ગયો હતો. અને દિલ્હીના રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ ઉમટી પડ્યા હતા. આ ઘટના બાદ તેમાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. દરમ્યાન નામદાર હાઈકોર્ટ આ કેસના બે આરોપીઓના જામીન મંજૂર કર્યા…
સુરત શહેરના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની સીબીઆઈમાં ઇન્ચાર્જ ડાયકટર તરીકે નિમણુક કરવામાં આવી છે. આઈપીએલ રાકેશ અસ્થાના ૧૯૮૪ બેચના ગુજરાત કેડરના ઓફિસર છે. તેઓએ બિહારના બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં મહત્વની ભૂમિકા બનાવી હતી. ત્યારબાદ તેમની નિમણુક ગુજરાતના કમિશનર તરીકે કરવામાં આવી હતી. અને વડોદરા તથા સુરતમાં પ્રસંશનીય કામગીરી બજાવી ચૂક્યા છે. અગાઉ તેઓ કોમી તોફાનો વખતે અમદાવાદ અને પાટણમાં પણ સુંદર કામગીરી બજાવી ચૂક્યા છે. ૧૯૯૨મા સીબીઆઈ માં જોડાયા અને ત્યારબાદ રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ કક્ષાના ગૂનો ડિટેકટ કર્યા બાદ ગુજરાતમાં આવ્યા અને ફરીથી સીબીઆઈ માં તેઓની નિમણુક થઇ છે.
કરોડો રૂપિયાની કિંમતના હીરા માત્ર પાંચ ફૂટનો ખાડો ખોદ્તાજ મળી આવે છે. અને હીરાની ખરી કિંમ્મત નહિ જાણનાર અભણ આદીવાસી આ હીરા માત્ર રૂ. ૨૦૦મા વેચી રહ્યા હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે. આ સત્ય હકીકત છે. છત્તીસગઢના ગાઢ જંગલોમાં આવેલ પાયલીખંડ વિસ્તારની કે જ્યાં માત્ર પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદતા જ નીકળે છે ચમકીલા હીરા… રાયપુરથી લગભગ ૮૦ કી.મી ના અંતરે આવેલ આ જગ્યા સમગ્ર વિશ્વમાં એકમાત્ર જગ્યા ગણાય છે કે જ્યાં કોઈજ સુરક્ષા વ્યવસ્થા નથી. આ જગ્યા કિંબર લાઈટ પાઈપ્સ વડે સુરક્ષિત ગણાય છે જ્યાં સામાન્ય માણસોના અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. કારણ કે આ વિસ્તાર દુનિયામાં…
અમદાવાદ સહીત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રૂ. ૧૩ હાજર કરોડ બ્લેક્મની જાહેર કરનાર મહેશ શાહ નામનો વ્યક્તિ મીડિયામાં મહત્વના સમાચારોમાં રહસ્યમય બની રહ્યો છે. આટલું મોટું નાણું ઇન્કમટેક્સ વિભાગમાં જાહેર કર્યા બાદ તેના સીએ ને પણ પોપટ બનાવી ગાયબ થઇ ગયેલા મહેશ શાહને શોધવા તંત્ર ધંધે લાગ્યું છે. અલબત્ત તેના નજીકના સબંધિત ક્ષેત્રોમાં તપાસના અંતે તંત્રને ફૂટી કોડી પણ હાથ નહિ લગતા આ ભાઈ કરોડપતિ છે કે ઉલ્લુ બનાવતા હતા તે અંગે પણ શંકાઓ ઉભી થઇ છે. કેન્દ્ર સરકારની ઇન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ રૂ. ૧૩ હજાર કરોડની બ્લેકમની જાહેર કરનાર મહેશ શાહ નામના વ્યક્તિએ ૩૦મી નવેમ્બરના અંતિમ દિને પણ ૨૫…
ભારતમાં શ્રી હનુમાનજી દાદાનું ખુબજ મહત્વ છે. અને શ્રી હનુમાનજી કળીયુગમાં પણ તરતજ ફળ આપનારા દેવ છે. તેઓને સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો તરતજ કઠીનમાં કઠીન અને અશક્ય લગતા કામો તરતજ થઇ જાય છે. એટલેજ ભારતભરમાં શહેરો અને ગામડાઓમાં ઠેર ઠેર શ્રી હનુમાનજીના મંદિરો આસ્થાના કેન્દ્રો બન્યા છે. હવે વાત કરવી છે અમેરિકાની કે જ્યાં જ્યોર્જીયાના આલ્ફારેત્તામાં આવેલું છે શ્રી હનુમાનજીનું મંદિર, આ મંદિર માર્ચ ૨૦૧૦માં શ્રી સત્યનારાયણ આચાર્યનું દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરના નિર્માણ દરમ્યાન જ ચમત્કારો થયા હતા. જે જોઇને વિદેશમાં પણ શ્રી હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોમાં શ્રદ્ધા વધુ દ્રઢ બની હતી. જેમાં મંદિર…
વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. આ માટે સાંકળા રસ્તા, વાહનો માટે પાર્કિંગની સમસ્યાથી માંડીને અગાઉના પાર્કિંગલેસ બાંધકામે મોટાભાગે કારણભૂત છે. ત્યારે નીરાકેન્દ્ર સામે અને સ્ટેશન રોડ નજીક પડતા ચાર રસ્તા ઉપરનો ફુવારો કામ સર્કલ ટ્રાફિક માટે નડતરરૂપ હોવા અંગે શહેરના જાણીતા આરટીઆઈ કાર્યકર્તા કેતન શાહે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો કરી હતી. અને બે વખત નગરપાલિકા દ્વારા આ સર્કલ દૂર કરવા માટે ખાતરી અપાઈ હતી. પરંતુ લેખિત ખાતરી હોવા છતાં સર્કલ દૂર નહિ થતા કેતન શાહે ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે આ સર્કલ મુખ્ય રસ્તા ઉપર ૨૪ કલાક લોકોની અવરજવર ઉપર હોઈ તે…