દુબઈની એક મહિલાને એમેઝોન પરથી ડુપ્લિકેટ એરપોડ્સ ખરીદવા ભારે પડ્યા. એલિઝે માર્ચ મહિનામાં 50 યુરો એટલે કે 4140/- રૂપિયા આપીને એરપોડ્સ મંગાવ્યા હતા પણ આ મહિલા બોક્સ જોઈને ચોંકી ગઈ હતી. આ એરપોડ્સ માથાની સાઈઝ જેટલા વિશાળ હતા. એલિઝે આ વિશાળ અને ફેક એરપોડ્સનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. તેના ટ્વીટને 3 લાખથી વધારે લોકોએ લાઇક આપી છે અને યુઝર્સ કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ એરપોડ્સ મનુષ્યના નહિ પણ હાથીનાં હોય એવું લાગે છે. અન્ય લોકોએ કમેન્ટ કરી કે, શું તમે સાચી સાઈઝના એરપોડ્સ ઓર્ડર કર્યા હતા? આ મોટા એરપોડ્સ તો હેરડ્રાયર જેવા લાગે છે. એલિઝેની…
કવિ: Satya Day News
અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તાર તેવા દરિયાપુર, શાહપુર, ખાડીયામાં હાલ કોરોના પોઝિટિવના વધુ કેસ આવી રહ્યા છે. શરૂઆતમાં લોકો નિયમોનો ભંગ કરતાં હતા તે માટે આ વિસ્તારોની જવાબદારી IPS અધિકારી શમશેરસિંઘને આપવામાં આવી હતી, તેમણે આ વિસ્તારનું નેતૃત્વ સંભાળતા જ હવે નવા આઈડિયા પ્રમાણે પોલીસ પાસે તેઓ કામ લેવડાવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ખાડીયા વિસ્તારની મુલાકાત લીધી હતી, તેઓએ શેરીઓમાં જઈને ખાતરી કરી હતી કે આ વિસ્તારમાં હાલ શુ પરિસ્થિતિ છે. આ વિસ્તારોની જવાબદારી IPS અધિકારી શમશેરસિંઘને આપવામાં આવતા સીપી એ તેમની સાથે પણ સંકલન કરીને ચર્ચા કરી હતી. આ દરમિયાન IPS શમશેરસિંઘે જણાવ્યું કે, હાલ આ વિસ્તારોમાં…
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક મહિલાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ છૂટાછેડા લઈને મહિલા એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ પ્રેમિકા સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તે ગર્ભવતી થઈ હતી. પ્રેમીને આ વાતની જાણ કરતા તેણે તુછ વર્તન કરીને મહિલા પર આક્ષેપ કર્યો કે તેના અનેક પુરુષો સાથે સબંધ હોઈ શકે છે, જેથી આ બાળક તેનું નથી. મેમનગરમાં રહેતી 33 વર્ષીય મહિલા હાલ તેની માતા સાથે રહે છે. વર્ષ 2012માં મણીનગર ખાતે એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. પણ મનમેળ ન બેસતા બે વર્ષ પહેલા તેણીએ…
કોરોનાની સારવાર પછી વાઇરસ લાંબા સમય સુધી ફેફસાંમાં છુપાઈને રહી શકે છે. ચાઇનીઝ સંશોધકોના જણાવ્યા મુજબ, ચાઇનામાં એવા પણ કિસ્સાઓ હતા જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના 70 દિવસ પછી પણ દર્દીમાં કોરોના પોઝિટિવ મળ્યો. સાઉથ કોરિયામાં સારવાર બાદ 160 લોકોનો કોરોના પોઝિટિવ મળ્યો. આવાજ કેસો ચીન, મકાઉ, તાઇવાન, વિયેતનામમાં પણ નોંધાયા છે. કોરિયા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર જિયોન્ગ યૂં-કિયોન્ગનું કહેવું છે કે, કોરોના દર્દીને ફરીથી ચેપ લગાડવાને બદલે ફરીથી સક્રિય થઈ શકે છે. કોરોના વાઇરસ ફેફસાંની અંદર ઊંડાણમાં રહી શકે છે અને એવું પણ બને છે કે તે ટેસ્ટિંગમાં ન પણ પકડાય. મૃત્યુ પછી મહિલાના પોસ્ટમોર્ટમ દરમિયાન ડોકટરોને…
સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, 34 અતિશયો અને 35 ગુણોથી અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવાથી તરબોળ બન્યા. બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો તે માટે અનેક વિદ્વાન બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા. એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું કે અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા, ત્યારે ઇન્દ્રભૂતિનો ઇર્ષ્યાગ્નિ પ્રજ્વલિત બન્યો. `મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં? આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચૂપ કરી દઉં.’ તેઓ ૫૦૦ શિષ્યો સાથે ત્યાં…
હાલ દેશ માં કોરોના વાયરસ નું સંક્રમણ વધતું જ જાય છે ત્યારે ભારત માં લોકડાઉન 17 મેં એટલે કે ત્રીજો તબબકો ચાલુ થઈ ગયો છે. સાથે સાથે દેશ ના ઘણા રાજ્યો રેડ,ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે. ભારત સરકારની નવી ગાઈડલાઈન મુજબ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કાલ થી એટલે કે 4 મે થી જરૂરી ચીજ વસ્તુઓ ની ખરીદી ફ્લિપકાર્ટ અને એમેઝોન પર થી કરી શકશો. જેમાં ટીવી, ફ્રિજ, મોબાઈલ જેવી ચીજ વસ્તુઓ ની ખરીદી કરી શકાશે એના સિવાય ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં રિટેલ સ્ટોર્સ પણ ખોલવામાં આવશે.
દુનિયાના ઘણા લોકો પોતાના હેર પર અજીબોગરીબ રંગની ડાઈ કરે છે, પણ નોર્થર્ન આયરલેન્ડમાં ડેરી શહેરની 20 વર્ષની છોકરીએ પોતાના પાલતું શ્વાનને લીલા રંગથી રંગી દીધો. આ પરાક્રમ કેઈટલિને લોકડાઉનમાં પોતાનો કંટાળો દૂર કરવા માટે કર્યું છે. કેટલિનના પાલતું ડોગીનું નામ ‘ટેડ’ છે. જો કે, કેટલિનનું કહેવું છે કે, 10 વાર ટેડને નવડાવ્યા બાદ આ ડાઈ જતી રહેશે, કાયમ માટે રહેશે નહિ. ટેડને કેઈટલિનની માતા ઘણો પ્રેમ કરે છે. આથી તેણે આ ડાઈ વિશે તેની માતાને જણાવ્યું જ નહોતું. તેની માતા જ્યારે રસોઈ બનાવી રહી હતી ત્યારે કેટલિન તેને બાથરૂમમાં લઇ ગઈ અને તેના સફેદ રંગના હેરને લીલા બનાવી દીધા.…
નોવલ કોરોનાવાઈરસની અત્યારસુધી કોઈ રસી કે દવા શોધવામાં આવી નથી. વિશ્વભરમાં વધતા જતા કેસો વચ્ચે એક રાહતભર્યા રિસર્ચનાં પરિણામો સામે આવ્યા છે. આ રિસર્ચ મુજબ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ કોરોનાવાઈરસનાં જોખમને વધતું અટકાવે છે સાથે જ તે દર્દીઓને વધારે બીમાર થતાં પણ અટકાવે છે. ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં જુદાં જુદાં 3 રિસર્ચમાં આ વાત સામે આવી છે. ACE (એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાયમ્સ) ઈનહિબિટર્સ અને ARBs (એન્જિયોટેન્સિન રેસિપ્ટર બ્લોકર્સ)નામની દવાઓ કોરોનાવાઈરસનાં જોખમને અટકાવે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલાં રિસર્ચમાં ખબર પડ્યું કે આ દવાઓ શરીરમાં ‘ACE2’ નામનાં પ્રોટીનનું લેવલ વધારે છે. તેને લીધે કોરોનાવાઈરસ સામે…
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેમની મંગેતર કેરી સાયમન્ડ્સે 29 એપ્રિલના રોજ પુત્રનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોનસન રાખ્યું છે. કેરીએ ઈંસ્ટાગ્રામ ઉપર આ જાણકારી આપી છે તેણે કહ્યું છે કે, નિકોલસ અમે એ બે ડોક્ટરોના નામ પરથી લીધુ છે જેઓએ કોરોના સંક્રમિત બોરિસનો જીવ બચાવ્યો છે. જોનસનના દાદા ઉપરથી પહેલું નામ વિલ્ફ્રેડ અને મારા પિતા ઉપરથી લોરી નામ લેવાયું છે. કેરીએ NHS ના મેડીકલ સ્ટાફનો આભાર માન્યો છે તેણે કહ્યું કે હું હવે આનાથી વધારે ખુશ થઈ શકુ તેમ નથી. જે બે ડોક્ટરના નામનો કેરીએ ઉલ્લેખ કર્યો છે તેના નામ નિક પ્રાઈસ અને નિક હાર્ટ છે. જોનસન પ્રથમ પત્ની…
હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીએ મોહિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે પંચાંગ ભેદ હોવાથી થોડી જગ્યાએ 3 મે એટલે કે આજે અને થોડી જગ્યાએ 4 મેના રોજ આ વ્રત કરવામાં આવે છે. મોહિની એકાદશીએ વ્રત અને દાન સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને જાણ્યા-અજાણ્યા કરેલાં પાપ,ભૂલોની ક્ષમા મળી જાય છે. સ્કંદ પુરાણના વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન વખતે અમૃત પ્રકટ થયું હતું તેના બીજા દિવસે એટલે કે, બારસના દિવસે ભગવાન વિષ્ણુએ અમૃતની રક્ષા માટે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. તેરસ તિથિએ ભગવાન વિષ્ણુએ દેવતાઓને…