Author: Hemangi Gor- SatyaDay Desk

7 10

હજુ સુધી તમે માત્ર કેરી, લીંબુ, મરચાં, ગાજર, મૂળા અને આમળાના અથાણાનો જ ટેસ્ટ કર્યો હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લંડનના એસેક્સમાં એક એવી દુકાન છે જ્યાં માણસના અંગોનું અથાણું વેચાય છે. આ દુકાનની અંદર એવી ખતરનાક વસ્તુ રાખેલી છે કે ત્યાં જતાં પહેલા 10 વાર વિચારવું પડે. આ દુકાનમાં ઘુસતાં હાથ-પગ, ખોપરી, નખ, જાનવરોની ખોપરી, તેના અવશેષ અને ઘણી ડરાવે તેવી અજીબોગરીબ વસ્તુ ડબ્બામાં બંધ કરેલી તમને જોવા મળશે. આ દૃશ્ય જોતા કોઈ ડરાવનારી ફિલ્મ જેવું લાગશે. આ દુકાનનું નામ ‘ક્યૂરોસિટીઝ ફ્રોમ ધ ફિફ્થ કોર્નર’ છે. જેના માલિકનું નામ હેનરી સ્ક્રેગ છે. હેનરીએ તેની આ દુકાનમાં સૈંકડો…

Read More
6 10

મોદી સરકાર-2 એ તેના ચૂંટણી ઢંઢેરા પત્રમાં કરેલ ત્રણ મોટા વાયદા માત્ર સાત જ મહિનામાં પૂરા કરી દીધા છે. રસપ્રદ વાત તો એ છે કે, આ ત્રણેય વાયદા આરએસએસનો વર્ષોથી બાકી માંગણીઓમાંના એક છે. બીજેપીએ 2019 ના ચૂંટણી ઢંઢેરા પત્રમાં જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવાનો, નાગરિકતા સંશોધન બીલ લાવવા અને ત્રણ તલાક વિરૂદ્ધ કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો. કહેવાય છે કે, સરકાર હવે આગામી સમયમાં સમાન નાગરિક સંહિતા અને જનસંખ્યા નિયંત્રણ સાથે જોડાયેલ કાયદાઓ પર કામ કરી શકે છે. બુધવારે જ્યારે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે નાગરિકયા સંશોધન બિલ પર ચર્ચા અને પાસ કરવા માટે રજૂ કર્યું ત્યારે તેમણે બીજેપીના…

Read More
5 9

પબજી ગેમને કારણે દેશમાં અનેક યુવાનોના મોતના કેસ સામે આવતા રહે છે. ચાલુ ટ્રેનમાં 20 વર્ષનો યુવક પબજી ગેમ રમતી વખતે પાણીને બદલે કેમિકલ પી જતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો છે. આ માહિતી આગ્રા ગવર્મેન્ટ રેલવે પોલીસે આપી છે. સૌરભની એક ભૂલે તેનો જીવ લીધો મૃતક સૌરભ યાદવ ગ્વાલિયરનો રહેવાસી હતો. તે તેના મિત્ર સંતોષ શર્માની સાથે ટ્રેનમાં આગ્રા જઈ રહ્યો હતો. સંતોષ ઘરેણાં પોલિશિંગનો બિઝનેસ કરે છે, આથી તેની બેગમાં ઘરેણાં ધોવા માટેનું કેમિકલ હતું. બંને મિત્રોની બેગ એક સરખી હતી, સૌરભ ટ્રેનમાં ગેમ રમવામાં એટલો બધો મશગુલ હતો કે તેણે પાણીને બદલે આ કેમિકલ ભરેલી બોટલ ઉઠાવી લીધી…

Read More
4 11

દેશમાં ATM ક્લોનિંગના કેસ વધતા જઈ રહ્યા છે. બેંક પણ સમયાંતરે લોકોને આ અંગે સાવચેત કરતી રહી છે. જો તમને ATM ક્લોનિંગ વિશે જાણ ન હોય તો કોઈ તમારી સાથે છેતરપિંડી કરીને તમારી મહેનતથી કમાયેલા પૈસા ચોરી કરી શકે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેને ફોલો કરી તમે ATM ક્લોનિંગથી બચી શકો છો. ATM કાર્ડનું ક્લોનિંગ કેવી રીતે થાય છે? સાઇબર ઠગ ATM, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ્સની ક્લોનિંગ માટે મશીનમાં સ્કીમર લગાવી દે છે. સ્કીમર મશીનમાં અગાઉથી સ્વાઇપ મશીન અથવા ATM મશીનમાં ફીટ કરી દેવામાં આવ્યું હોય છે. પછી જેવું તમે કાર્ડ સ્વાઇપ કરવા…

Read More
3 11

ભારતીય રેલવે કેટલાક વિશેષ લોકોને ટ્રેનમાં ટિકિટ બુક કરાવવા પર 75% સુધીની છૂટ આપે છે. આ કેટેગરીમાં વૃદ્ધો અને અપંગો ઉપરાંત અમુક રોગોના દર્દીઓ પણ સામેલ છે. દર્દી પોતાની સારવાર માટે એક શહેરથી બીજા શહેર આવ-જા કરી શકે અને તેમની પર ભાડાનો ભાર થોડો ઓછો પડે એ માટે રેલવે તેમને ટ્રેન ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપે છે. દર્દીઓની સાથે તેમની સાથે મુસાફરી કરતા સહાયક પણ ટિકિટ પર આ છૂટ મેળવી શકે છે. ડોક્યૂમેન્ટ હોવા જરૂરી જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો તો તમારે ટિકિટ કાઉન્ટર પર બેઠેલા કર્મચારીને કહેવું પડશે કે તમારે કઈ કેટેગરીમાં છૂટ જોઈએ છે. તે તમારી પાસેથી…

Read More
2 10

ન્યૂ ઝીલેન્ડના વ્હાઇટ આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટવાને કારણે અનેક પર્યટકો ગંભીર રીતે દાઝ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકો માટે સરકારે 1290 સ્કવેર ફુટ માનવ ચામડીનો ઓર્ડર આપવો પડ્યો છે. સોમવારે ફાટેલા આ જ્વાળામુખીને કારણે 10 લોકોના મૃત્યુ થયા છે. પર્યટકોમાંથી 29 લોકો ગંભીર રીતે દાજ્યા છે. ન્યૂ ઝીલેન્ડના મેડિકલ ઓથોરિટીએ જણાવ્યું કે, હાલ બર્ન્સ યુનિટમાં 29 પેશન્ટ ગંભીર હાલતમાં દાખલ છે. તેમાંથી 22 લોકો અતિ ગંભીર હાલતમાં છે. તેમની હાલની પરિસ્થતિ ઘણી ક્રિટિકલ છે. ન્યૂ ઝીલેન્ડમાં હાલ સ્કિનની માગને પહોંચી શકાય તેવું ન હોવાથી અમેરિકાને ઓર્ડર આપવો પડ્યો છે. દેશના નેશનલ બર્ન્સ યુનિટના ચીફ મેડિકલ ઓફિસર ડો. પેટ વોટ્સને…

Read More
1 9

રાજ્યના 33 જિલ્લાના 10 હજાર મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર 17 જેટલી પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ આપવા, ફિક્સ પગાર દૂર કરી પુરો પગાર આપવા અને કારકૂનમાંથી નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા સહિત વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. જેને પગલે આજે ગાંધીનગરમાં રેલીનું આયોજન કર્યું છે. તેમજ આ કર્મચારીઓ મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવા જવાના છે. મહેસૂલી કર્મચારીઓની વિવિધ માંગણીઓ મહેસૂલ કર્મચારીઓ 17 જેટલા પડતર પ્રશ્નો જેવા કે નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવી, ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપી ફિક્સ પગારની નોકરી કરનાર કર્મચારીઓને નેશનલ ઇજાફો આપવા, સાતમું પગારપંચ, કોમ્પ્યુટર કામગીરીમાં…

Read More
7 9

યુપીના હમીરપુરમાં એક સરકારી હેડપંપમાંથી અચાનક પાણીની જગ્યા પર લોહી, માંસના ટુકડાં અને હાડકાં નીકળવા લાગ્યા, જેનાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ગામ વાળામાં એટલી ગભરાહટ ફેલાયેલી છે કે તે હેડપંપ પાસે જવાથી પણ ડરવા લાગ્યા છે. હમીરપુરના રાઠ તહસીલના જાખેડી ગામમાં 100 ઘરોમાં પાણી પીવાનો એકમાત્ર સહારો સરકારી હેડપંપ હતો, પરંતુ દિવાળી પછી તે હેડપંપમાંથી પાણીની જગ્યાએ લોહી અને સડેલા માંસ નીકળવા લાગ્યા હતા. આ જોઈને ગામવાળા એટલા ભયભીત થઈ ગયા કે તેણે હેડપંપ નજીક જોવાનું છોડી દીધું. હેડપંપમાંથી લોહી અને માંસના ટુકડાં નીકળવાની વાતે ગામમાં ખળભળાટ મચાવી દીધો છે. કોઈ તેને ભૂતોનો પ્રકોપ માની રહ્યા છે તો…

Read More
6 9

પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના મંત્રીઓમાં માત્ર અંદર-અંદર તાલમેળ તો નથી જ, પરંતુ કટવાહટ પણ છે. તેનો સંકેત એ સમયે મળ્યો જ્યારે દેશની માનવાધિકાર મામલાઓની મંત્રી ડૉ. શિરીન મજારી વિદેશ મંત્રાલયનાં કામકાજની રીત પર બરાબરની બરસી. તેમણે ભરી સભામાં સ્પષ્ટ કહ્યું કે, વિદેશ મંત્રાયલ બદલતા સમય પ્રમાણે પોતાને ઢાળવામાં નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનના માનવાધિકાર મંત્રાલય દ્વારા ‘માનવાધિકાર કૂટનીતિ’ પર આયોજિત સેમિનારમાં મજારીએ અફસોસ દર્શાવ્યો. તેમણે કહ્યું કે, “કશ્મીર મુદ્દે” તેમના દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો માત્ર વિદેશ મંત્રાલય તેમના કાર્યમાં નિષ્ફળ રહ્યું છે અને તેણે આંતરરાષ્ટ્રીય મંચો પર તેનું ફોલોઅપ પણ લેવામાં આવ્યું નથી. મજારીએ કહ્યું, “આજે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સતત વધી રહેલ…

Read More
5 8

પશ્ચિમ ભારત તરફથી ઉત્તર ભારત તરફ ટ્રેનો દોડાવતી પશ્ચિમ રેલવેએ પોતાના કાર્યાલયમાં ઉંદર મારવા માટે છેલ્લાં ત્રણ વર્ષમાં એક કરોડ, 52 લાખ, 41 હજાર,689 રૂપિયા ખર્ચ્યા હતા એવું એક આરટીઆઇના જવાબમાં રેલવેએ જણાવ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે આટલી ગંજાવર રકમ ખર્ચ્યા બાદ રેલવેએ રોકડા પાંચ હજાર ચારસો સત્તાવન ઉંદર માર્યા હતા એટલે કે રોજ પાંચ ઉંદર મારવા માટે પશ્ચિમ રેલવેએ 14 હજાર રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. છે ને ભ્રષ્ટાચાર આચરવાની નવી રીત ! યાર્ડમાં ઊભેલી ટ્રેનો અને પોતાની ઑફિસમાં ઉંદર મારવા માટે પેસ્ટ કન્ટ્રોલ કંપનીને રોજના ચૌદ હજાર રૂપિયા ચૂકવાતા હતા પરંતુ એટલા માતબર ખર્ચ સામે રોજ…

Read More