ઓસ્ટ્રેલિયાએ કુશળ વિદેશી કામગારો માટે ‘૪૫૭ વીઝા’ કાર્યક્રમમાં પરિવર્તનની જાહેરાત કરી છે જેનાથી પોતાના સત્તાવાર નિયોજનની મુદત બાદ બીજી નોકરી શોધવાની તેમની ક્ષમતા મર્યાદિત થઇ જશે અને તેનાથી અહીં કામ કરનારા ભારતીયો પર પ્રતિકૂળ અસર થશે. આ પરિવર્તન બાદ ‘૪૫૭ વીઝા’ વાળા વિદેશી કામદારો હવે પોતાના વીઝા પૂુરા થયા બાદ ઓસ્ટ્રેલિયામાં ૯૦ના બદલે ૬૦ દિવસ જ રહી શકશે. ઇમિગ્રેશન મંત્રી પીટર ડુટ્ટએ કહ્યું કે, ૧૯ નવેમ્બરથી પેટાવર્ગ ૪૫૭ વીઝા ધારકો પોતાની મુદત પુરી થયા બાદ જે સમયકાળ માટે રહી શકે છે તેને ૯૦ દિવસથી ઘટાડી ૬૦ દિવસ કરી દેવાયો છે. ડુટ્ટએ કહ્યું કે, સરકારે સુનિશ્ચિત કરવા માટે વચનબદ્ઘ છે કે…
કવિ: SATYA DESK
નડિયાદ શહેરમાં હત્યાના ગુનાઓ શોધવામાં પોલીસ વામણી પુરવાર થઇ રહી છે. છેલ્લા પાચ માસમાં શહેરમાં બે મહિલાઓની હત્યા થઇ ચૂકી છે, પરંતુ આ હત્યાઓ કોણે કરી? શા માટે હત્યાઓ કરવામાં આવી છે? આ બનાવોનું કારણ કોઇ પારિવારીક દુશ્મની હતી કે અન્ય કઇ? આ તમામે પ્રશ્નોના જવાબો મેળવવામાં પોલીસના લાંબા હાથ ક્યાંકને ક્યાંક ટૂંકા પડી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જુલાઇ માસ દરમ્યાન અને પીજ ભાગોળ વિસ્તારમાં નવેમ્બર માસ દરમ્યાન બે મહિલાઓની હત્યાના બનાવો બન્યા છે. પોલીસના ચોપડે હત્યાના ગુનાને એક ગંભીર ઘટના તરીકે ગણવામાં આવતી હોય છે. જે વિસ્તારમાં આવી ઘટના બને ત્યાંની પોલીસ આ પ્રકારના ગુનાને અંજામ આપનાર ગુનેગારોને…
મુંબઈ: ભારતીય ચલણમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની નૉટો રદ કરવામાં આવતાં જૂની નૉટો બદલી આપવાને બહાને કેટલાક ઠગ બિલ્ડરને બૅન્ક સુધી લઈ ગયા બાદ ત્રણ કરોડની રોકડ સાથે ફરાર થઈ ગયા હોવાની ઘટના સાંતાક્રુઝ વિસ્તારમાં બની હતી. આ પ્રકરણે પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા હોઈ તેમના બે સાથીની શોધ ચાલી રહી છે. સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર શાંતનુ પવારે મંગળવારે બપોરે આવી ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું હતું. જોકે તપાસ ચાલી રહી હોવાથી પકડાયેલા આરોપીઓની ઓળખ છતી કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બિલ્ડરને તેની પાસેના ત્રણ કરોડ રૂપિયા એક્સચેન્જ કરવા હતા. પોલીસ ફરિયાદમાં બિલ્ડરે આક્ષેપ…
ઇનકમટેક્સ ડીપાર્ટમેન્ટ સાથે કેવાયસી સર્તીનું જોડાણ ઓનલાઈન કરશે. મિલકત ખરીદશો કે વેચશો ઇનકમટેક્સને ઓટોમેટીક જાણ થશે. પ્રોપર્ટીમાં સમાયેલ રહેલ રાજકારણીઓ- અધિકારીઓ- બિલ્ડરો- વેપારીઓનું કરોડોનું કાળું નાણું બહાર આવશે.
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના લશ્કરી વડા રાહિલ શરીફે એવો દાવો કર્યો છે કે જે દિવસે ભારતે પાકિસ્તાનના સાત સૈનિકોને ઠાર માર્યા હતા એ જ દિવસે એલઓસી પર પાકિસ્તાને ભારતના ૧૧ જવાનોને ઢાળી દીધા હતા. જનરલ રાહિલ શરીફે પાક. મીડિયાને આ જાણકારી રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રોગ્રામ દરમિયાન આપી હતી, જોકે ઇન્ડિયન આર્મીએ આજે આ દાવાને જુઠ્ઠો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે ૧૪-૧પ અથવા ૧૬ નવેમ્બરે ભારતીય દળોમાં કોઇ પણ પ્રકારની ખુવારી થઇ નથી. રાહિલ શરીફે તુર્કીના પ્રમુખના સન્માનમાં યોજવામાં આવેલા ભોજન સમારોહ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં ભારત-પાકિસ્તાનની અથડામણ અંગે આવું નિવેદન જારી કર્યું હતું. રાહિલે એવું પણ જણાવ્યું હતું કે તાજેતરની અથડામણોમાં…
જે કુટુંબમાં લગ્ન છે તેને એક ખાતામાંથી લગ્ન માટે અઢી લાખ અને ખેડૂત એના ખાતામાંથી ૨૫ હજાર અઠવાડિયામાં ઉપાડી શકશે. રોકડ ની ભીડ ઓછી કરવા સરકારનો એતિહાસિક નિર્ણય.
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની જૂની નોટો બંધ કરાયા બાદ રૂ. ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટો બહાર પાડવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી, જેના પગલે અમદાવાદમાં રિઝર્વ બેન્ક દ્વારા છપાયેલી નવી ૫૦૦ રૂપિયાની નોટો આજે કેટલીક બેન્કોમાં પહોંચી હતી. કેટલીક બેન્કો દ્વારા પૈસા બદલાવવા આવતા લોકોને છૂટા પૈસાની જગ્યાએ નવી ૫૦૦ની નોટો આપવામાં આવી હતી. બેન્કોની બહાર સતત આઠમા દિવસે પણ લાઇનો જોવા મળી હતી. લોકો વહેલી સવારથી જ લાઇનોમાં અને એટીએમ બહાર ઊભેલા જોવા મળ્યા હતા. બેન્કોની અંદર પૈસા બદલાવવા માટે લોકોની લાંબી લાઇનો લાગતાં ઘણી ખરી બેન્કોમાં બપોર સુધીમાં કેશ ખૂટી જતી…
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં સવારે 4.28 વાગ્યે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ગુડગાવ, રેવાડી સહિત હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે કોઇ નુકશાનના સમાચાર સામે આવ્યાં નથી. રિપોર્ટ પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના બાવળાથી લગભગ 13 કિલોમીટર દૂર હતું. જેની તીવ્રતા 4.4 હતી. ટવિટર પર દિલ્હીના લોકોએ ભૂકંપનો અનુભવ લખ્યો હતો. કેટલાક લોકોએ લખ્યું છે કે તેમણે તીવ્રતા વાળા આંચકા અનુભવ્યાં છે. ભૂગર્ભશાસ્ત્રીઓ પ્રમાણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ફોલ્ટ લાઇન પસાર થાય છે. તે જે રીતે ફોલ્ટ છે. તેમાં રિક્ટર સ્કેલ પર 6ની આસપાસની તીવ્રતા વાળા આંચકા પૈદા કરવાની ક્ષમતા છે. એટલે કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વધારે રિક્ટર સ્કેલ…
ફોન વિષે v 5 ની કિંમત 17890/- છે અને આ ફોન નું પ્રિ બુકિંગ બુધવાર થી સરું થઇ ગયું છે આ ફોન માર્કેટમાં તા 26નવેમ્બર થી માર્કેટ માં અવેલેબલ થશે અને ખાસ ફોન ફક્ત ભારતમાં જ લોન્ચ કરાયો છે . ફોન ની ખાસિયત એ છે કે બન્ને ફોન માં 20મેગાપિક્સલે નો સેલ્ફી કેમેરો હશે ,v 5 ની 5.5 ની સ્ક્રીન હશે અને સ્ક્રીન રેસોલ્યૂશન 720×1280 હશે.
મુંબઇ,તા. ૧૬ : ડોલર સામે રૂપિયો આજે સતત ચોથા કારોબારી સેશનમાં મંદી સાથે બંધ રહ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચતા લોકો નિરાશ થાય હતા. દેશમાં વેપાર ખાધ ૧૦ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. એશિયન ચલણમાં ધટાડો જોવા મળી રહ્યો છે. રૂપિયો આજે ડોલર સામે ૬૭.૯૫ની સપાટીએ રહ્યો હતો. ૨૭મી જૂનના દિવસે છેલ્લે આ સપાટી જોવા મળી હતી. આ વર્ષે હજુ સુધી ભારતીય રૂપિયો ડોલર સામે ૨.૫ ટકા સુધી ધટી ગયો છે. સોનાની ઉંચી આયાતના પરિણામ સ્વરુપે એક વર્ષ અગાઉ ૯.૬૯ અબજ ડોલરની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં ભારતની વેપાર ખાધ ૧૦.૧૬ અબજ ડોલર થઇ ગઇ છે.…