મદાવાદઃ 500 અને 1000 રૂપિયાની નોટબંધીની અસર માત્ર લોકોને જ નહીં પણ ગુજરાતના મુખ્ય મંદિરોમાં પણ પડી રહી છે. ગુજરાતના મોટા મંદિરોની દાન પેટીઓ ભક્તોના દાનથી છલકાતી હતી જે હવે ખાલી જોવા મળી રહી છે. કારણ માત્ર એટલું જ કે મંદિરોએ પણ 500 અને 1000 રૂપિયાની નોટ સ્વિકારવામાં નથી આવતી. મંદિરના સંચાલકો હવે નોટબંધીની અસર હળવી કરવા માટે અન્ય વિકલ્પ તરફ વળ્યાં છે. અંબાજી મંદિર ખાતે આજે સીએમ રૂપાણીએ સ્વાઈપ મશીન દ્વારા ડિઝિટલ ડોનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. રૂપાણીએ કર્યું રૂ. 31,000નું ‘કેશલેસ’ દાન: અંબાજી ખાતે કેશલેસ દાનનો પ્રારંભ કરાવતા રૂપાણીએ કાર્ડ સ્વાઈપ કરીને પત્નીના નામે રૂ. 31,000નું દાન કર્યું હતું.…
કવિ: SATYA DESK
નોટબંદી ના કારણે બેંકોમાં પડતી હાલાકીના કારણે 500 લાખ પેન્શનરો 15 મી જાન્યુઆરી સુધી લાઈફ સર્ટિફિકેટ રજૂ કરી શકશે સૂત્રોએ જણાવ્યા હતું કે ઇપીએફઓ ના 120 ફિલ્ડ ઓફિસરો ને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અત્યાર સુધી ની પ્રથા મુજબ ઇપીએફઓ ના પેન્શનરો ને નવેમ્બર સુધીમાં સર્ટિફિકેટ રજૂ કરવાના રહેતા હોય છે જો કોઈ પેન્શનર રજૂ કરવાનું ચુકી જાય તો તેમનું પેન્શન બંધ કરી દેવામાં આવતું હોય છે પેન્શનરો લાઈફ સર્ટિફિકેટ બે લાખ કોમન સર્વિસ સેન્ટર માં પણ રજૂ કરી શકે છે. ઈપીએફઓ જીવન પ્રમાણે સોફ્ટવેરે એપ્લિકેશન દ્વારા જીવિત હોવાના પુરાવા સ્વીકારે છે અને તે માટે પેન્શનરો મોબાઇલ ફોન…
૨૩ વર્ષ બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોહલી સતત બે ટેસ્ટમાં જીત મેળવનાર પાંચમો કેપ્ટન બન્યો છે. મોહાલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ૮ વિકેટે વિજય મોહાલી ટેસ્ટમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. ટેસ્ટ ટીમ પરત ફરનાર પાર્થિવ પટેલે આઠ વર્ષ બાદ ફિફ્ટી ફટકારી હતી.
નોટબંધી બાદ બ્લેક્મની ઉપર સકંજો કસવા માટે સરકારે કડક પગલા ભરવાનું શરૂ કર્યું છે. ત્યારે કરોડપતિ લોકોના બ્લેક્મની ને વ્હાઈટ કરવાના અખતરા બતાવી કમીશન ઉપર કમાઈ લેવા માટે કેટલાક બેંક અધિકારીઓ સામે શરૂઆતથી જ શંકાની સોય તકાઈ રહી છે. જોકે બેન્કના કેટલાક અધિકારીઓ પોતાના કરોડપતિ કસ્ટમર કે તેના સગાઓને ઇન્કમ ટેક્સથી બચવા માટે કાયદેસરની કેહવાતી છટકબારીઓ અંગે માર્ગદર્શન આપતા હોય છે. અને વિશ્વાસ અપાવે છે કે તેઓને ભવિષ્યમાં કોઈ જ પ્રોબ્લમ નહિ થાય. દાખલા તરીકે કેશ ક્રેડીટ એકાઉન્ટ હેઠળ બેંક ગ્રાહકોના ખાતામાં જમા રકમથી વધુની લોન આપવાની સુવિધા આપે છે. બેંક અધિકારી દ્વારા બ્લેકમનીને આજ ક્રેડીટ એકાઉન્ટમાં જમા કરવાની ભલામણ…
હાલમાં ભારતમાં નોટબંધીને મામલે લોકો એટીએમની લાઈનોમાં છે ત્યારે યુએસની સાયબર કંપનીએ રજૂ કરેલો એક ચોંકાવનારા અહેવાલમાં જણાવાયુ છે કે ભારત સહિતના કેટલાક દેશો કે જ્યાં એટીએમ આજની તારીખે પણ જૂના સોફ્ટવેર વપરાય છે. અને વિન્ડો-એક્સ-પી થી તે ચલ્વાય છે. તેવા એટીએમ હેકર્સના ટાર્ગેટમાં છે. યુ.એસની સાયબર સિક્યુરીટી કંપની ફાયર આઈએ દ્વારા ૨૦૧૭ સિક્યુરીટી લેન્ડ સ્ક્રેપ એશિયા પેશેફિક એડીશન નામથી બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું છે કે સાયબર ક્રીમીનલ્સ એવા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે કે જેનાથી એટીએમ માંથી ઓટોમેટીક રોકડ બહાર આવવા લાગે છે. અને યુરોપમાં ઘણા દેશોને ટાર્ગેટ બનાવ્યા બાદ હવે આ ટોળકીએ ભારત સહિતના દેશો તરફ નજર દોડાવી…
રાજકોટ ઈન્કટેકસ ઈન્વેસ્ટીગ વિંગે થોડા દિવસ પહેલા બિલ્ડર ગ્રુપ ઉપર સર્વે કર્યા બાદ આજે સવારથી અમદાવાદ ઈન્કમટેકસ ઈન્વેસ્ટીગ વિંગ દ્વારા મોટાપાયે રાજકોટમાં આેપરેશન હાથ ધર્યું છે. રાજકોટમાં ટ્રાવેલ્સ ક્ષેત્રમાં ખુબ મોટું નામ ધરાવતા ઈગલ ગ્રુપ અને શ્રીનાથ ટ્રાવેલ્સ ઉપર અમદાવાદ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટમાં બિલ્ડર બાદ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં આવકવેરા વિભાગે તવાઈ હાથ ધરતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજકોટમાં આવેલ ઈગલ ગ્રુપ તેમજ કેકેવી હોલ પાસે આવેલ શ્રીનાથ ટ્રાવેલ્સને ત્યાં આવકવેરા વિભાગના અધિકારીઆે તપાસમાં પહાેંચી જતાં કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. આ આેપરેશન અમદાવાદ આવક વેરા વિભાગ દ્વારા હાથ ધરાયું છે. જેમાં રાજકોટના…
આજે એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં બ્રાઝીલની ફૂટબોલ ટીમને લઈ જતું એક વિમાન કોલંબીયા પાસે તૂટી પડયું હતું. આ વિમાનમાં 72 જેટલા મુસાફરો સવાર હતાં અને કોઈના બચવાની આશા નથી. આ વિમાન બોલિવીયાથી મેડલિન જતું હતું. 7મી ડિસેમ્બરે બ્રાઝિલની ફૂટબોલ ટીમનો મેડલિનમાં મેચ રમાવાનો હતો અને આજે સવારે આ વિમાન બોલિવીયાથી રવાના થયું હતું અને તે તૂટી પડયું હતું. આ વિમાનના ગુમ થયાના સમાચારો મળ્યા બાદ રાહત બચાવ ટુકડી દ્વારા વિમાનનો કાટમાળ શોધવા માટે પ્રયાસો શ થઈ ગયા છે. આ વિમાનમાં ફૂટબોલ ટીમના ક્યા ક્યા ખેલાડીઓ હતા તેની વિગતો હજુ જાહેર થઈ નથી.
જમ્મુ ના નગરોટા માં આંતકીઓનો ફી દા ય ન હુમલો સેના પર બોમ ફેંકવામાં આવ્યા .2 થી 3 આંતકી હોવાનું અનુમાન સેનાના 2જવાન ઘાયલ એક ગંભીર . નગરોટ માં સ્કૂલો બંધ રાખવામાં આવશે.
30મી નવેમ્બર ના રોજ આકાશ માં ચંદ્ર દર્શન સાથે ગુરુવાર થી ઇસ્લામી પંચાગનો ત્રીજો મહિનો રબીઉલ અવ્વલ શરૂ થશે. આ ઇસ્લામી મહિનામાં પૈયગમ્બર સાહેબની જયંતિ ઉજવાતી હોઈ મુસ્લિમ સમાજમાં આનદ ની લાગણી જોવા મળી રહી છે. 12મી તારીખ, 12 મોં મહીનો અને સોમવાર ના ત્રિવેણી સંગમનો સંયોગ સર્જાયો છે. ઇસ્લામી ત્રીજા મહિના રબીઉલ અવ્વલ ના 12માં દિવસે દર વર્ષે પૈયગમ્બર સાહેબની જન્મ જ્યંતી ઉજવાય છે મક્કા શહેરમાં પૈયગંબર સાહેબનો જન્મ થયો તે દિવસે પણ સોમવાર હતો.
નોટબંદીને લઈને નાણાં ભીડ અનુભવતા અને લાંબી કતારોમાં ઉભા રહેલા લોકો માટે એક ગુડન્યૂઝ એ છે કે રોકડની મુશ્કેલી દૂર કરવા એપ આધારીત ટેકસી સર્વિસ આપતી કંપની ઓએલએક્સ એ દ્વારા મોબાઈલ એટીએમ શરૂ કરવાની જાહેરાત કરી છે તે માટે કંપની એ ભારતીય સ્ટેટ બેન્ક (એસ.બી.આઈ) અને પંજાબ નેશનલ બેન્ક ની સાથે ભાગીદારી કરી રહી છે.આ સેવા કલકત્તા અને હૈદરાબાદ માં શરૂ થતાં સારો પ્રતિસાદ મળ્યો હતો. પેટ્રોલ પંપ ઉપર શરૂઆત થયા બાદ કેટલીક બેન્કોએ પોતાની વાન મૂકી હતી ત્યારે ટેક્સી સર્વિસ કંપની એ પણ આ સેવા શરૂ કરતાં તેને પ્રતિસાદ મળી રહ્યો છે.