Author: Hemangi Gor- SatyaDay Desk

safe image 11

ગ્રાહકો કે લોન ધારકોને ફાયદો થાય તેવી યોજના કે નિર્ણયો લેવામાં બેન્કો હંમેશા ઉદાસીન છે તે વાત આજે ફરી સાબિત થઇ ગઇ. દેશની સરકારી માલિકીની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) રેપોરેટ સાથે લિંક હોમ લોન પ્રોડક્ટ પરત ખેંચી લીધી છે. બેન્કે આ પ્રોડક્ટ 1લી જુલાઇ 2019ના રોજ લોન્ચ કરી હતી. ટ્વિટર ઉપર યુઝર્સની મૂંઝવણનો જવાબ આપતા બેન્કે ટ્વિટ કર્યું કે, તેણે રેપો રેટ આધારિત હોમ લોન સ્કીમને પરત ખેંચી લીધી છે. મતલબ કે આ સ્કીમ બંધ કરી દેવામાં આવી છે. SBI એ એવા સમયે રેપો રેટ લિંક્ડ હોમ લોન સ્કીમ બંધ કરી છે જ્યારે RBIએ તમામ બેન્કોને…

Read More
content image dbe9c14b 9e51 4fae 89d9 07affc899731

રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક એવી બાળકી જન્મી છે જે જન્મની સાથે જ ફેમસ થઈ ચુકી છે. આ બાળકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ અંગે મળતી વિગતોનુસાર ટોંક જિલ્લાના દડાવતા નામના ગામમાં એક દંપતિના ઘરે એક દીકરા અને એક દીકરીનો જન્મ થયો છે. તેમનો દીકરો તો નોર્મલ છે પરંતુ તેમની દીકરીના શરીર સાથે અન્ય એક બાળકનું શરીર ચોંટેલું છે. આ બાળકીના ધડ સાથે અન્ય એક અર્ધવિકસિત ભ્રૂણ ચોંટેલું છે. આ દીકરીને બે હાથપગ સાથે અન્ય અંગ પણ વિકસિત થયેલા છે. ડોક્ટરોના જણાવ્યાનુસાર મહિલા રાજૂદેવીના ગર્ભમાં…

Read More
2222

વરાછા માતાવાડી વિસ્તારના જવાહરનગરમાં પોલીસે દરોડા પાડી 5 મહિલા સહિત 8 જણાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 28,700 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વરાછા પોલીસને બાતમી મળી હતી કે માતાવાડી વિસ્તારની જવાહરનગર સોસાયટીના ઘર નંબર 204 ના બીજા માળે મહિલા અને પુરૂષો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે જવાહરનગરના ઘર નંબર 204 ના બીજા માળે દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા લાભુબેન પ્રફુલ સોલંકી (રહે. જનતાનગર સોસાયટી, વરાછા), અસ્મીત કિશોર ગોસ્વામી (રહે. સંતોષ સોસાયટી, મારૂતિ ચોક, વરાછા), અંકિત ભાણાભાઇ બાંભણીયા (રહે. લક્ષ્મીનગર સોસાયટી, સરથાણા), બાજુબેન ઉર્ફે મનિષા અજય બાંભણીયા (રહે. શ્યામવિલા સોસાયટી, કામરેજ ચાર રસ્તા),…

Read More
safe image 10

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ આસામની જેમ એનઆરસી લાગુ કરવાની કવાયત શરુ થઈ ગઈ છે. યુપી પોલીસે તમામ જિલ્લાઓમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અભિયાન શરુ કર્યુ છે.તેની સાથે સાથે રોહિંગ્યા મુસ્લિમોની પણ ભાળ મેળવવામાં આવશે. યોગી આદિત્યનાથ યુપીમાં એનઆરસી(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)લાગુ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. જોકે આખી કવાયતમાં મુશ્કેલી એ છે કે, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી લેવાયા બાદ તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાય છે ત્યારે બાંગ્લાદેશ આવા ઘૂસણખોરોને સ્વીકારવાની ના પાડી દે છે. યુપીમાં 10 લાખ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહયા હોવાનો અંદાજ છે.પશ્ચિમી યુપીમાં નોએડા, ગાઝિયાબાદ, મેરઠ, સહારનપુર અને બુલંદ શહેર તેમનો અડ્ડો બની ગયા…

Read More
3 70

રાજકોટમાં ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની દારૂની મહેફીલ બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. આજે ત્રીજા દિવસે પણ દેશી દારૂના અડ્ડાઓ પર જનતાએ કંટાળીને સપાટો બોલાવ્યો હતો. રાજકોટ પોલીસે પણ અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં હજારો લિટર દેશી દારૂ અને આથાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. શહેરના યુનિવર્સિટી રોડ પર ખરાબ રસ્તા અને દેશી દારૂના મુદ્દે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સોસાયટીની મહિલાઓએ વિરોધ કરી દારૂનું વેચાણ કરતા અડ્ડાઓ પર રેડ કરી હતી. જે.કે. ચોક નજીક જનતા રેડ પડતા દારૂનું વેચાણ કરતા લોકો ફરાર થઇ ગયા હતા.

Read More
safe image 9

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના કેટલાંક ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં તે એકદમ હોટ લાગી રહી છે. પીચ કલરના સુંદર ગાઉનમાં આલિયા એક પરી જેવી દેખાઈ રહી છે. હાલનાં દિવસોમાં તે ફિલ્મો સિવાય રણબીર કપૂર સાથે સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. રણબીરની સાથે આલિયા પહેલીવાર મોટા પડદા પર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે નજરે આવવાની છે. આલિયાની આ ફોટો પર લોકોએ કોમેન્ટોનો મારો ચલાવ્યો છે. આ સિવાય કોઈ તે પિતા મહેશ ભટ્ટની ફિલ્મમાં પણ પહેલીવાર કામ કરવા જઈ રહી છે. મહેશ ભટ્ટની ફિલ્મ સડક 2માં આલિયા આદિત્ય કપૂરની સાથે દેખાશે એવા પણ એક સમાચાર છે. આ દિવસોમાં આલિયા રણબીર કપૂરની…

Read More
safe image 8

કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત ભારતની સૌથી મોટી આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM-JAYના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ નિમિત્તે 23 સપ્ટે સોમવારના રોજ ગાંધીનગર ખાતે ‘આયુષ્યમાન ભારત દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી સમારોહમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોને નિમણૂક પત્ર એનાયત, વિવિધ સંસ્થાઓનું સન્માન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થીયેટરોનું ઇ-તકતીથી લોકાર્પણ, 104 હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ની હેલ્પલાઇન અને લોગોનું અનાવરણ, સ્યુ સાઇડ પ્રિવેન્શન’ હેલ્થલાઇન પુસ્તકનું વિમોચન, ‘MY TECHO’નું લોકાર્પણ કરવામાં આવશે. લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.કે.જનરલ હોસ્પિટલ-રાજકોટ તેમજ બારડોલી હોસ્પિટલને એવોર્ડ, 108 એમ્બ્યુલન્સ અને ખિલ ખિલાટ વાનને લીલી ઝંડી આપીને…

Read More
skin ellergy 1536046448 lb

કોઇ ખોરાક કે અમુક દવાઓ (આયુર્વેદિક, એલોપથીક, હર્બલ કે હોમિયોપેથીકથી) તાત્કાલિક ભયંકર અસર (સીવીઅર રીએકશન) આવે અને મૃત્યુ થાય આવા દાખલા હમણાં ઘણા જોવા મળે છે.  આવી અસરને એનાફીલેકટીક શોક કહે છે જેમાં દવા કે ખોરાક લીધાને ૫ મિનિટની અંદર શ્વાસ ના લેવાય, બી.પી. એકદમ ઓછું થઇ જાય, વ્યકિત બેભાન થઇ જાય, શરીર ઠંડું પડી જાય અને મૃત્યુ થાય. ૧. અજાણ્યો ખોરાક કે પ્રવાહી લેશો નહીં. ૨. તમે કોઇપણ દવા લો તે પહેલાં તમારા ડોકટરને તમને દવાઓ કે કયા ખોરાકની એલર્જી છે તે ખાસ કહેશો. ૩. જાહેરાત ખૂબ કરેલી હોય તેવી દવાઓ પણ લેવાનું ટાળજો. ૪. તમારા રોગ માટે કોઇએ…

Read More
safe image 2

સુરત મહાનગર પાલિકાએ સુરત એરપોર્ટ તંત્ર પર લાલ આંખ કરી છે. તાજેતરમાં જ એએઆઈએ સુરત કસ્ટમ એરપોર્ટને પ્લાસ્ટિક ફ્રી જાહેર કર્યું છે. તેવામાં એસએમસીને ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં તેમણે એરપોર્ટને નોટીસ ફટકારી છે. ફક્ત આ એક જ બાબતે નહીં પણ પાલિકાએ અન્ય બાબતોને લઈને પણ એરપોર્ટને નોટીસ આપી છે. જેમાં ઓડબલ્યૂસી તેમજ ડસ્બીનની સુવિધા ન હોવી મુખ્ય બાબતો છે. સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગે શુક્રવારે સુરત એરપોર્ટ તંત્રને નોટીસ પાઠવી છે. ફ્લાઇટમાંથી નીકળતાં સૂકા- ભીના કચરાને અલગ કરવાની કોઇ પણ પ્રકારની સુવિધા સુરત એરપોર્ટ પાસે નથી. આટલું જ નહીં ટર્મિનલ બિલ્ડિંગ, ટોઇલેટ, પાર્કિંગ સહિતની જગ્યા પર સૂકા અને…

Read More
river snake.1

ચીનની યાંગ્ત્જી નદીમાં એક રહસ્યમય કાળા કલરનું પ્રાણી તરતું જોવા મળ્યું, જેનો વીડિયો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણો હંગામો મચી ગયો છે. મીડિયા અહેવાલ અનુસાર, પીઅર વીડિયોએ આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેને 6 મિલિયન લોકોએ નિહાળ્યો છે. આ વીડિયો જોતાં જ લોકો ઘણા પ્રકારની વાતો કરી રહ્યા હતાં. સોશિયલ મીડિયા પર આ પ્રાણી જેવી દેખાતા રાક્ષસને ‘પાણીનો રાક્ષસ’ (Three Gorges Water Monster) કહી રહ્યા છે. હુબઈ પ્રાંતના થ્રી-જોર્જ ડેમમાં લહેરોની વચ્ચે આ પ્રાણી જોવા મળ્યું. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે, પ્રદૂષણમાં વૃદ્ધિ થવાના કારણે તેનો જન્મ થયો છે,…

Read More