મધ્યપ્રદેશના રીવામાં હેવાનિયતની હદો પાર કરતા કિશોરી સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું. તેનાથી વ્યથિત થયેલી યુવતીએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરી લુઘુ હતું. પીડિતાને ગંભીર રીતે દાઝેલ હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી. હાલ જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. કિશોરે આચર્યું દુષ્કર્મ રૂંવાડા ઉભા કરી દેનારી આ ઘટના રીવા જિલ્લાના અતરૈલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં 14 વર્ષીય કિશોરી સાથે 7 ઓક્ટોબરના રોજ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું. ઘટના સમયે તેના પરિવારના લોકો કોઈ સગાને ત્યાં ગયા હતા અને મોટી બહેન બકરા ચરાવવા ગઈ હતી. સાંજે લગભગ 4 વાગે ગામના એક 15 વર્ષનો કિશોર…
કવિ: Satya Day News
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ક્રૂરતાના કિસ્સા આખી દુનિયામાં જગજાહેર છે. તે ક્યારેક પોતાના હરીફને તોપથી ઉડાવી દે છે, તો ક્યારે નાની એવી ભૂલને કારણે સંબંધીઓને પણ ભૂખ્યા કુતરાની સામે ધરી દેતો હોય છે. વિદેશી ટીવી શો જોવા પર આપે છે ભયંકર સજા હાલમાં જ ઉત્તર કોરિયાની જેલમાંથી ભાગેલા એક કેદીએ ખુલાસો કર્યો હતો કે, ત્યાં વિદેશી ટીવી શો જોવા પર ભયાનક સજા આપવામાં આવે છે. આ કેદીઓને જેલમાં મૃત વ્યક્તિઓની રાખવાળુ પાણી કેદીઓને પીવડાવામાં આવે છે. તેણે જણાવ્યુ હતું કે, ત્યાંના ચોંચરી કંસ્ટ્રેશન કેમ્પમાં કેદીઓની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. આ કેદીનું ઈન્ટરવ્યૂ વોશિંગ્ટન સ્થિત સમિતિએ…
વિશ્વભરમાં ડ્રગ્સનું માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. મોટા પ્રમાણમાં કોકેન બનાવવામાં આવી રહ્યું છે. છેલ્લા એક દાયકાથી અફીણ પણ ટ્રેન્ડમાં છે. આ ઉપરાંત, નેધરલેન્ડ્સમાં સિન્થેટિક ડ્રગ્સનું માર્કેટ વધતું જઈ રહ્યું છે અને કેટલાક દેશોમાં ગાંજો (કેનેબિસ)કાયદેસર બનાવવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાનુસાર, વર્ષ 2018માં વિશ્વભરમાં 26.9 કરોડ લોકો ડ્રગનો ઉપયોગ કરી રહ્યા હતા. હવે એ વાત તમામ લોકો જાણે છે કે ડ્રગ્સ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે ડ્રગ્સ પર્યાવરણને પણ ગંભીર રીતે અસર કરી શકે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં એક વર્ષની અંદર ગાંજાના ઇન્ડોર…
જાપાનનો 73 લાખની વસતી ધરાવતો પ્રાંત સાઈતામા. શરદ ઋતુ શરૂ થતાં જ દર વર્ષે દેશભરમાંથી લોકો અહીં ફરવા પહોંચે છે. કારણ અહીંના પાર્ક અને જંગલોમાં ખીલતાં ફૂલો, જેને સ્પાઇડર લિલી કહેવાય છે. જોકે આજુબાજુના થોડા ઘણા લોકો જ આ પાર્કની મુલાકાતે આવી રહ્યા છે પણ ભીડ વધશે તો કોરોનાના ચેપને અટકાવવા 50 લાખ સ્પાઈડર લિલીનાં ફૂલ ઉખાડી નાખવામાં આવી શકે છે. ગોનેન્ડો પાર્કની દેખરેખ કરનારા હિરોતો જણાવે છે કે કોરોનાને લીધે વાર્ષિક ફ્લાવર ફેસ્ટિવલ રદ કરાયો છે. આ ફેસ્ટિવલ ઓક્ટોબરથી શરૂ થાય છે જે આશરે બે અઠવાડિયાં સુધી ચાલે છે. આ ફેસ્ટિવલમાં દર વર્ષે આશરે 20 લાખ લોકો આવતા હતા…
ઝારખંડ હાઈકોર્ટે રાજ્યના ગિરિડીહ જિલ્લામાં ચાલુ વર્ષે માર્ચમાં સગીરા સાથે દુષ્કર્મ અને તેને બાળી નાખી હત્યા કરવા મામલે તપાસમાં લાપરવાહી સામે પોલીસને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે ડીજીપીને તપાસ માટે એસઆઈટીની રચના કરવા નિર્દેશ આપ્યો હતો. પીડિતાના પિતાની અરજી પર ગુરુવારે સુનાવણી હાથ ધરતાં જસ્ટિસ આનંદ સેને કહ્યું કે હાથરસ ફક્ત ઉત્તરપ્રદેશમાં જ નથી, અહીં પણ એક હાથરસ છે. તાજેતરમાં યુપીના હાથરસમાં એક યુવતી સાથે દુષ્કર્મ અને બર્બરતાપૂર્વક તેની હત્યા કરી દેવાતા સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયો છે. હાથરસના કેસનો આ રીતે ઉલ્લેખ કરતાં જસ્ટિસ સેને કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ છોકરી 100 ટકા દાઝી ગઈ હતી પણ તેની તપાસ…
ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાએ માથું ઊંચક્યું છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી શહેરમાં ચિકનગુનિયાના 142 કેસ હતા જેમાંથી 50 ટકા કેસ માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયા હતા. ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ચિકનગુનિયાના 104 કેસ હતા. ગયા વર્ષે મેથી સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના 54 કેસ હતા, જ્યારે આ વર્ષે માત્ર સપ્ટેમ્બરમાં 71 કેસ નોંધાયા છે. લૉકડાઉનમાં ચિકનગુનિયાના 18 કેસ હતા પરંતુ અનલોક એટલે કે જૂનથી સપ્ટેમ્બરના અંત સુધીમાં 94 કેસ નોંધાયા હતા. આમ લાૅકડાઉનની સરખામણીએ અનલૉકમાં ચિકનગુનિયાના કેસમાં અંદાજે 422 ટકાનો વધારો થયો છે.ગયા વર્ષે સ્વાઇન ફ્લૂના 1336 કેસ હતા, જ્યારે 28 મોત થયાં હતાં. જોકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં સ્વાઇન ફ્લૂના 25 કેસ નોંધાયા બાદ કોઈ…
જ્યારે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હોય છે તો તેનો સંકેત આપણને કોઈને કોઈ માધ્યમથી મળે છે.શાસ્ત્રો મુજબ એવા સંકતો હોય છે, જેનું હોવું આપણા માટે બહુજ શુભ હોય છે. તો ચાલો જાણીએ ક્યાં પ્રકારનાં સંકેતો મળવાથી ધનની પ્રાપ્તિ અથવા સૌભાગ્યનું સુચક માનવામાં આવે છે. તમારા શરીરનાં અમુક અંગો જો ફડકવા લાગે છે તો તે શુભ સંકેત હોય છે. કહેવાય છેકે, જો તમારી આઈબ્રો અથવા તો તમારા હાથનો મધ્યભાગ ફડકે છે તો સમજોકે, આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થવાની છે. વાસ્તવમાં શરીરનાં આ અંગોનું ફડકવાથી ધન મળવાના સંકેતો માનવામાં આવે છે. જો તમારી સાથે આવું થાય તો સમજવુંકે, તમારી ઉપર મા લક્ષ્મીની કૃપા વરસવાની…
ગુજરાત રાજ્યના આ શહેર માંથી હનીટ્રેપની માયાજાળનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસને આ મામલે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં હનીટ્રેપમાં ફસાવીને યુવાન પાસેથી રૂપીયા ખંખેરતી ટોળકીની એક યુવતી , બે GRD જવાન સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. યુવતીનો પતિ સ્પા ચલાવતો હોવાથી તેના કોન્ટેકટ ડેટાબેઝ નો ઉપયોગ કરી GRD જવાન મદદથી પોલીસ ઓળખ આપી રૂપિયા ખંખેરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે પોલીસના સંકજામાં આવેલા શખ્સો આશિષ મારડીયા , અલ્પા મારડીયા , જય પરમાર , શુભમ શીશાંગીયા , અને રિતેશ ફેકર. છે. નોંધનીય છે કે મોરબીના યુવાનને બોલાવી હનીટ્રેપ કરવાનો. સમગ્ર મામલા પર…
સંરક્ષણ રિસર્ચ અને વિકાસ સંગઠન (DRDO) એ એક વાર ફરીથી ઇતિહાસ રચ્યો છે. ભારતે શુક્રવારે એન્ટી રેડિયેશન મિસાઈલ રુદ્રમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલને DRDO દ્વારા બનાવવામાં આવી છે. તેનું પરીક્ષણ સુખોઇ-30 ફાયટર એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતમાં બનાવવામાં આવેલ આ પોતાના જેવી એક માત્ર મિસાઈલ છે જે કોઈ પણ ઊંચાઈથી છોડી શકાય છે. આ મિસાઈલ કોઈ પણ પ્રકારના સિંગ્નલ અને રેડિયેશન પકડી શકે છે. સાથે જ પોતાના રડારમાં લાવીને તેને નષ્ટ કરી શકે છે. જણાવી દઈએ કે આ અઠવાડિયાની શરૂઆતમાં DRDOએ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (SMART)નું સફળ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ રિસર્ચ અને વિકાસ સંગઠન…
સુરત શહેરમાં ભાગીદારોના ત્રાસથી મોટા વરાછાના બિલ્ડરે કારમાં ઝેરી દવા પી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બિલ્ડર વિપુલ રંગાણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. નોંધનીય છે કે પ્રોજેક્ટના પાવર ઑફ એર્ટની નામે કરવા દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેથી ત્રાસીને આ પગલું ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે આપઘાતના પ્રયાસ પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ભાગીદારો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ સમગ્ર મામલાની ગંભીરતા જોઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.