અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટનું કામ લોકડાઉનમાં થોડા દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયું છે. ત્યારે હવે આ અંગે એક નવા સમાચાર મળી રહ્યા છે. જે મુજબ, હવે ભીડથી હંમેશા ભરેલું રહેતુ અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન જ બુલેટ અને મેટ્રો સ્ટેશન બનશે. સ્માર્ટ સિટી અમદાવાદના નામે વધુ એક સિદ્ધિનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન દેશનું એકમાત્ર સ્ટેશન હશે કે જ્યાં પ્લેટફોર્મથી ઉપર બુલેટ ટ્રેન અને અંડરગ્રાઉન્ડમાં મેટ્રો ટ્રેન દોડતી હશે. એટલું જ નહીં, અન્ય રેગ્યુલર ટ્રેન તો આવતી-જતી રહેશે જ. આમ એક જ રેલવે સ્ટેશનમાં ત્રણ પ્રકારની ટ્રેનો દોડતી જોવા મળશે. 157 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન…
કવિ: Satya Day News
દિલ્હીની હવામાં શ્વાસ લેવો ઝેર જેવું બની ગયું છે. રવિવારે રાજધાનીમાં ગુણવત્તા સૂચકાંક નબળી રીતે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. લોકોને શ્વાસ લેવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના ડેટા અનુસાર, આઇટીઓમાં એર ક્વાલિટી ઇન્ડેક્સ 264, પાટપરગંજમાં 228, આર.કે. પુરમમાં 235 અને રોહિણીમાં 246 છે. લોકડાઉન ખુલ્યા બાદ વધ્યું પ્રદુષણ આ ચાર સ્થળોએ હવાની ગુણવત્તા ‘નબળા’ વર્ગમાં છે. તે જ સમયે, ઈન્ડિયા ગેટ પર ફરવા નીકળેલા લોકોએ જણાવ્યું હતું કે લોકડાઉન સમયે કોઈ પ્રદૂષણ નહોતું, પરંતુ હવે જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે અમને માસ્કની સાથે શ્વાસ લેવામાં વધુ તકલીફ થઈ રહી છે. ગ્રેડેડ રિસ્પોન્સ યોજના…
કોરોનાકાળમાં જ્યાં એક બાજૂ દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થા ઠપ્પ થયેલી છે, જેના કારણે લાખો લોકો બેકાર થયા છે. લોકોની નોકરી પણ ગાયબ થઈ રહી છે. ત્યારે આવા સમયે ચીનની એક કંપની વધારે પ્રોફિટ થવાના કારણે પોતાના કર્મચારીઓને 4116 કાર ગિફ્ટમાં આપવા જઈ રહી છે. પાંચ વર્ષ સુધી મળશે આ સુવિધા ચીની કંપની જિયાંગ્સી વેસ્ટ ડિયાઝૂ આયરન એન્ડ સ્ટીલ કોર્પોરેશન કંપનીએ નિર્ણય કર્યો છે કે, પાંચ વર્ષ સુધી ઓટો ઈંશ્યોરન્સ, વ્હીકલ ટેક્સ અને નંબર પ્લેટ્સના ચાર્જ કંપની ચૂકવશે.કર્મચારીઓને આભાર વ્યક્ત કરતા આ કંપનીએ અધિકારીઓને કહ્યુ હતું કે, કંપનીએ સતત પાંચ વર્ષ સુધી ખૂબ નફો કમાયો છે. અમારી આ કમાણી અમારા કર્મચારીઓના…
રાજ્યના વધુ એક શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સુરતના પીપલોદ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ગમ્ખાવર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે બેફામ રીતે કાર ચલાવતા ચાલકે બે લોકોને કચડી નાખ્યા હતા. નોંધ પાત્ર છે કે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થયો હતો. ત્યારે હિટ એન્ડ રનની ઘટનામાં ઉમરા પોલીસે ઘટના સ્થળના સીસીટીવી કબજે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મહિન્દ્રા મેગા ફેસ્ટિવ ઓફરની હેઠળ બોલેરોની પિક-અપ રેન્જના ગ્રાહકો માટે 1 લાખ રૂપિયાનો ફ્રી કોરોના ઈન્શ્યોરન્સ આપી રહી છે. આ ઈન્શ્યોરેન્સમાં ગ્રાહક, પતિ/પત્ની અને બે બાળકો સામેલ હશે. તમને જણાવી દઈએ કે, ફ્રી ઈન્શ્યોરન્સની ઓફર 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. ગ્રાહકને પરિવારની નોંધણી કરાવવાની રહેશે કોરોના ઈન્શ્યોરેન્સ લેવા માટે ગ્રાહકોને પોતાના અને પોતાના પરિવારના સભ્યોના નામ, જન્મતારીખ અને એડ્રેસની સાથે નોંધણી કરવાની રહેશે. ડ્રાઈવર અને તેમના પરિવારના સભ્યોને COVID-19 પોઝિટિવ મળી આવવા પર તેમની હોસ્પીટલાઈઝેશન અથવા હોમ ક્વોરન્ટીનની સ્થિતિમાં તેમના દ્વારા આ સ્વાસ્થ્ય વીમાનો ઉપયોગ કરી શકાય છે. ઈન્શ્યોરન્સમાં આ લોકો હશે સામેલ ફ્રી કોરોના ઈન્શ્યોરન્સ 1 લાખ રૂપિયા…
પંચાંગ અનુસાર 30 ઓક્ટોબર 2020 પૂર્ણિમાની તિથિ છે. આ પૂર્ણિમાની તિથિને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા કૌમુદી વ્રત, કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામોથી પણ જાણીતી છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શરદ પૂર્ણિમાએ જ મહારાસ રચ્યો હતો. એવી ધાર્મિક માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની કિરણોમાંથી અમૃતના ટીપાં પૃથ્વી પર પડે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવવાની પરંપરા છે. પૂર્ણિમાની રાતને ચાંદની રાત પણ કહેવામાં આવે છે. આ દિવસે ચંદ્ર ખૂબ જ સુંદર લાગે છે. શરદ પૂર્ણિમા તિથિ પ્રારંભ: 30 ઓક્ટોબર 2020 સાંજે 07 વાગીને 45 મિનિટ શરદ પૂર્ણિમા પર ચંદ્રોદય: 30 ઓક્ટોબર 2020 ના રોજ 07…
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ISRO ) એ 55 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ( SAC ) અમદાવાદની છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તેઓ SACની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ઘણી જગ્યાઓ ભરવામાં આવી ઓનલાઈન અરજીનું ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2020 છે. ભરતી પ્રક્રિયાના ભાગ રૂપે, સાયન્ટિસ્ટ, ઇજનેર અને તકનીકી સહાયક જેવી ઘણી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. ઓનલાઇન ફોર્મ જમા કરાવવાનું રહેશે જો આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી થાય, તો તેઓ 2,08,700 રૂપિયા સુધીના પગાર મળવાપાત્ર છે. ISRO ભરતી 2020 માટે આવેદનપત્ર ભરતી…
10 ઓક્ટોબરે આખું વિશ્વ -વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે- ની ઉજવણી કરી રહ્યું છે. કોરોના ચેપ લાગવાના ડરથી હતાશા, ગભરાટ અને બેચેની સાથે સંકળાયેલા દર્દીઓની સંખ્યામાં 50% વધારો થયો છે. ટીવી અને સોશ્યલ મીડિયા પર કોરોનાના સમાચારોને સતત જોતા, ઘણા લોકોમાં ગભરાટ, અસ્વસ્થતા અને ભાવિની ચિંતાઓ વધી જાય છે. જેઓ હતાશા, અસ્વસ્થતાના દર્દીઓ છે, તેમાંના મોટાભાગની સમસ્યાઓમાં વધારો થયો છે.હતાશા માનસિક રોગ છે. આ સમસ્યા ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ભારતની લગભગ 6.5 ટકા વસ્તી ડિપ્રેશનથી પીડાય છે, જેમાંથી એક લાખ લોકોમાંથી 10.9 લોકો આત્મહત્યા કરે છે. હતાશા એ એક સામાન્ય અને ગંભીર માનસિક બિમારી છે જે તમારી વિચારસરણી અને…
ભારતીય સ્ટેટ બેન્કપોતાના ગ્રાહકોને ઓનલાઈન TDS વિશે જાણવાની સુવિધા પણ આપે છે. જેમાં બેન્ક ગ્રાહક નેટ બેન્કિંગના પ્લેટફોર્મ પર E-TDS ઈન્કવ્યારી સર્વિસનો ફાયદો લઈ શકે છે. જેમાં બેન્કમાં હાજર તે બધા ડિપોઝિટ એકાઉન્ટ પર લાગનાર TDS ની સંપૂર્ણ જાણકારી લઈ શકાય છે. શું છે TDS ઈન્ક્વાયરી આ ગ્રાહકોને આપવામા આવતી એક ઓનલાઈન સુવિધા છે જેમાં છેલ્લા નાણાકિય વર્ષમાં ડિપોઝિટ એકાઉન્ટમાં જમા પૈસા પર કાપવામાં આવેલ ટેક્સની જાણકારી મળે છે. તમે ચાલુ નાણાકિય વર્ષ માટે પણ પ્રોજેક્ટેડ ટેક્સ વિશે જાણી શકો છો. યૂઝર આઈડી અને પાસવર્ડ સાથે કનેક્ટેડ SBI ની વેબસાઈટ પર આપવામા આવેલ જાણકારી પ્રમાણે તમે તે બધા ડિપોઝિટ એકાઉન્ટ…
દેશના 28 માંથી 23 રાજ્યો અને નવા બનેલ જમ્મુ કાશ્મીર અને લદાખ સહીત 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે હવે ઇન્ટરવ્યૂ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ જાણકારી આપી હતી. ગ્રુપ બી અને સીમાં ઇન્ટરવ્યૂ 2016થી બંધ કર્મચારી અને તાલીમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, સિંહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારમાં ગ્રુપ બી (અરાજપત્રિત) અને ગ્રુપ સીના પદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા 2016થી જ ખતમ કરી દેવા,આ આવી છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ 2015માં લાલકિલ્લાથી પરીક્ષાઓ માંથી ઇન્ટરવ્યૂ હટાવવા અને લેખિત પરીક્ષાના આધારે નોકરી આપવાની વાત કરી હતી. ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હટાવવાની પ્રક્રિયા પૂર્ણ…