આજે તા.૧૮ મી થી ગુજરાત યુનીવર્સીટીની વિવિધ સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થઇ ગઈ છે. પાંચ તબક્કામાં યોજાનાર પરીક્ષાઓ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે જેમાં અંદાજે ૨.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રથમ તબક્કામાં બીએ/ બીકોમ/ અને બીએસસી તેમજ બીબીએ બીસીએ સેમેસ્ટર ૫ તથા એમએ-એ/એમકોમ અને એએમસી ની સેમેસ્ટર ૩ ની પરીક્ષા લેવાશે. અને પાંચ તબક્કામાં યુજી-પીજીની તથા લો સહિતની વિવિધ સેમેસ્ટર ૧, ૩ અને ૫ ની પરીક્ષા લેવાશે.
કવિ: SATYA DESK
જૂની નોટોના નિકાલ માટે લોકો જાતજાતના પેંતરા કરી રહ્યા છે. ત્યારે પોતાની ચાલુ લોનની એકસાથે રકમ ભરપાઈ કરવામાં દોડધામ મચી છે. આ તામમ માહિતી બેંકો દ્વારા આઈટી વિભાગને આપવામાં આવતા એઆઇઆરના આધારે આઈટી વિભાગે બેંકો તેમજ ખાનગી ફાઈનાન્સ પાસે વિગતો માંગતા આવા લોકો ગમે ત્યારે ભેરવવાની શક્યતા વધી ગઈ છે. કારણકે જૂની નોટ કાઢવા માટે જે લોન એક સાથે ભરી રહ્યા છે તેમના કેસ સ્ક્રુટીની માં પણ ખુલી શકે છે.
સંઘપ્રદેશ દીવની એક ખાનગી કંપની માંથી રૂ. ૧૯ લાખની કેશ મળી આવતા સબંધિતો દોડતા થઇ ગયા હતા. આ કંપનીમાં વિદેશી કરન્સી માં એક્સચેન્જ કરતી હોવાની તંત્રને શંકા છે. અને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પેહલા કંપની દ્વારા કેટલી નોટો એક્સચેન્જ કરવામાં આવી તે પણ તપાસ કરવામાં આવી શકે છે. અંતે ઉલ્લેખનીય છે કે ભારતમાં રદ થયેલી રૂ.૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટોનું વિદેશી નાણામાં એક્સચેન્જ કરતી હોવાની વાતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
મોદી સરકારે ભ્રષ્ટાચાર અને કાળા બજારને કાબુમાં લેવા કાળું નાણું દબાવી બેઠેલા લોકોને ખુલ્લા પાડવા હાથ ધરેલા રૂ.૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટ બદલવાના હાથ ધરેલા અભ્યાન વચ્ચે જે લોકો હાઇવે ઉપર જમીન અને મોંઘા મકાનો ખરીદનારા લોકો ઉપર આવકવેરા વિભાગે વોચ ગોઠવી દીધી છે. અને આવા રાતોરાત ડીલ કરવાવાળા તત્વો ઉપર બાજ નજર રાખવામાં આવતા કાળું નાણું ધરાવતા સબંધિતો ભારે મૂંઝવણમાં મૂકી ગયા છે. કાળાનાણાની રકમથી સોના-ચાંદી અને જમીન તેમજ મકાનમાં રોકાણ કરનારા લોકો ૮મી નવેમ્બર બાદ કોણ-કોણ છે તેની સામે તપાસ કરવામાં આવે તેવું સુત્રો જણાવી રહ્યા છે.
રૂ.૫૦૦ અને રૂ. ૧૦૦૦ ની નોટ રદ થયા બાદ બેંકો બહાર લોકોની ભીડ જામી છે ત્યારે દેના બેંક દ્વારા દેશના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નોટ એક્સચેન્જ માટે ખાસ કાઉન્તરની સુવિધા ઉભી કરવામાં આવી છે.પરિણામે સબંધિત ગ્રાહકોમાં રાહતની લાગણી પ્રસરી છે.
જો આપની પાસે ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડ હશે તો તેનાથી દેશના લગભગ ૨૫૦૦ પેટ્રોલ પંપ પરથી રૂ. ૨૦૦૦ સુધીની રકમ SBI ના પીઓસ મશીન પરથી ઉપાડી શકાશે.દેશમાં હાલ રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ ના દરની નોટોને કેન્સલ થયા બાદ ઉભી થયેલી સ્થિતિને પહોચી વળવા આ સુવિધા કરવામાં આવી છે.
દેશના તમામ હાઇવે પાસેની તમામ જમીનોની ઈંકમટેક્સ ડિપાર્ટમેન્ટ લેશે વિગતો વ્યવસાયિક અને ઔદ્યોગિક જમીનોની થશે તપાસ મોટા ભાગના શહેરો ની VVIP વિસ્તાર ની મિલકતોની થશે તપાસ.
500 અને 1000 ની નોટો રદ થયા બાદ સરકાર હવે કેશ વિડડ્રોવલ અને વ્યકતી પોતાની પાસે કેટલું કેશ રાખી શકે તેના પર નિર્ણય લઇ શકે છે. આ લિમીટ કંપનીઓ અને સામાન્ય લોકો પર લાગુ કરાશે. હાલમાં ટેક્સ ઓફીસીયલ અને ટેક્સ એક્સપર્ટસ પાસે થી સુચના મંગાવવામાં આવ્યો છે.
બઇ તા.૧૮ : કાળા નાણા પર સિકંજો કસવાના હેતુથી મોદી સરકાર તરફથી પ૦૦ અને ૧૦૦૦ની નોટો ઉપર પ્રતિબંધ બાદ ભાજપને મહારાષ્ટ્રની લોકલ ચૂંટણીમાં જોરદાર આંચકો લાગ્યો છે. ભાજપ મહારાષ્ટ્રના એક લોકલ એગ્રીકલ્ચર બોડીની ચૂંટણીમાં બહુ ખરાબ રીતે હારી ગયુ છે. પક્ષને મહારાષ્ટ્રમાં એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમીટીમાં ૧૭ બેઠકો પર પીજેન્ટસ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઇન્ડિયા, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી એલાઇન્સ તથા ભાજપમાંથી સભ્યોની ચૂંટણી પ્રક્રિયા કરવાની હતી તેમાં ભાજપને એકપણ બેઠક પર વિજય નથી મળ્યો. આ ચૂંટણીમાં સૌથી વધુ ૧પ બેઠકો વર્કર્સ પાર્ટીને મળી છે. બીજી તરફ શિવસેના અને કોંગ્રેસને એક-એક બેઠક પર વિજય મળ્યો છે પરંતુ ભાજપને એક પણ…
ફિલ્મ નિર્માતા કરણ જોહર આગામી રવિવારે મુંબઈ ખાતે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની આગામી તમિલ ફિલ્મ ૨.૦નો ફર્સ્ટલુક લોન્ચ કરશે. લાયકા પ્રોડક્શન તરફથી જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદન મુજબ મુંબઈના પ્રતિષ્ઠિત યશરાજ સ્ટુડીયોમાં આ ફર્સ્ટલુક લોન્ચિંગનો કાર્યક્રમ યોજાશે. જેમાં ફિલ્મના તમામ કલાકારો પણ હાજરી આપશે. ફિલ્મના નિર્માતાઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે આ કાર્યક્રમની યજમાની બોલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જોહરને સોંપાઈ છે. શંકરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં આવેલ તમિલ ફિલ્મ એન્થીરમ (રોબોટ)ની સિક્વલ હશે. કથિત રીતે આ ફિલ્મ ૩૫૦ કરોડ રૃપિયાના બજેટમાં બનાવાઈ છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત અક્ષય કુમાર, એમી જેક્શન,સુધાંશુ પાંડે, આદિલ હુસૈન જેવા ટોચના કલાકારો નજરે પડશે.…