Author: Hemangi Gor- SatyaDay Desk

2 9

અવળચંડાઇ માટે કુખ્યાત પાકિસ્તાન આપણા દેશની શાંતિ ડહોળાવવા જ નહીં પણ આપણા દેશના યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી તેમનું જીવન ખોરવવા માટે સતત ફિરાકમાં હોય છે. પરંતુ આપણા જવાનોની સતર્કતાથી પાકિસ્તાનને તેના મનસૂબા પાર પાડવામાં ભાગ્યે જ સફળતા મળે છે. પાકિસ્તાને છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતની સરહદેથી ભારતમાં 17 હજાર કિગ્રા ઘુસાડવાનો પ્રયાસ કર્યો છે પણ આપણા જવાનોએ તેમને તેમાં સફળ થવા દીધા નથી. ગુજરાતની સમુદ્રી અને જમીનની સરહદ દ્વારા પાકિસ્તાને છેલ્લા ચાર વર્ષમાં હજારો કિલોગ્રામ ડ્રગ્સ મોકલવા પ્રયાસ કર્યો છે. જેમાં 1.10 લાખથી વધુ નશિલી દવા, 238.9 કિલો અફીણનો મુખ્યત્વે સમાવેશ થાય છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા જારી વિગત અનુસાર ભારતમાંથી…

Read More
safe image

ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવાના પરિપત્રનો વડોદરામાં પણ વિરોધ શરુ થયો છે. ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ પરિપત્રનો અમલ નહી કરવામાં આવે તેવુ એલાન કર્યુ છે ત્યારે વડોદરામાં પણ ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષક સંઘે પણ તેની સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. શિક્ષક સંઘના મંત્રી હસુમખ પાઠકનુ કહેવુ છે કે, પહેલા સરકાર ખાનગી સ્કૂલોમાં શિક્ષકોના થતા શોષણને અટકાવે અને પછી ઓનલાઈન હાજરી પૂરવા જેવા ગતકડાં અમલમાં મુકે.તેમણે કહ્યુ હતુ કે, ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોને યોગ્ય પગાર નથી અપાતો, સંચાલકો તેમનુ શોષણ કરે છે.બીજી તરફ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો બોગસ હાજરી પૂરીને ટકી રહ્યા છે તો…

Read More
10 7

વડોદરા શહેરમાં હજી પણ દૂષિત અને જીવડા વાળા પાણીની સમસ્યા દૂર થઈ નથી. શહેરની મધ્યમાં જયરત્ન બિલ્ડીંગ પાસે નવાપુરા વિસ્તારમાં દ્વારકેશ કુંજ સોસાયટીમાં ગંદા પાણી સાથે અળસિયા અને લાલ જીવડા વાળું પાણી મળતાં લોકો પણ ચોંકી ઉઠયા હતા. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવે છે અને લોકોએ કોર્પોરેશનમાં રજૂઆતો પણ કરી છે આમ છતાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. દ્વારકેશ કુંજ સોસાયટીમાં જંતુવાળા પાણી અંગે રહીશોનું કહેવું છે કે અળસિયા અને જીવડા પાણી સાથે આવતા તેનો ઉપયોગ કરવો જોખમી બન્યું છે. અળસિયા સાથે જીવડા ડોલમાં ચોટી જાય છે. દૂષિત પાણીથી વિસ્તારમાં લોકો બીમાર પડ્યા છે. શહેરના પૂર્વ અને દક્ષિણ…

Read More
9 6

શહેરનાં કાલાવડ રોડ પર મોડી રાત્રે યુવતી સાથે છેડતીની ઘટના બની છે. સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ નરાધમોએ સ્કૂટર પર જતી યુવતીની છેડતી કરી છે. GJ-03-KH-2978 નંબરના કારચાલકે કોટેચા ચોકથી કે.કે.વી.હોલ ચોક સુધી યુવતીનો પીછો કરી અપશબ્દો કહ્યા હતા. ભોગ બનનાર યુવતીએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે બે શખ્સોની અટકાયત કરી છે. એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. સૈયદ અને અનવર નામના બે શખ્સને પોલીસ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન કરાવશે.

Read More
8 8

શહેરમાં શિયાળાએ પગરવ માંડતાની સાથે જ હવે તસ્કરોએ પણ દેખા દીધી છે. ઠંડી અને લગ્નસરાનો લાભ લેવા ચોરો પણ સક્રિય બની ગયા છે અને તક મળતા જ હાથ અજમાવી રહ્યા છે. ગોત્રીના એક ફ્લેટમાં ત્રાટકેલા ચોરો મોટો હાથ મારી પલાયન થઈ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગોત્રીની મધર સ્કૂલ પાસે સાકાર એડીફાય ફ્લેટમાં સેકન્ડ ફ્લોર પર રહેતા પારુલ બેન શાહ રવિવારે લગ્નમાં ગયા હતા અને આજે પરત ફર્યા તે દરમિયાન તેમના ફ્લેટનું તાળું તૂટેલું હતું અને ચોરો અંદર ચીજ વસ્તુઓ આપણે ફેંદી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.પ્રાથમિક તબક્કે ચોરો 45 તોલા જેટલું સોનું,ચાંદી અને રોકડા રૂપિયા 20 હજાર ચોરી…

Read More
7 8

અનુસૂચિત જનજાતિ સમાજ માટેની માનવ ગરિમા યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના ઉત્તર આપતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જનજાતિ સમાજના યુવાઓને વધુ સ્વાવલંબી બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સુરત પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રી વસાવાએ ઉમેર્યું હતું કે, આદિવાસી સમાજના નાના માણસોને સ્વાવલંબી બનાવવા માટેની માનવ ગરિમા યોજના હેઠળ સુરત જિલ્લામાં વર્ષ 2018-19માં 1844 લાભાર્થીઓને રૂ.47.82 લાખની સાધન સહાય આપવામાં આવી છે. આ યોજના ક્યારથી શરૂ થઇ છે તે સંદર્ભે ગૃહના સભ્ય દ્વારા પુછાયેલા પૂરક પ્રશ્નના પ્રત્યુત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના વર્ષ 1995-96માં…

Read More
6 8

ચીન ભારતીય મીઠાની સૌથી મોટી આયાત કરનાર છે, જેમાંથી 80 ટકા ગુજરાતમાંથી આવે છે. તેના તૈયાર ઉત્પાદનોની માંગ ઘટી રહી છે આ રીતે કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે રાજ્યના મીઠા ઉત્પાદકો અને ખેડુતોને રૂ. 100 કરોડથી વધુનું નુકસાન થાય છે. ગુજરાતમાં પરંપરાગત અગરિયા (મીઠાના ખેડૂત), પંચ્યાશી વર્ષના નરૂભાઇ કોળી, મીઠાના ઉદ્યોગની હાલની સ્થિતિમાં મૂંઝવણમાં છે. પાટણ જિલ્લાના સાંતલપુર ગામના રહેવાસી કોળીને મીઠાના વેપારીએ જણાવ્યું હતું કે તેઓ તેની પેદાશનું વેચાણ કરે છે, બજારમાં મંદી છે અને આ રીતે, તે વધુ સ્પષ્ટતા કર્યા વિના વધુ મીઠું ખરીદી શકશે નહીં. સત્ય એ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેના…

Read More
5

જો તમે આવનારા સમયમાં સ્કૂટર અને બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે આ એક મહત્વના સમાચાર છે. હકીકતમાં દેશની સૌથી મોટી ટુવ્હીલર પ્રોડક્શન કંપની હીરો મોટોકોર્પે સમીક્ષા બાદ 1 જાન્યુઆરી 2020થી વાહનોની એક્સ શૉરૂમ કિંમતો વધારવાની ઘોષણા કરી છે. તેવામાં આગામી વર્ષે એક જાન્યુઆરીથી કંપની તમામ મોડેલની કિંમત 2000 રૂપિયા સુધી વધારી દેશે. મારૂતિ સુઝુકીએ વધાર્યા ભાવ તાજેતરમાં જ દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરીથી પોતાના તમામ મોડેલના ભાવ વધારવાની ઘોષણા કરી હતી. કંપનીએ જણાવ્યા અનુસાર ઇનપુટ ખર્ચ વધવાના કારણે કિંમત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કયા મોડેલના કેટલા ભાવ વધશે તેના વિશે…

Read More
4 9

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થવા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બિલને બંધારણ પરનો હુમલો ગણાવ્યો છે. તેમજ તેનું સમર્થન કરવું ભારતની બુનિયાદને નષ્ટ કરવાનો પ્રયાસ ગણાશે તેવું ટ્વીટ કરી રાહુલ ગાંધી પોતાની પ્રતિક્રિયા આપી છે. તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર કટ્ટરતાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ સરકારના બંધારણને નષ્ટ કરવાના વ્યવસ્થિત એજન્ડા વિરૂદ્ધ લડત ચલાવશે. પ્રિયંકાએ ટ્વીટ કરી કહ્યું કે ગત રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થતાંની સાથે જ ભારત કટ્ટરતા તેમજ સંકુચિત વિચારવાળાથી ભારતના વાયદાની પુષ્ટી થઈ. અમારા પૂર્વજોએ આપણી સ્વતંત્રતા માટે બલિદાન આપ્યાં, તે સ્વતંત્રતામાં સમતાનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર…

Read More
3 9

છેલ્લા ઘણાં સમયથી અમરેલી જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આંતક વધી ગયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહૌલ હતો. આ મુદ્દે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો. ઘણા લોકોને ફાડી ખાધા છે, તો ઘણાઓને ઈજા પહોંચાડી છે. દીપડાઓના આતંકને લઈને લોકો ત્રાહિમાં કરી ગયા છે. તેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. આ બાબતે હવે એક રાહતના સમાચાર મળ્યા છે. અમરેલીના બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઇ ગઇ છે. સમગ્ર વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ હોવાનું જાણવા મળ્યું છે. વનમંત્રીએ…

Read More