અમેરિકાના સાઉથ કેરોલિનારાજ્યમાં ચાર્લ્સટન શહેરની રહેવાસી 6 મહિનાની બાળકીને જન્મની સાથે 2 મોઢાં હતાં. હાલ આ બાળકીની સર્જરી કરીને બીજું મોઢું કાઢી દેવામાં આવ્યું અને તે એકદમ સ્વસ્થ છે. બાળકીની સારવાર કરનારા ડોક્ટરે કહ્યું કે, વધારાનું મોઢું મુખ્ય મોઢાં સાથે જોડાયેલું નહોતું તેને શ્વાસ લેવામાં કે જમવામાં કોઈ તકલીફ ન હતી અને બીજા મોઢામાંથી તેને લાળ વધારે પડતી હતી. સર્જરી બાદ તેનું બીજું મોઢું કાપીને અલગ કરી દીધું છે, તેમાં અમુક નાના એવા દાંત પણ હતા. બાળકીને હવે કોઈ સર્જરીની જરૂર નથી, હાલ તેના જમણી બાજુના હોઠનાં સ્નાયુ કામ કરી રહ્યા નથી પણ સમય જતા તે નોર્મલ થઇ જશે.
કવિ: Satya Day News
સચિવાલયના વિવિધ વિભાગો અને મંત્રીઓની ચેમ્બરો ફરીથી ધમધમતી થશે. છેલ્લા અઢી મહિનાથી આ ઓફિસો બંધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો નિર્ણય લીધો છે કે હવે કોરોના સાથે કામ કરવાનું છે તેથી ઓફિસો વધુ સમય માટે બંધ રાખવી યોગ્ય નથી. આરોગ્યના વિવિધ નિયમોનું પાલન કરીને બઘી ઓફિસો ખોલી નાંખવામાં આવશે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના પગલે ગયા માર્ચ મહિનાના મધ્યમાં સચિવાલયની મોટાભાગની ઓફિસો બંધ કરવામાં આવી છે. રાજ્યના મંત્રીઓને પણ ફિલ્ડમાં મોકલીને તેમની ચેમ્બરો બંધ કરી દેવામાં આવી હતી. મંત્રીઓના અંગત સ્ટાફને લોકડાઉનમાં તેમના ઘરે રહેવાની સૂચના આપવામાં આવી હતી, જો કે સચિવાલયમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા…
ડિઝાઇનર્સ અન્ના સિટેલી અને રાઉલ બ્રેત્ઝલે કેપ્સુલા મુંડી બનાવ્યાં છે, જે મૃતક માટે ઇંડા આકારની પોડ છે, જે પરંપરાગત દફન પદ્ધતિઓનો વિકલ્પ આપે છે. મૃતદેહના શરીરને પોડ પૃથ્વીમાં દફનાવવામાં આવે તે પહેલાં બાયોડિગ્રેડેબલ સામગ્રીમાંથી બનેલા કન્ટેનરની અંદર ગર્ભની સ્થિતિમાં મૂકવામાં આવે છે. મૃતક દ્વારા તેમના મૃત્યુ પહેલાં અથવા પરિવાર દ્વારા પસંદ કરાયેલ એક વૃક્ષ, ત્યારબાદ દફન સ્થળની ઉપર વાવેતર કરવામાં આવે છે. કેપ્સુલા મુંડીને XXII ટ્રાયનેલે દી મિલાનો ખાતે તૂટેલા પ્રકૃતિ પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જે પાઓલા એન્ટોનેલી દ્વારા ક્યુરેટ કરવામાં આવે છે અને 1 માર્ચથી 1 સપ્ટેમ્બર 2019 ની વચ્ચે યોજાય છે. પ્રદર્શન માનવ અને પ્રકૃતિ વચ્ચેના ખરાબ…
કોરોના વાયરસ ના સંકટ વચ્ચે બીજુ સંકટ ઉભું થઈ ગયું, જ્યારે કોરોના વાયરસ ના ત્રણ સેમ્પલ વાંદરા એ છીનવી લીધા.વાંદરા ની આ હરકત થી ત્રણે દર્દી ના સેમ્પલ ફરીથી લેવામાં આવ્યા અને ત્યારબાદ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા. આ બનાવ મેરઠ ની મેડિકલ કોલેજ નો હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલા નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વાંદરા દ્વારા સેમ્પલ ને લઈ ને ઝાડ પર બેઠા બેઠા ચાવી રહ્યા છે. મેડિકલ કોલેજ ના આચાર્ય ડો.એસ.કે.ગર્ગ નું કહેવું છે કે આ મામલો ધ્યાને આવતા મેં તરત જ પ્રમુખ અધિક્ષક ડો.ધીરજ બાલિયાન ને વીડિયો મોકલી આપ્યો હતો. ડો.ધીરજ બાલિયાન નું કહેવું છે…
1 જૂને ગંગા દશેરા છે. આ દિવસે માતા ગંગા સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યાં હતાં. સનાતન ધર્મમાં ગંગાને મોક્ષ દાયિની કહેવામાં આવે છે. આજે પણ મૃત્યુ બાદ મનુષ્યની અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અસ્થિ વિસર્જન માટે હિંદુ સમાજમાં સૌથી વધારે મહત્ત્વ ગંગા નદીનું જ માનવામાં આવે છે. હરિદ્વારમાં ‘હર કી પૌડી’માં કપાલક્રિયા અને અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. તેની પાછળનું કારણ છે ગંગાનો ઇતિહાસ છે. ગરૂડ પુરાણ સહિત અનેક ગ્રંથમાં ગંગાને દેવી નદી અથવા સ્વર્ગની નદી કહેવામાં આવી છે. ગંગા સ્વર્ગમાંથી આવતી નદી છે, જેને ભગીરથ પોતાની તપસ્યાથી પૃથ્વી ઉપર લઇને આવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે,…
દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ગરમીનો પ્રકોપ, આ બન્ને વચ્ચે સામાન્ય માણસ પીસાઇ રહ્યો છે. જો કે હવે સામાન્ય માણસો જ નહીં, હવે ગરમીએ ભગવાનને પણ જાણે પરેશાન કરી દીધા છે. ઉનાળાની ગરમી જોઇને વારાણસીમાં ભક્તો ભગવાનને ઠંડા પીણા અર્પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, એર કંડિશનર પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવું દૃશ્ય ધર્મની નગરી કાશીમાં જોવા મળ્યું હતું. બાબા બટુક ભૈરવનું મંદિર, ભગવાન શિવનાં આઠ સ્વરૂપોમાંથી એક, વારાણસી જિલ્લામાં સ્થિત છે. લોકડાઉન દરમિયાન મંદિર સામાન્ય ભક્તો માટે બંધ છે, પરંતુ મંદિરનાં સેવકો અને પુજારીઓ કોલ્ડડ્રિંક્સ અને ચોકલેટ અર્પણ કરી રહ્યા છે. આવું એટલા…
સરકારે રવિવારે લોકડાઉન-ફોરના અંતને ધ્યાનમાં રાખીને લોકડાઉન-ફાઇવ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 13 શહેરોના મ્યુનિસિપલ કમિશનરો, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સ અને એસપીનો સમાવેશ કરીને, સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકડાઉન-પાંચ દરમિયાન મુખ્ય જોર કોરોનામાં મોટા હોટસ્પોટ્સ પર રહેશે અને દેશના બાકીના ભાગોમાં વધુ છૂટ આપી શકાય છે. 70% થી વધુ કેસ 13 શહેરોમાં મર્યાદિત છે કોરોના કેસની ઝડપથી વધી રહેલી સંખ્યા સરકાર માટે મોટી ચિંતાનું કારણ બની છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના 70 ટકાથી…
યુપીના સંત કબીરનગર જિલ્લામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં પોલીસ અને આરોગ્ય વિભાગની બેદરકારી બહાર આવી છે. એવું બન્યું હતું કે પોલીસે એક પિતાને ફોન પર બાતમી આપી હતી કે હોસ્પિટલમાં દાખલ થયેલા તેના પુત્રનું મોત કોરોનાથી થયું હતું અને થોડા સમય પછી મૃતકની ડેડ બોડી પિતાની સામે પહોંચી હતી. આખી રાત સુધી પરિવારના સભ્યો અને ગ્રામજનોએ શોક વ્યક્ત કર્યો હતો. સવારે પિતા જ્યારે બીજા પુત્ર સાથે મૃતદેહ સાથે અંતિમ સંસ્કાર સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહ સળગાવતા પહેલા પિતાએ મૃતક પુત્રનો ચહેરો જોતાની સાથે જ હોશ ઉડી ગયા હતા કારણ કે મૃતક તેનો પુત્ર ન હતો,…
અમેરિકામાં વર્જીનિયાના રાજ્યમાં 2 વર્ષના શ્વાને દરેકનું ધ્યાન ખેચ્યું છે કેમ કે આ કોઈ સામાન્ય ડોગી જેવું લાગતું નથી. તેનું નાક 12.2 ઇંચનું છે. હાલમાં જ માલિકે તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો છે અને ઇન્ટરનેટ પરના ફોટોને લીધે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ શ્વાનનું નામ ‘એરિસ’ છે. તે બોર્ઝોઈ પ્રજાતિનું ફિમેલ ડોગી છે. રિચમંડ શહેરમાં રહેતી 27 વર્ષીય લીલી કેમબુરિયને જુલાઈ, 2018માં એરિસને દત્તક લીધું હતું જ્યારે ડોગીને દત્તક લેવા ગયા ત્યારે અમારું ધ્યાન ત્રણ મહિનાના ગલુડિયાએ ખેચ્યું હતું, તે બધા કરતાં અલગ દેખાતું હતું. તેણે અમને જોયા તેવું તરત મારા પાર્ટનરના ખોળામાં આવીને બેસી ગયું અને અમે તેને જ દત્તક…
ગુજરાતમાં પહેલું લોકડાઉન(25 માર્ચ) શરૂ થયું ત્યારથી લાયસન્સવાળી દારૂની દુકાનો (લિકર શોપ) બંધ છે. હવે ચોથા તબક્કાનો લોકડાઉન પૂર્ણતા તરફ છે, ત્યારે હવે લાયસન્સવાળી દુકાનો ખૂલવાના એંધાણ છે. રાજ્ય સરકાર 31મે સુધીમાં અથવા ત્યારબાદ તુરંત આવી દુકાનો ખોલવાની છૂટ આપવા માંગતી હોવાની માહિતી મળે છે. રાજ્યમાં લગભગ દારૂની દુકાનો 5 સ્ટાર હોટલોમાં આવેલી છે. 70 જેટલી હોટલોની સાથે સરકારમાન્ય દારૂની દુકાનો નોંધાયેલી હોય છે, ત્યાંથી પરવાના ધારકને નિયત માત્રામાં યુનિટ દીઠ દારૂ મળી રહે છે. દારૂનો પરવાનો મેળવવા માટે આરોગ્યનો હેતુ હોવો જરૂરી છે. સરકારી સિવિલ હોસ્પિટલોમાં તપાસ કરી નિયમ મુજબ દારૂની પરમિટ આપવામાં આવે છે. રાજ્યમાં આવા 27 હજાર…